જાણો શું છે ઝોમ્બી વાયરસ, શું ખરેખર આ વાયરસ માણસો માટે ખતરનાક સાબિત થશે?

News18 Gujarati
Updated: December 2, 2022, 7:31 PM IST
જાણો શું છે ઝોમ્બી વાયરસ, શું ખરેખર આ વાયરસ માણસો માટે ખતરનાક સાબિત થશે?
જાણો ઝોમ્બી વાયરસ વિશે

Zombie virus: ઝોમ્બી વાયરસની હાલમાં ચારેબાજુ ચર્ચાઓ ચાલી રહી છે. કોરોના પછી હાલમાં લોકો આ વાયરસની ચર્ચાઓ કરી રહ્યા છે. ઝોમ્બી વાયરસ શું છે અને માણસોને એટેક કરી કે નહીં એ વિશે જાણો તમે પણ.

  • Share this:
Zombie virus news: કોરોના વાયરસ પછી અચાનક ઝોમ્બી વાયરસ પર વાત શરૂ થઇ ગઇ છે. જો કે આ વાયરસ બરફથી ભરેલા સાઇબેરિયા વિસ્તારમાં 48500 વર્ષથી દબાયેલુ હતુ અને હવે એ બહાર આવી ગયો છે. આ જળવાયુ પરિવર્તનને કારણે બહાર આવ્યુ છે. વૈજ્ઞાનિકોનું માનવુ છે કે જળવાયુ પરિવર્તનને કારણે ગરમી વધી રહી છે અને આનાથી બરફ પીગળે છે જેના કારણે આપોઆપ જ આ વાયરસ બહાર આવી રહ્યો છે. પરંતુ સવાલ એ થાય છે કે આનું નામ ઝોમ્બી વાયરસ કેમ છે અને આ વાયરસ આપણાં માટે ખતરનાક સાબિત થાય કે નહીં? તો જાણો આ વિશે તમે પણ વધુમાં..

આ પણ વાંચો: ઠંડીમાં બાળક ઉઠવામાં બહુ નખરાં કરે છે?

ઝોમ્બી વાયરસ શું છે?શોધકર્તાઓનું માનીએ તો ઝોમ્બી વાયરસ અમીબા જેવા પરજીવી સાથે જોડાયેલો હોઇ શકે છે જે માણસો માટે સંક્રામક વાયરસની શ્રેણીમાં રાખી શકાતો નખી. પરંતુ આ અમીબામાં સંક્રમણનું કારણ બની શકે છે અને આને લઇને વૈજ્ઞાનિકોનું પણ કહેવુ છે કે આ જાનવરો અને ફુલ-છોડમાં કોઇ પણ પ્રકારના સંક્રમણને કારણે રહ્યા હશે.

શું માણસોને આ વાયરસથી નુકસાન થાય?


એક તરફ વૈજ્ઞાનિકો આને ફુલ-છોડ અને જૂના જાનવરોની બીમારીઓ અને સંક્રમણ સાથે જોડાયેલ હોય એમ જોઇ રહ્યા છે. જ્યારે આગળ વાત કરીને માણસોની કરીએ તો એ પ્રભાવિત કરી શકે છે.આ પણ વાંચો: આ ઘરેલું ઉપાયોથી આંખોની ડ્રાયનેસ દૂર કરી દો

આ સાથે જ કેટલાક વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે આ સ્મોલપોક્સનું એક જેનેટિક સ્ટ્રક્ચર જેવા છે જેને લઇને અનુમાન કરવામાં આવે છે કે આ બરફમાં દબાયેલા હતા. જ્યારે બરફ પીગળી છે ત્યારે આ બહાર આયા છે અને ઝાડ-પાન તેમજ પક્ષીઓમાં ફેલાઇ શકે છે અને આગળ વધીને સંક્રમણનું કારણ પણ બની શકે છે.


શું વાયરસથી ચિંતા કરવી જોઇએ?


માણસો આ વાયરસને લઇને હાલમાં કોઇ ચિંતા કરવાની જરૂર નથી. તમને જણાવી દઇએ કે આ વાયરસ માણસને સીધી રીતે એટેક કરતુ નથી, પરંતુ આગળ વધીને કોરોનાની જેમ પક્ષીઓમાંથી ફેલાવીને ઝૂનોટિક વાયરસ બની શકે છે અને પછી માણસો સુધી પહોંચી શકે છે, પરંતુ આ વિશે માણસોને હાલમાં કોઇ ચિંતા કરવાની જરૂર નથી. આ માણસોથી હજુ ઘણો દૂર છે.
Published by: Niyati Modi
First published: December 2, 2022, 7:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading