વજન ઘટાડવા માટે પીવો અળસીનો ઉકાળો, સ્થૂળતાથી મળશે છૂટકારો


Updated: June 16, 2021, 3:04 PM IST
વજન ઘટાડવા માટે પીવો અળસીનો ઉકાળો, સ્થૂળતાથી મળશે છૂટકારો
અળસી

અળસીના બીજ વજનને નિયંત્રણમાં રાખી શકે છે. તે ફાઈબર અને પ્રોટીનથી ભરપુર છે.

  • Share this:
કોરોના મહામારી દરમિયાન મોટાભાગના લોકો તેમના ઘરોમાં બંધ છે. જેઓ ઘરેથી કામ કરે છે, તેઓ કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહે છે. આવી સ્થિતિમાં લોકો આજકાલ વજન વધવાની સમસ્યાથી પરેશાન છે. વજન વધવાના કારણે અન્ય શારીરિક સમસ્યાઓ પણ વધે છે. વજન વધવાના કારણે હાર્ટ પ્રોબ્લેમ્સ શરૂ થાય છે. વધેલા વજનથી છૂટકારો મેળવવા માટે લોકો ડાયેટિંગ શરૂ કરે છે. ઘણી વખત ખાવા-પીવાની ઘણી વસ્તુઓ આહારમાં શામેલ કરવાથી વજન ઘટાડવામાં મદદ કરે છે. આમાંની એક વસ્તુ ફ્લેક્સસીડ(અળસી) છે.

તમને જણાવી દઈએ કે અળસી વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. આ માટે તમારે અળસીના બીજનો ઉકાળો કરીને તેનું સેવન કરવું પડશે. અળસી બીજનો ઉકાળો તમને તમારું વજન ઘટાડવાની સાથે અન્ય રોગોથી પણ દૂર રાખશે. અહીં આપણે જાણીશું કે અળસીનો ઉકાળો કેવી રીતે બનાવવો અને તેનું સેવન કેવી રીતે કરવું.

વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે

અળસીના બીજ વજનને નિયંત્રણમાં રાખી શકે છે. તે ફાઈબર અને પ્રોટીનથી ભરપુર છે. તેને ખાધા પછી અળસી તમારી ભૂખને કાબૂમાં રાખશે, જેથી તમને ભૂખ લાગવાની સમસ્યાથી ફરીવાર છુટકારો મળશે. ફ્લેક્સસીડમાં હાજર ફાઇબર પાચનની પ્રક્રિયાને ધીમું કરે છે. જેના કારણે હોર્મોન્સ નિયંત્રિત થાય છે, જે અકાળ ભૂખને શાંત કરવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં તમારું પેટ ભરાયેલું રહે છે અને વજન આપોઆપ ઓછું થવા લાગે છે.

આ રીતે અળસીનો ઉકાળો બનાવો

સામગ્રીએક ગ્લાસ પાણી
અળસી બીજ પાવડર
એક ચમચી લીંબુનો રસ
ગોળનો એક નાનો ટુકડો

અળસીનો ઉકાળો બનાવવાની રીત

સૌપ્રથમ એક વાસણમાં એક ગ્લાસ પાણી નાંખો અને ધીમી આંચ પર ગેસ પર મૂકો. હવે તેમાં એક ચમચી અળસી પાવડર નાખો. લગભગ 2થી 3 મિનિટ સુધી તેને આ રીતે ઉકળવા દો. ત્યારબાદ ગેસ બંધ કરો અને તેને કપમાં મૂકો. તે ઠંડુ થયા બાદ તેમાં એક ચમચી લીંબુનો રસ અને ગોળનો એક નાનો ટુકડો ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો. દરરોજ આ ઉકાળો પીવો. તમે થોડા દિવસોમાં તેની અસર અનુભવી શકશો.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી સૂચના સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 તેની પુષ્ટિ કરતુ નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
First published: June 16, 2021, 3:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading