Health Tips: ઇમ્યુનિટી બુસ્ટર ડીટોક્સ ડ્રીંક્સ

News18 Gujarati
Updated: December 13, 2020, 3:25 PM IST
Health Tips: ઇમ્યુનિટી બુસ્ટર ડીટોક્સ ડ્રીંક્સ
(પ્રતીકાત્મક તસવીર)

ચાલો જાણીએ કેટલાંક ઈફેક્ટીવ અને ઈઝી ડીટોક્સ ડ્રિંક્સ વિશે

  • Share this:
ઝીલન દવેઃ અત્યારે બધાનું ધ્યાન જે વાત પર સૌથી વધારે છે તે છે ઈમ્યુનિટી. શરીરની રોગપ્રતિકારક શક્તિ સારી હશે તો કોરોના, બીજા ઈન્ફેક્શન અને અનેક રોગોને આપણે હરાવી શકીશું. તો ચાલો જોઈએ કેટલાંક ઈફેક્ટીવ અને ઈઝી ડીટોક્સ ડ્રિંક્સ. જે શરીરની સફાઈ કરીને રોગપ્રતિકારક શક્તિ વધારી આપે છે. સાથે જ તે વજન ઘટાડવામાં, ખોરાકને પચાવવામાં અને મેટાબોલિઝમ બૂસ્ટ કરવામાં પણ ઉપયોગી છે.

તો ચાલો જોઇએ કેટલાંક બેસ્ટ અને ઇન્ટ્રસ્ટીંગ ડીટોક્સ ડ્રિંક્સ

1 – સંતરા, ગાજર અને આદુનું ડિટોક્સ ડ્રિંક

સંતરા વિટામિન સી અને એન્ટીઓક્સિડેન્ટ્સનું પાવરહાઉસ છે. ગાજરમાં બીટાકેરોટિન અને ફાયબર હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. આદુ પાચન સુધારવા માટે ખૂબ ઉપયોગી છે. આ ડ્રિંક બનાવવાની રીત પણ જોઈ લઈએ..
સંતરા અને ગાજરનો રસ અલગ અલગ કાઢી લો
તેને બ્લેન્ડરમાં નાખીને તેમાં થોડી હળદર અને આદુ મિક્સ કરો30 સેકન્ડ સુધી તેને બ્લેન્ડ કરો અને તેમાં થોડો લીંબુનો રસ નાખો
ગાળીને આ ડ્રિંક સર્વ કરો

(પ્રતીકાત્મક તસવીર)


2 – કાકડી અને ફૂદીનાનું ડીટોક્સ ડ્રીંક
પેટ થોડુ ખરાબ થાય તો આપણને ફૂદીનો તરત યાદ આવે. પાચન સુધારવામાં ફૂદીનો ઘણી મદદ કરી શકે છે. અને તેની સાથે એન્ટિઓક્સિડેન્ટ્સથી ભરપૂર કાકરી અને લીંબુ હોય તો તે સૌથી સારૂ અને ઇન્ટ્રેસ્ટીંગ ડીટોક્સ ડ્રિંક બની જાય છે. આ ડ્રિંક બનાવવા માટે
એક કાકડી, આઠ-દસ ફૂદીનાના પાન લો
કાકડીને છોલી, સમારી તેને ફૂદીનાના પાન અને એક કપ પાણી સાથે બ્લેન્ડ કરો
તેને ગાળી તેમાં લીંબૂનો રસ અને બ્લેક સોલ્ટ ઉમેરો
જ્યુસને ગ્લાસમાં કાઢી તેમાં લીંબૂનો રસ નાખી સર્વ કરો

આ પણ વાંચો, કોરોનાથી બહાર આવવામાં લાગી રહ્યો છે સમય? આ ટિપ્સની લો મદદ

3 – દાડમ અને બીટનો જ્યુસ
દાડમ અને બીટના ગુણોને કારણે આર્યુર્વેદમાં તેને આગવુ સ્થાન મળ્યું છે. જો તેમાં તાજો એલોવેરા જ્યુસ પણ ઉમેરવામાં આવે તો તે શ્રેષ્ઠ ઇમ્યુનિટી બુસ્ટર ડ્રીંક બની જાય છે. તો ચાલો બનાવતા શીખીએ આ અદભૂત ડ્રીંક
દાડમના દાણા અને બીટના ટુકડાને બ્લેન્ડ કરો.
તેમાં એલોવેરા પલ્પ એડ કરી ફરી એકવાર બ્લેન્ડ કરો
તેમાં થોડો મરી પાવડર અને બ્લેક સોલ્ટ ઉમેરી પીવો

(પ્રતીકાત્મક તસવીર)


4 – મધ, લીંબુ અને આદુની ચા
ચા પ્રત્યે આપણા ભારતીયોનો પ્રેમ આખી દુનિયા જાણે છે. ગળુ ખરાબ તો સૌથી પહેલા આપણને લીંબુ અને આદુ યાદ આવે. પણ જો તેમાં મધ પણ ઉમેરી દેવામાં આવે તો તે બની જશે પરફેક્ટ ડીટોક્સ ડ્રીંક
ચાલો જોઈ લઈએ તેની રીત..
એક પેનમાં ત્રણ કપ પાણી ગરમ કરો
તેમાં આદુ, ચા પત્તી, બીંબુનો રસ અને મધ ઉમેરો
એક કપમાં ગાળીને આ ચા પીવો

આ પણ વાંચો, શિયાળામાં ફાટી ગયા છે હોઠ તો અપનાવી જુઓ આ ઘરેલું નુસખા..

5 – હળદરની ચા
હળદર એન્ટિઓક્સિડેન્ટ્સ અને એન્ટિ ઇન્ફ્લેમેટરીનું પરફેક્ટ કોમ્બિનેશન છે. હળદરની ચાના અનેક ફાયદા છે. લિવરને સાફ કરવામાં હળદર ઘણી અસરકારક છે. સાથે જ તે ઈમ્યુનિટી પણ વધારે છે. તો ચાલો જાણી લઈએ તેની રીત
એક પેનમાં ત્રણ કપ પાણી લઈ તેને ગરમ કરો
તેમાં હળદર અને આદુ છીણીને નાખો
આ પાણી એક કપ થાય તેટલુ ઉકાળો
પાણીને ગાળીને તેમાં લીંબુનો રસ નાખી પીવો
રોજિંદા ખોરાકમાં જંતુનાશક દવાઓ, પ્રિઝર્વેટીવ્સના માધ્યમથી શરીરમાં જતા ટોક્સિન્સને શરીરમાંથી બહાર કાઢવા જરૂરી છે. આવા ડીટોક્સ ડ્રિંક્સ હાર્ટ, લિવર, કીડની જેવા અંગોને સાફ કરીને તેની કાર્યક્ષમતા વધારે છે. તો રોજ એક નવુ ડિટોક્સ ડ્રિંક બનાવીને પીવો.
Published by: Mrunal Bhojak
First published: December 13, 2020, 3:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading