વજન ઘટાડવું છે? તો રોજ પીઓ મગની દાળનું પાણી, ઘણી બીમારીઓથી રહેશો દૂર


Updated: July 8, 2021, 10:42 PM IST
વજન ઘટાડવું છે? તો રોજ પીઓ મગની દાળનું પાણી, ઘણી બીમારીઓથી રહેશો દૂર
Image Credit : shutterstock

દેશના મોટા ભાગના ઘરમાં મગની દાળ હોય જ છે. મગની દાળના કારણે ભોજનનો સ્વાદ વધે છે. આ ઉપરાંત તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે

  • Share this:
Health Benefits Of Moong Dal Water: દેશના મોટા ભાગના ઘરમાં મગની દાળ હોય જ છે. મગની દાળના કારણે ભોજનનો સ્વાદ વધે છે. આ ઉપરાંત તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. મગની દાળમાં પ્રોટીન, મેન્ગેનીઝ, પોટેશિયમ, મેગ્નીશિયમ, ફોલેટ, કોપર, ઝિંક અને વિટામિન જેવા પોષક તત્વોનું પ્રમાણ ભરપૂર હોય છે. જો આપણે દરરોજ મગની દાળના પાણીનો ઉપયોગ કરીયે તો શરીરમાં પોષક તત્વની ઉણપની તકલીફ દૂર કરી શકાય છે.

મગની દાળના લાડુ, પરોઠા જેવું પણ બને છે. પણ જો તમે ઉકાળીને તેનું સેવન કરો તો આરોગ્ય માટે ફાયદાકારક નીવડી શકે છે. તો ચાલો મગની દાળના પાણીને રોજ એક ગ્લાસ પીવામાં આવે તો શું-શું ફાયદો થઈ શકે તેની જાણકારી મેળવીએ.

વજન ઘટાડે

કોરોના મહામારી દરમિયાન લોકો મેદસ્વીપણાથી પરેશાન થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં જો તમે પણ આ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છો તો દરરોજ એક ગ્લાસ મગની દાળનું પાણી પી શકો છો. આ દાળમાં કેલરી ઓછી હોય છે અને તે મેટાબોલિઝમને પણ વેગ આપે છે. જેના કારણે વજન ઓછું કરવામાં મદદ કરે છે.

શરીરનું ઝેર બહાર કાઢે

જો આપણે દરરોજ મગની દાળના પાણીનું સેવન કરીએ તો શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર નીકળી જાય છે. લીવર, બ્લેડર અને લોહી તેમજ અંતરડા ક્લીન કરવામાં મદદ મળે છે. પરિણામે અનેક બીમારીઓ દૂર ભાગે છે.ગ્લુકોઝને કરે નિયંત્રિત

મગની દાળનું પાણી શરીરમાં ઈન્સ્યુલિનના લેવલને વધારવા માટે મદદરૂપ થઈ છે. આ સાથે જ લોહીમાં ગ્લુકોઝને નિયંત્રિત રાખવા માટે પણ સહાય કરે છે. જેથી તેનું સેવન ડાયાબીટીસના દર્દીને ફાયદાકારક નીવડે છે.

આ પણ વાંચો - એક દ્રાક્ષની કિંમત છે 35 હજાર રૂપિયા, એક કિલોના ભાવમાં ખરીદી શકો છો કેટલાય તોલા સોનુ

નબળાઈ દૂર કરે

જો તમે નબળાઈનો અનુભવ કરતા હોવ તો મગની દાળના પાણીનું સેવન દરરોજ કરવું જોઈએ. તેમાં આયરન, પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન બી કોમ્પ્લેક્સ અને પ્રોટીન હોય છે. જે શરીરની નબળાઇ દૂર કરવામાં મદદરૂપ થાય છે.

આવી રીતે બનાવો મગની દાળનું પાણી

સૌ પ્રથમ પ્રેશર કૂકરમાં બે ગ્લાસ પાણી નાંખો અને તેમાં અડધો બાઉલ ઘોળેલી મગ દાળ નાખો. તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી ઢાંકી દો. 2 થી 3 સીટી વાગે એટલે ગેસ બંધ કરો. હવે વરાળ નીકળી જાય પછી દાળને કાઢીને પી લો. તમે ઘી અને જીરુંનો વઘાર પણ મારી શકો છો.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય જ્ઞાન પર આધારિત છે. ન્યૂઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરો)
First published: July 8, 2021, 10:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading