તણાવ દૂર કરવા માટે ખૂબ જરૂરી છે વિટામિન ડી નું સેવન, જાણો તેના ફાયદા અને સેવનની પદ્ધતિ


Updated: August 12, 2021, 12:11 AM IST
તણાવ દૂર કરવા માટે ખૂબ જરૂરી છે વિટામિન ડી નું સેવન, જાણો તેના ફાયદા અને સેવનની પદ્ધતિ
તણાવ દૂર કરવા માટે ખૂબ જરૂરી છે વિટામિન ડી નું સેવન Image Credit : shutterstock

Vitamin D Benefits: શરીરને તંદુરસ્ત રાખવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વિટામિન ડી ખૂબ મહત્વનું મનાય છે

  • Share this:
Vitamin D Benefits: શરીરને તંદુરસ્ત રાખવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વિટામિન ડી ખૂબ મહત્વનું મનાય છે. વિટાનીન ડી નો સૌથી મોટો સ્ત્રોત સૂર્યપ્રકાશ (Sunshine Vitamin) છે. પરંતુ કોરોના મહામારી દરમિયાન લોકો પૂરતા સૂર્યપ્રકાશથી દૂર રહ્યા છે, જેના કારણે શરીરમાં વિટામિન ડીની ઉણપ હોય તે સ્વાભાવિક છે. ઉલ્લેખનીય છે કે, વિટામિન ડી (Vitamin D) એક ચરબી દ્રાવ્ય વિટામિન છે, જેને તમારું શરીર તંદુરસ્ત રહેવા માટે શોષે છે અને સંગ્રહ કરે છે. વિટામિન ડી ઘણા શારીરિક કાર્યો પૂરા કરી શકે છે, જેમ કે રોગપ્રતિકારક શક્તિ વધારવી, દાંત, સ્નાયુઓ અને હાડકાં મજબૂત કરવા, આપણને માનસિક સ્વાસ્થ્યથી દૂર રાખીને હાર્ટ ફેલ્યર, ડાયાબિટીસ અને કેન્સર જેવા ગંભીર રોગોથી બચાવવું.

હેલ્થલાઈન મુજબ, જ્યારે આપણે સૂર્યપ્રકાશના સંપર્કમાં આવીએ છીએ, ત્યારે શરીર જાતે જ વિટામિન ડી બનાવવાનું શરૂ કરે છે. તો ચાલો જાણીએ કે તે આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે કેટલું મહત્વનું છે.

ઘણી બીમારીઓને રાખશે દૂર

જો શરીરમાં વિટામિન ડી પર્યાપ્ત માત્રામાં બને છે, તો આપણું શરીર પોતાને ઘણા ગંભીર અને જીવલેણ રોગોથી બચાવી શકે છે. 2008માં એક સંશોધન કરાયું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે, વિટામિન ડી હૃદય સંબંધિત રોગોની સંભાવના ઘટાડે છે. આ ઉપરાંત 2010માં થયેલા સંશોધનમાં સામે આવ્યું છે કે વિટામિન ડી સિઝનલ બીમારીઓ અને ઘણા પ્રકારના ફ્લૂ દૂર રાખે છે.

આ પણ વાંચો - પેટના કરમિયા મારવાની દવાથી કોરોનાનો થઇ શકે છે ખાત્મો: અભ્યાસ

ડિપ્રેશન કરે છે કંટ્રોલસંશોધનમાં જાણવા મળ્યું છે કે વિટામિન ડી આપણા મૂડને પ્રભાવિત કરે છે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે જે લોકો ડિપ્રેશનથી પીડાતા હતા, તેમને જયારે સપ્લીમેન્ટ વિટામિન ડીની ગોળીઓ આપવામાં આવી ત્યારે તેમાં નોંધપાત્ર સુધારો થયો છે. અન્ય એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે વિટામિન ડીની ઉણપ સાથે સંકળાયેલા લોકોમાં તણાવ, ડર જેવી સમસ્યાઓ વધુ જોવા મળી છે.

વજન ઘટાડવું

જો તમારે વજન ઓછું કરવું હોય તો તમારે વિટામિન ડી સપ્લિમેન્ટ લેવું જોઈએ. જાણવા મળ્યું છે કે, જે લોકો દરરોજ કેલ્શિયમ અને વિટામિન ડી ની દવાઓ લેતા હોય છે તેમને વજન ઘટાડવામાં સરળતા રહે છે.

(Disclaimer: આ લેખમાં આપેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરો.)
First published: August 12, 2021, 12:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading