Health tips: ચામાં માત્ર આ બે વસ્તુઓ ઉમેરો, ઈમ્યુનિટી બૂસ્ટરની જેમ કરશે કામ


Updated: July 30, 2021, 10:39 PM IST
Health tips: ચામાં માત્ર આ બે વસ્તુઓ ઉમેરો, ઈમ્યુનિટી બૂસ્ટરની જેમ કરશે કામ
પ્રતિકાત્મક તસવીર

Immunity Booster Tea: ઘરેલુ નુસ્ખાની મદદથી ઈમ્યુનિટી બૂસ્ટ કરી શકાય છે. અનેક એવી પ્રાકૃતિક વસ્તુઓ છે, જેનું સેવન કરવાથી ઈમ્યુન સિસ્ટમ સ્ટ્રોન્ગ બને છે. ઈમ્યુનિટી સ્ટ્રોંગ હોવાથી અનેક પ્રકારના સંક્રમણ, ફ્લૂ અને વાયરસથી બચી શકાય છે.

  • Share this:
Health tips: રોગપ્રતિકારક શક્તિ (Immunity)માં વૃદ્ધિ કરવા માટે અનેક પ્રકારના સ્વાસ્થ્યપ્રદ ફૂડનું સેવન કરવામાં આવે છે. ઈમ્યુનિટી વધારવા માટે અનેક પ્રકારના હેલ્ધી ડ્રિંક્સ (Healthy Drinks)નું સેવન કરવામાં આવે છે. ઘરેલુ નુસ્ખાની મદદથી ઈમ્યુનિટી બૂસ્ટ (Immunity Booster Tea) કરી શકાય છે. અનેક એવી પ્રાકૃતિક વસ્તુઓ છે, જેનું સેવન કરવાથી ઈમ્યુન સિસ્ટમ સ્ટ્રોન્ગ બને છે. ઈમ્યુનિટી સ્ટ્રોંગ હોવાથી અનેક પ્રકારના સંક્રમણ, ફ્લૂ અને વાયરસથી બચી શકાય છે. જો તમે દૈનિક ચાનું સેવન કરો છો તો તમે ચાને ઈમ્યુનિટી બૂસ્ટર ડ્રિંક (Immunity Booster Drink) પણ બનાવી શકો છો. ચામાં કેટલીક ખાસ વસ્તુઓ ઉમેરવાથી તમે ચાને હેલ્ધી બનાવી શકો છો અને તેનું નિયમિત સેવન કરવાથી ઈમ્યુન સિસ્ટમ પણ સ્ટ્રોંગ બને છે.

ચામાં કરો આ બદલાવ
ચામાં કેટલીક ખાસ વસ્તુઓ ઉમેરવાથી ચા હેલ્ધી બને છે અને સાથે-સાથે ઈમ્યુનિટી પણ સ્ટ્રોંગ બને છે. જો તમે એવું વિચારી રહ્યા છો કે ઈમ્યુનિટીને માત્ર એક દિવસમાં વધારી શકાય છે તો તે ક્યારેય શક્ય ન થઈ શકે. ઈમ્યુનિટી વધારવા માટે નિયમિતરૂપે પ્રયાસ કરવાની જરૂરિયાત છે. ચામાં આદુ, મધ અથવા ગોળ પણ ઉમેરી શકાય છે. તેની સાથે સાથે ચામાં અન્ય બે ખાસ વસ્તુઓ ઉમેરવાથી ઈમ્યુનિટીમાં વધારો થાય છે.

મૂલેઠી
આયુર્વેદમાં અનેક પ્રકારના રોગને દૂર કરવા માટે મૂલેઠીનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમે આ વિશેષ વસ્તુનો ચા બનાવવા માટે ઉપયોગ કરો છો, તો તમારી ઈમ્યુનિટીમાં વૃદ્ધિ થઈ શકે છે. મૂલેઠીમાં ઈમ્યુન સિસ્ટમને બૂસ્ટ કરવા માટે અનેક ગુણ રહેલા છે. આયુર્વેદમાં મૂલેઠીનો ઔષધિ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. મૂલેઠીની મદદથી સર્દી-ખાંસી જેવી સમસ્યા દૂર કરી શકાય છે અને શ્વસનપ્રણાલી (Respiratory)ની સમસ્યા પણ દૂર કરી શકાય છે. મૂલેઠીમાં એન્ટી વાયરલ અને એન્ટી-ઓક્સીડન્ટ્સ રહેલા છે, ઈમ્યુનિટી બૂસ્ટ કરવાનું કામ કરે છે.

આ પણ વાંચોઃ-Health tips: ડાયટિંગમાં સ્ટ્રીટ ફૂડ ખાધા વગર રહેવાતું નથી? આ વસ્તુઓ ખાઈ શકાય છેલવિંગ
લવિંગ એન્ટી વાયરલ અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ રહેલા છે. ચામાં લવિંગ ઉમેરવાથી તમારા સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદો થઈ શકે છે. લવિંગવાળી ચા પીવાથી તમારી ઈમ્યુનિટી સ્ટ્રોંગ બને છે. ચામાં લવિંગ ઉમેરવાથી એક ફ્લેવર આવી શકે છે. લવિંગ શરીરમાં રહેલ કંજક્શનને પણ દૂર કરવામાં મદદ કરે છે.

(નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
First published: July 30, 2021, 9:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading