Benefits Of Ashwagandha: મેદસ્વીતાથી છો પરેશાન? તો જરુર અજમાવો અશ્વગંધા

News18 Gujarati
Updated: February 16, 2021, 11:24 PM IST
Benefits Of Ashwagandha: મેદસ્વીતાથી છો પરેશાન? તો જરુર અજમાવો અશ્વગંધા
પ્રતિકાત્મક તસવીર

અશ્વગંધા (Ashwagandha) એક જડીબુટ્ટી છે. જે શરીરની રોગપ્રતિકાર શક્તિ વધારવાની સાથે જાડાપણાથી પણ છૂટકારો અપાવે છે.

  • Share this:
Benefits Of Ashwagandha: અશ્વગંધા (Ashwagandha) એક જડીબુટ્ટી છે. જે શરીરની રોગપ્રતિકાર શક્તિ વધારવાની સાથે જાડાપણાથી પણ છૂટકારો અપાવે છે.

અશ્વગંધા (Ashwagandha) એ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઇન્ફેલેમેટરી ગુણધર્મો ધરાવતી એક ઔષધિ છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં અને સોજો (Inflammation) ઘટાડવામાં મદદ કરે છે. આ સાથે જ તે મેદસ્વીપણાથી (Obesity) પીડિત લોકો માટે પણ ફાયદાકારક છે. ચાલો આપણે જાણીએ કે જેઓ વજન ઘટાડવા માંગે છે તેમના માટે તે કેવી રીતે ઉપયોગી થાય છે.

અશ્વગંધા શું છે

તે એક નાનો સદાબહાર છોડ છે જે મોટાભાગે ભારત, આફ્રિકા અને મધ્ય પૂર્વમાં ઉગે છે. અશ્વગંધા મોટે ભાગે તણાવ અને ઘણી બધી મેડીકલ કન્ડિશન્સ જેવી કે ચિંતા, અનિદ્રા, સંધિવા, હતાશા વગેરેમાં રાહત માટે વપરાય છે. તેમાં ઘણાં ઔષધીય ગુણધર્મો છે અને તે શરીરમાંથી વધારાના વજનથી છૂટકારો મેળવવાનો પ્રયાસ કરી રહેલા લોકો માટે ઉત્તમ છે.

આ પણ વાંચોદૂબળા શરીરથી છો પરેશાન, તો આ વસ્તુઓને આહારમાં આજથી જ કરો સામેલ, જુઓ પછી પરિણામ

એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂરઅશ્વગંધા એન્ટીઓકિસડન્ટોનો ખજાનો છે. જેને કારણે તે ઓક્સિડેટીવ (oxidative) તણાવ ઘટાડવામાં મદદ કરે છે. મેટાબોલિઝમ વધારીને શરીરમાં એકત્રિત થતી વધુ ચરબી ઓગાળવામાં પણ તે મદદગાર થાય છે. જેનાથી વજન (Weight) ઘટાડવામાં મદદ કરે છે.

મસલ્સ માસ બનાવે છે

મસલ્સ માસ (muscle mass) સ્નાયુઓનું નિર્માણ કે જેને શરીરને ગઠીલું બનાવવું પણ કહી શકાય. આનાથી ન માત્ર વજન ઘટાડવામાં જ મદદ મળે છે પરંતુ તેનાથી બીજા પણ હેલ્થ બેનીફિટ્સ થાય છે જેમ કે બ્લડ પ્રેશુંર નિયંત્રિત કરવું અને બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવું અને કોલેસ્ટ્રોલનું લેવલ મેનેજ કરવું.

આ પણ વાંચો - કોફી પીવાનો યોગ્ય સમય કયો છે? જાણો કયા સમયે પીવી જોઈએ કોફી

રોગપ્રતિકારક શક્તિ વધારે છે

સ્વસ્થ રોગપ્રતિકારક શક્તિ (health immune system) શરીરની રક્ષા કરવાની સાથે જ રોગોને દૂર રાખવામાં મદદ કરે છે. અશ્વગંધા ઇમ્યુનિટી વધારે છે અને ઝડપી અને અસરકારક રીતે વજન ઘટાડવામાં મદદ કરે છે.

સ્ટ્રેસ મેનેજમેન્ટ કરે છે

તણાવ (Stress) નું ઊંચું સ્તર વજનમાં વધારો કરવાની સાથે અને અન્ય ઘણી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓને જન્મ આપી શકે છે અને ઘણીવાર તમને ઓવરઈટિંગ કરવા માટે મજબુર કરી શકે છે. અશ્વગંધા તણાવ ઘટાડે છે, અને આ રીતે વજન ઘટાડવામાં મદદ કરે છે.

ઊંઘ માટે પ્રેરિત કરે છે

ઊંઘ સરખી ન આવવાથી પણ વજન વધી શકે છે અને તમે દિવસભર થાક અને ઓજાગરો અનુભવી શકો છો. અશ્વગંધામાં શાંતી આપવાવાળા ગુણધર્મો હોય છે જે ઊંઘમાં કંઈ અડચણ વગર સારી ઊંઘ મેળવવામાં મદદ કરે છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનાઓ સામાન્ય જાણકારી ઉપર આધારિત છે. Gujarati news 18 આની પુષ્ટી નથી કરતું. આ અંગે અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
Published by: kiran mehta
First published: February 16, 2021, 6:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading