Health tips: સારી અને ભરપૂર ઊંઘ લેવાના આ પાંચ છે ફાયદા

News18 Gujarati
Updated: February 22, 2021, 9:32 PM IST
Health tips: સારી અને ભરપૂર ઊંઘ લેવાના આ પાંચ છે ફાયદા
પ્રતિકાત્મક તસવીર

ભરપૂર ઊંઘ આપણા માટે ખૂબ જ જરૂરી છે. જેનાથી અનેક પ્રકારની બીમારીઓ દૂર થાય છે. સારી અને ભરપૂર ઊંઘ બાદ તમે ખૂબ જ ઉર્જાવાન અનુભવો છો.

  • Share this:
લાઈફ સ્ટાઈલ ડેસ્કઃ આપણા નિયમિત જીવનમાં ઊંઘ (sleep) ખૂબ જ જરૂરી છે. ઊંઘ આપણા શરીર અને મસ્તિષ્કને આરામ આપવાની એક પ્રક્રિયા છે, જેનાથી શરીર અને મન ઉર્જાનો સંગ્રહ કરે છે. જેથી તમે કામ કરવા માટે તૈયાર થઈ જાવ છો તેમજ સારી અને ભરપૂર ઊંઘ બાદ તમે ખૂબ જ ઉર્જાવાન અનુભવો છો. જો કોઈ કારણસર તમારી ઊંઘ પૂરી નથી થતી તો તમે પરેશાન, ચીડિયાપણું, આળસ તથા કમજોરી જેવી સમસ્યા ઉત્પન્ન થાય છે. જોવા જઈએ તો અનિંદ્રા કોઈ બીમારી નથી પરંતુ એક જીવનશૈલી (lifestyle) છે.

અનિંદ્રાના લક્ષણો

· ઊંઘવાની કોશિશ કર્યા બાદ પણ ઊંઘ ન આવવી.

· ઊંઘ આવવા છતાં થોડીવાર બાદ જાગવું અથવા વારંવાર ઊંઘ ઉડવાની ફરિયાદ હોવી.
· ઉંઘમાંથી ઉઠ્યા બાદ પણ ઉર્જાવાન ન અનુભવવું અને સુસ્તી લાગવી.
· વ્યક્તિ ખુદને અસ્વસ્થ અનુભવે છે.· અનિંદ્રા ગ્રસ્ત વ્યક્તિ હંમેશા ચીડિયું રહે છે અને જલદી ગુસ્સો આવે છે.
· અનિંદ્રા ગ્રસ્ત વ્યક્તિ ચિંતા અને તણાવ જેવી સમસ્યાથી ઘેરાયેલો રહે છે.

ઊંઘ ઓછી આવવાનો દુષ્પ્રભાવ

· ભરપૂર ઊંઘ ન થવાથી તણાવ અને માનસિક રોગના શિકાર બનીએ છીએ.
· ઊંઘ પૂરી ન થવાથી શરીર અને મગજને આરામ મળતો નથી જેનાથી શરીરમાં દુખાવો, શરીર અકળાવું અને થાક જેવી સમસ્યા ઉત્પન્ન થાય છે.
· યોગ્ય ઊંધ ન થવા પર પાચનતંત્ર પર અસર પડે છે જેનાથી કબજિયાત જેવી સમસ્યા રહે છે.

આ પણ વાંચોઃ-OMG! ડાંગમાં 14 વર્ષના બાળકો બન્યા માતા-પિતા, કિશોર પિતા સામે પોક્સો હેઠળ ગુનો નોંધાયો

આ પણ વાંચોઃ-ઇમાનદારી! ગોંડલઃ સર્વિસમાં આવેલા બાઈકમાંથી રૂ.2.30 લાખ ભરેલું પર્સ મળ્યું, ગેરેજ સંચાલકે ફોન કરી માલિકને પરત આપ્યું

· ભરપૂર ઊંઘ ન લેવા પર વ્યક્તિ કોઈ પણ કાર્યમાં એકાગ્રતા નથી કેળવી શકતો અને સ્મરણશક્તિ ઓછી થાય છે.
· ઊંઘ ઓછી આવવા પર વ્યક્તિ નાની નાની બાબતમાં ગુસ્સે થાય છે જેનાથી પરિવાર સમાજ અને ઓફિસમાં લોકો તેની સાથે વાત કરવામાં સંકોચ અનુભવે છે.
· ઊંઘના અભાવના કારણે થાક લાગે છે અને શરીર હંમેશા ભારે લાગે છે.
· ઓછી ઊંઘ લેતા લોકોમાં વજન વધવાની સમસ્યા રહે છે.

આ પણ વાંચોઃ- ગર્લફ્રેન્ડ ન મળતા નરાધમે પાંચ વર્ષની બાળકીને પીંખી નાંખી, પિતા બોલ્યા 'ફાંસી ઉપર લટકાવી દો'

આ પણ વાંચોઃ- કરુણ ઘટના! સોળે શણગાર સજીને પરિણીતાને મરવું પડ્યું, દુલ્હન બનતા જ જિંદગી બની ગઈ નરક

સારી ઊંઘના ફાયદા

· સારી ઊંઘ આવવા પર બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ વગેરે જેવી સમસ્યાથી બચી શકાય છે.
· સારી ઊંઘ આવ્યા બાદ ફ્રેશ અનુભવાય છે અને કોઈ પણ કામમાં મન પરોવાયેલું રહે છે.
· પર્યાપ્ત ઊંઘ બાદ ઉર્જાવાન અનુભવાય છે.
· પર્યાપ્ત ઊંઘ લીધા બાદ વ્યક્તિની સ્મરણ શક્તિ સારી થાય છે.
· સારી ઊંઘ લેવાથી એકાગ્રતા વધે છે.
· પર્યાપ્ત ઊંઘ લેવાથી વ્યક્તિના ચહેરા પર સ્મિત રહે છે.સારી ઊંઘ લેવા માટેના ઉપાય
· તમે સૂર્યનમસ્કાર, પર્વતાસન, વજ્રાસન અને દંડાસન કરી શકો છો.
· નિયમિત ઓછામાં ઓછી ત્રીસ મિનિટ ફટાફટ ચાલો. ચાલતા સમયે કોઈપણ પ્રકારના ગીત અથવા કોઈની વાત ન સાંભળો.
· જો તમને કોઈ રમતનો શોખ છે તો સમય કાઢીને તે જરૂર રમો.
· કોશિશ કરો કે નિયમિત તમે કોઈને કોઈ શ્રમ કરો.
Published by: ankit patel
First published: February 22, 2021, 9:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading