ડાયાબિટીસથી પીડાતા હોય તો આ ફાળો અને શાકભાજીથી દુર રહો, અહીં જાણો શું ખાવું જોઈએ


Updated: June 2, 2021, 8:09 PM IST
ડાયાબિટીસથી પીડાતા હોય તો આ ફાળો અને શાકભાજીથી દુર રહો, અહીં જાણો શું ખાવું જોઈએ
પ્રતિકાત્મક તસવીર

યુવાનોમાં પણ ડાયાબિટીસનું પ્રમાણ ભયંકર સ્તરે પહોંચ્યું હોવાનું આંકડા કહી રહ્યા છે. વર્તમાન જીવનશૈલીમાં ડાયાબિટીસ થવું ખૂબ સામાન્ય બાબત થઈ ચૂકી છે.

  • Share this:
નવી દિલ્હી : દેશમાં દર વર્ષે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. યુવાનોમાં પણ ડાયાબિટીસનું પ્રમાણ ભયંકર સ્તરે પહોંચ્યું હોવાનું આંકડા કહી રહ્યા છે. વર્તમાન જીવનશૈલીમાં ડાયાબિટીસ થવું ખૂબ સામાન્ય બાબત થઈ ચૂકી છે. ડાયાબિટીસમાં લાંબા સમય સુધી બ્લડમાં શુગરનું લેવલ વધેલું હોય છે, જેના પરિણામે દર્દીને વારંવાર ટોયલેટ જવું પડે છે. ભૂખ તરસ વધુ લાગે છે. આવી સમસ્યાઓથી દર્દી હેરાન-પરેશાન થઈ જાય છે.

ડાયાબિટીસ અંગે વનએમજીનું કહેવું છે કે, ડાયાબિટીસના કારણે શરીરમાં ઈન્સ્યુલીનનું પૂરતું ઉત્પાદન થતું નથી. જો આવું લાંબા સમય સુધી ચાલ્યા રાખે તો દર્દી સામે અનેક બીમારીઓનો ખતરો ઊભો થાય છે. આવી સ્થિતિમાં દર્દીને સમજી-વિચારીને ખાવું જોઈએ. જો આવું ન કરવામાં આવે તો દર્દીનું સુગર લેવલ વધી જાય છે. તેનો જીવ પણ જઈ શકે છે. તો ચાલો, ડાયાબિટીસના દર્દીઓને કયા કયા ફળો અને શાકભાજી ખાવા જોઈએ તથા કયા ન ખાવા જોઈએ તે અંગે જાણીએ.

ક્યા ક્યા ફળ અને શાકભાજી ખાવા?

• કેળામાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધુ હોય છે. ત્યારે ડાયાબિટીસના દર્દીને એક વખતે અડધું કેળું જ ખાવું જોઈએ.

• ડાયાબિટીસના દર્દીએ દરરોજ 1 અડધું સફરજન ખાવું જોઈએ. સફરજનમાં મોટા પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરે છે અને પાચન ક્રિયાને પણ તંદુરસ્ત રાખે છે.

• ડાયાબિટીસના દર્દી માટે જામફળ ખૂબ ફાયદાકારક છે. તેમાં વિટામિન A, વિટામિન C અને ડાયેટરી ફાઇબર હોય છે. તે ઓછું ગળ્યું હોય છે.• ડાયાબિટીસના દર્દીઓ માટે આ ઉપરાંત નાશપતિ, જાંબુ પણ ખાવા પણ સારા છે. તેમાં મોટા પ્રમાણમાં વિટામિન અને ડાયેટરી ફાઇબર હોય છે. જે બ્લડ સુગર ઘટાડવામાં મદદ કરે છે.

• કારેલા પણ બ્લડ સુગરનું લેવલ કંટ્રોલ કરવામાં કારગર નિવડે છે. કરેલામાં ફાઈટોકેમિકલનું પ્રમાણ વધુ હોય છે. આ ફાઈટોકેમિકલ ડાયાબિટીસના દર્દી માટે સારું હોય છે.

• ભીંડામાં રહેલું માઇરીસીટીન તત્વ ડાયાબીટીસના દર્દીઓ માટે ફાયદાકારક નીવડે છે.

કયા ફળ અને શાકભાજીથી દુર રહેવું

• દ્રાક્ષ અને ચેરીમાં કાર્બોહાઈડ્રેટ હોય છે. જેથી તેને વધુ ખાવા જોઈએ નહીં.

• પાકેલા અનાનસમાં શુગરનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. માટે આ ફળથી પણ દૂર રહેવું.

• પાકી ગયેલી એક કેરીમાં 25થી 30 ગ્રામ કાર્બોહાઇડ્રેટ હોય છે. જે લોહીમાં શર્કરાને વધારી શકે છે. માટે કેરીથી પણ દૂર રહો.

• સૂકા મેવાનું વધુ સેવન ન કરો

• બટાકા, કોળા, બીટરૂટ અને મકાઈથી જેવા સ્ટાર્ચ અને કાર્બોહાઇડ્રેટ ધરાવતા શાકભાજીથી બચો.

(Disclaimer: આ લેખમાં આપેલી જાણકારી અને સૂચનો સામાન્ય જ્ઞાન પર આધારિત છે. ન્યૂઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત તજજ્ઞનો સંપર્ક કરો.)
First published: June 2, 2021, 8:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading