health tips: ગાજરના બીજનું તેલ, મહિલાઓના આરોગ્ય માટે છે આશીર્વાદરૂપ, આવા છે ફાયદા


Updated: March 27, 2021, 9:16 PM IST
health tips: ગાજરના બીજનું તેલ, મહિલાઓના આરોગ્ય માટે છે આશીર્વાદરૂપ, આવા છે ફાયદા
પ્રતિકાત્મક તસવીર

ગાજર બીજના તેલમાં વિટામિન એ, કેરોટિન, આલ્ફા પિનીન, લિમોનેન, કેરોટોલ અને બીટા બિસાબોલીન જેવા ડેરિવેટિવ્ઝ હોય છે. જેનાથી મહિલાઓને કનડતી અનેક સમસ્યાનો ઉકેલ મળે છે.

  • Share this:
હેલ્થ ડેસ્કઃ શારીરિક સમસ્યાઓથી (Physical problems) બચવા માટે તબીબો ગાજર (Carrots) અને મૂળા (Radish) સહિતના શાકભાજી ખાવાની સલાહ આપે છે. ગાજર તો લોકો ભરપૂર પ્રમાણમાં ખાય છે. ગાજરથી થતા ફાયદાનું (benefits of carrots) જ્ઞાન પણ અનેક લોકોને છે પરંતુ શું તમે જાણો છો કે, ગાજરના બીજનું તેલ (carrot seed oil) પણ ખુબ ફાયદાકારક છે!

ગાજર બીજના તેલમાં વિટામિન એ, કેરોટિન, આલ્ફા પિનીન, લિમોનેન, કેરોટોલ અને બીટા બિસાબોલીન જેવા ડેરિવેટિવ્ઝ હોય છે. જેનાથી મહિલાઓને કનડતી અનેક સમસ્યાનો ઉકેલ મળે છે. માટે અહીં ગાજરના બીજના તેલથી થતા ફાયદા દર્શાવ્યા છે.

માસિક દરમિયાન ઉભી થતી સમસ્યાઓ દૂર કરે

ગાજર બીજનું તેલ પીરિયડ્સ દરમિયાન ઉભી થતી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. પરિયડ્સ વચ્ચે યોગ્ય અંતર રાખે છે. આ તેલનો ઉપયોગ પેટના અને કમરના દુ:ખાવામાં પણ રાહત આપે છે. સાથે જ સ્નાયુઓના તાણની સમસ્યાથી પણ રાહત આપે છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ રુંવાડા ઊભા કરી દે ઓવો મારા મારીનો live video, લાકડાનો ફટકો મારતા 6 માસની બાળકી નીચે પટકાઈ

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્રેમ પામવા યુવક પરિણીતાના પુત્રોની સ્કૂલ વાનનો ડ્રાઈવર બન્યો, ઘરે ચુંબનો કરી દુષ્કર્મ આચર્યુંઇન્ફેક્શનથી બચવા મદદરૂપ થાય
મહિલાઓને ઘણા પ્રકારના ઇન્ફેક્શનનો સામનો કરવો પડે છે. ગાજરના બીજનું તેલ ઇન્ફેક્શન સામે લડવા મદદરૂપ થાય છે. ગાજરના બીજના તેલમાં એન્ટિસેપ્ટિક ગુણ ધર્મ રહેલો છે. જેનાથી યુરિન, પેટ, આંતરડાં, ગળા અને મોઢાના સંક્રમણથી બચી શકાય છે. આ તેલ ઉધરસ, ફલૂ, શરદી જેવા વાઇરલ ઇન્ફેક્શનથી પણ દૂર રાખે છે.

આ પણ વાંચોઃ-સુરતઃ અતુલ બેકરીના માલિકની કારે સર્જી અકસ્માતની વણજાર, ત્રણ મોપેડને મારી ટક્કર, મહિલાનું મોત, બે ઇજાગ્રસ્ત

આ પણ વાંચોઃ-ચાલુ બસમાં બારીમાંથી માથું બહાર રાખી યાત્રી બેઠો હતો, ટ્રક માથું કચડીને જતો રહ્યો, બારીમાં લટકતી રહી લાશ

કરચલીની સમસ્યાથી છુટકારો આપે, સદા યુવાન રાખે
ગાજરના બીજનું તેલ એન્ટી એજિંગ તેલ તરીકે પણ ઓળખવામાં આવે છેમ જેનાથી મોઢા પરની કરચલીઓ દૂર થાય છે. તેલમાં એન્ટિઓક્સિડન્ટ બહોળા પ્રમાણમાં જોવા મળે છે જેનાથી સનબર્નની સમસ્યા નડતી નથી. આ તેલ ઓઈલી અને ડ્રાય એમ બન્ને પ્રકારની સ્કિનમાં ઉપયોગ કરી શકાય છે.



લાંબા કાળા વાળ
લાંબા કાળા અને જાડા વાળ માટે પણ આ તેલ ખૂબ ફાયદાકારક છે. આ તેલ નાખવાથી વાળમાં ચમક આવે છે. આ સાથે જ વાળનું ખરવું અને તૂટવું પણ બંધ થઈ શકે છે. (Disclaimer: લેખમાં આપેલી વિગતો અને સૂચનો સામાન્ય માન્યતાઓ ઉપર આધારિત છે. News18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લેવી)
First published: March 27, 2021, 8:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading