ચોમાસાની ઋતુમાં આ વસ્તુઓથી દુર રહેવામાં જ ભલાઈ, નહીં તો પડી શકો છો બીમાર


Updated: July 2, 2021, 4:17 PM IST
ચોમાસાની ઋતુમાં આ વસ્તુઓથી દુર રહેવામાં જ ભલાઈ, નહીં તો પડી શકો છો બીમાર
પ્રતિકાત્મક તસવીર

ચોમાસામાં થતા ડાયરિયા, વાયરલ, શરદી, ઉધરસ અને ફ્લૂ જેવા બીમારીઓથી પોતાને બચાવી શકો છો.

  • Share this:
નવી દિલ્હી : વરસાદની ઋતુની રાહ તો લોકોને કાગડોળે હોય છે, પરંતુ જ્યારે આ ઋતુ આવે છે તો સમસ્યાઓ પણ સાથે લાવે છે. જો તમે વરસાદની ઋતુની મજા માણવા ઇચ્છો છો તો તમારે તેના માટે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવુ પડશે. તમે જો તમારા ડાયટ પર સરખું ધ્યાન આપશો તો તમારું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહેશે.

લોકો ચોમાસામાં વાતાવરણને માણવા માટે અલગ અલગ પ્રકારની ડીશ પણ બનાવે છે અને ખાય છે. જ્યારે આ ઋતુમાં આવી વસ્તુઓથી દૂર રહેવું જોઇએ. જેથી તમે ચોમાસામાં થતા ડાયરિયા, વાયરલ, શરદી, ઉધરસ અને ફ્લૂ જેવા બીમારીઓથી પોતાને બચાવી શકો છો. તો આવો જાણીએ વરસાદની ઋતુમાં પોતાને સ્વસ્થ રાખવા માટે કઇ વસ્તુઓછી દૂર રહેવું જોઇએ.

સ્ટ્રીટ ફૂડ

ચોમાસામાં સૌથી પહેલા સ્ટ્રીટ ફૂડથી દૂર રહેવું જોઇએ. હકીકતમાં મોટા ભાગમાં સ્ટ્રીટ ફૂડ ખુલ્લામાં જ તૈયાર કરવામાં આવે છે અને રાખવામાં આવે છે. તેના હાઇજીનનું પણ ધ્યાન રાખવામાં આવતું નથી. આ ઋતુમાં કાપેલા ફળો અને ખુલ્લો રાખેલો ખોરાક ખાવાથી પણ ઘણી બીમારીઓ થાય છે.

આ પણ વાંચો - અર્જુન વૃક્ષ અનેક બીમારીઓનો રામબાણ ઈલાજ, રોગપ્રતિકારક શક્તિ વધારવાથી લઈ હૃદયને રાખે છે તંદુરસ્ત

ઓયલી ફૂડચોમાસાની ઋતુને માણવા માટે લોકો ભજીયા, પકોડા, સમોસા, પાપડ જેવી વસ્તુઓને પોતાના ખોરાકમાં સામેલ કરે છે. જ્યારે આ ઋતુમાં ઓયલી ફૂડથી દૂર રહેવું જોઇએ કારણ કે ડાયરિયા અને ડાઇઝેશન ખરાબ થવા જેવી સમસ્યાઓ સર્જાય છે.

પાંદડાવાળા શાકભાજી

ચોમાસામાં બેક્ટેરિયા અને ફંગસ ઇન્ફેક્શનનો ખતરો ઘણો વધી જાય છે. આ ઋતુમાં પાંદડાવાળા શાકભાજીમાં ઇયળો જલદીથી થવા લાગે છે. જેના કારણે તમને ડાયરિયા, ડિહાઇડ્રેશન અને પેટની સમસ્યા જેવી મુશ્કેલીઓ થઇ શકે છે. તેથી ચોમાસામાં સોરેલ, નારી, પાલક, મેથી, લેટીસ પાંદડા જેવા કોઇપણ પ્રકારના લીલા શાક અને મશરૂમ, બ્રોકલી, કોબીજ અને દૂધી જેના શાકભાજીથી દૂર રહેવું જોઇએ.

આ પણ વાંચો - વજન ઘટાડવા માટે કરો નારિયેળના તેલનું સેવન, મગજથી લઇને હ્યદય ફંક્શનને રાખે છે સ્વસ્થ

કાચું સલાડ

સલાડનું સેવન પણ ચોમાસામાં કરવાથી બચવું જોઇએ. તેનું કારણ છે કે, સલાડમાં કાચા શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. જેને ગમે તેટલી વખત સાફ કરવા છતા તેના પર બેક્ટેરિયા થવાની સંભાવના રહે છે. જેના કારણે તમને પેટ સંબંધી સમસ્યાઓ સર્જાઇ શકે છે.

સી ફૂડ

માછલી અને અન્ય સી ફૂડનું સેવન પણ તમારે ચોમાસામાં ન કરવું જોઇએ. વરસાદનો સમય મોટા ભાગના દરિયાઇ જીવો માટે પ્રજનનનો સમય હોય છે. સાથે જ દરમિયાન પાણી પણ ખૂબ દૂષિત હોય છે, જેના કારણે સી ફૂડ દ્વારા તમને ઘણી બીમારીઓ થઇ શકે છે.
First published: July 2, 2021, 3:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading