Health Tips: રોજ સવારે કરો Vitamic C ટેબ્લેટનું સેવન, ઘણી બીમારીઓથી મળશે છૂટકારો


Updated: August 19, 2021, 8:38 AM IST
Health Tips: રોજ સવારે કરો Vitamic C ટેબ્લેટનું સેવન, ઘણી બીમારીઓથી મળશે છૂટકારો
વિટામીન સી એક એન્ટીઓક્સીડેન્ટ તત્વ છે જે શરીરની ઇમ્યૂનિટીને બૂસ્ટ કરે છે. (તસવીર સાભાર- Shutterstock)

Vitamin C Tablets Health Benefits: વિટામિન સીની ગોળીઓના સેવનથી કઈ બીમારીઓને દૂર રાખી શકીએ છીએ?

  • Share this:
Vitamin C Tablets Health Benefits: ઘણા પ્રકારના ફળોની મદદથી આપણા શરીરને વિટામિન સી મળી રહે છે. સાથે જ દ્રાવ્ય વિટામિન સી અંગે વાત કરીએ તો શરીરમાં તેની કમી લીંબુ, સંતરા, સ્ટ્રોબેરી, કીવી, બેલ મરી, બ્રોકોલી, કેલ અને પાલકના સેવનથી પૂરી થાય છે. જો તમે તેનું સેવન નથી કરી શકતા તો તમે વિટામિન સી સપ્લિમેન્ટ્સની ટેબ્લેટ્સનું સેવન પણ કરી શકો છો. વેબમેડ અનુસાર શરીરને રોજ 500ml વિટામિન સીની જરૂર પડે છે. જો ફળ દ્વારા તમને વિટામિન સી ન મળી શકે તો તમારે વિટામિનની ગોળીઓનું સેવન કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, આ કોરોનાકાળમાં લોકોને વિટામિન સી (Vitamin C)ની ટેબ્લેટ્સ (Tablets) અથવા કેપ્સ્યુલ (Capsules) લેવાની જરૂરત સારી રીતે સમજાઈ ગઈ છે. અહીં આજે જાણીશું કે આપણે વિટામિન સીની ગોળીઓના સેવનથી કઈ બીમારીઓને દૂર રાખી શકીએ છીએ.

1. હૃદય માટે ફાયદાકારક


વિટામિન સી એક એન્ટીઓક્સિડન્ટ તત્વ છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તે લોહીમાં એન્ટીઓક્સિડન્ટના સ્તરને વધારે છે, જે હૃદયની સમસ્યાઓને દૂર રાખે છે અને કોઈપણ પ્રકારના હૃદયરોગનું જોખમ દૂર રાખી શકાય છે.

2. હાઈ બ્લડ પ્રેશરમાં ફાયદાકારક
જો તમે નિયમિતપણે વિટામિન સી સપ્લિમેન્ટ્સનો ઉપયોગ કરો છો, તો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ઓછી થઈ શકે છે.

આ પણ વાંચો, Hair Care Tips: ખરતા વાળની સમસ્યાથી છો પરેશાન, તો ટાલથી બચવા માટે કરો આ ઉપાય

3. આયર્ન શોષણ વધારે છે

જો તમે વિટામિન સીનું સેવન કરો છો, તો તેનાથી શરીરમાં આયર્નનું શોષણ વધુ સારું થાય છે અને શરીરમાં એનિમિયાની કોઈ ફરિયાદ નથી રહેતી.

4. રોગપ્રતિકારક શક્તિમાં વધારો

વિટામિન સીનું સેવન કરવાથી શ્વેત રક્તકણોને વધુ સારી રીતે કાર્ય કરે છે અને ત્વચાની સંરક્ષણ પ્રણાલીને મજબૂત બનાવે છે. ઉપરાંત તેઓ ઘાવને ઝડપથી મટાડવામાં પણ મદદ કરે છે.

આ પણ વાંચો, Health Tips: શરીરમાં આયરનની ઉણપના કારણે વાળ અને ત્વચાને થઈ શકે આવું નુકસાન, આવી રીતે રાખો કાળજી

5. ત્વચા અને વાળને સુંદર બનાવે

શરીરમાં કોલેજન બનાવવા માટે વિટામિન સી જરૂરી છે. કોલેજન એ શરીરમાં હાજર એક પ્રકારનું પ્રોટીન છે, જે આપણા વાળ, ત્વચા અને નખમાં જોવા મળતી જોડાયેલી પેશીઓ બનાવવાનું કાર્ય કરે છે. આવી સ્થિતિમાં જો તમે વિટામિન સીની ગોળીઓ અથવા કેપ્સ્યુલ્સનું સેવન કરો છો, તો તમારા વાળ અને ત્વચા પણ સારી રહેશે. જોકે, તમે ડોક્ટરની સલાહ બાદ જ તેનું સેવન કરો તે હિતાવહ છે.
First published: August 19, 2021, 8:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading