લૂ સામે રક્ષણ મેળવવા તમારા ડાયટમાં જરૂર શામેલ કરો આ 7 વસ્તુઓ


Updated: July 3, 2021, 7:26 AM IST
લૂ સામે રક્ષણ મેળવવા તમારા ડાયટમાં જરૂર શામેલ કરો આ 7 વસ્તુઓ
પ્રતિકાત્મક તસવીર

વધુ પડતી ગરમી અને તડકામાં ડાયટનું ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે.

  • Share this:
ગરમીની ઋતુમાં બીમાર થવાનું જોખમ સૌથી વધુ રહે છે. વધુ પડતો તડકો અને ગરમ હવાઓને કારણે લૂ લાગવા જેવી સમસ્યા પણ સર્જાય છે. રોજબરોજના કામ અને ઓફિસ જવા માટે ના છુટકે તડકામાં બહાર જવું પડે છે. વધુ પડતી ગરમી અને તડકામાં ડાયટનું ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. લૂથી બચવા માટે વડીલ અનેક પ્રકારના ઘરેલુ નુસ્ખા અપનાવે છે. તમે પણ લૂથી બચવા માટે અનેક પ્રકારના ફળ અને શાકભાજીને તમારી ડાયટમાં શામેલ કરીને તમે લૂથી બચી શકો છો.

કોથમીર

કોથમીર ભોજનને ગાર્નિશ કરવા માટે કામ આવે છે. અનેક પ્રકારની ચટની અને સલાડ બનાવવા માટે કોથમીરનો ઉપયોગ કરવામાં આવે છે. તમે પણ ગરમીઓમાં લૂથી બચવા માટે કોથમીરને તમારી ડાયટમાં જરૂરથી શામેલ કરો. કોથમીર અનેક પ્રકારના પોષકતત્વોથી ભરપૂર હોવાના કારણે લૂ સામે તમને રક્ષણ આપે છે.

ગુલાબનું શરબત

ગુલાબનું શરબત ગરમીઓમાં ઠંડકનો અનુભવ કરાવે છે. ગુલાબનું શરબત સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે તેની તાસીર પણ ઠંડી હોય છે. જેનાથી તમને ગરમીથી રાહત મળે છે.

Climate change: શું વાયુમંડળની ઉપરની સપાટી ઠંડી થઈને સંકોચાઈ રહી છે?છાશનું સેવન

ગરમીમાં છાશનું સેવન કરવું જ જોઈએ. છાશ તમારા શરીરને ઠંડક પ્રદાન કરે છે અને વધુ પડતી તરસ પણ લાગતી નથી. છાશનું સેવન કરવાથી શરીરમાં ડિહાઈડ્રેશનની સમસ્યા પણ થતી નથી.

ડુંગળી

લૂથી બચવા માટે અને તેના ઈલાજ માટે ડુંગળી ખૂબ જ લાભદાયી છે. તમારી ડાયટમાં ડુંગળી જરૂરથી શામેલ કરો. કાચી ડુંગળીનું સેવન કરવાથી શરીરમાંથી ગરમી દૂર થાય છે.

બેલનું શરબત

ગરમીમાં બેલનું સરબત ઠંડક પ્રદાન કરે છે અને સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે. બેલ શરીરમાં પાણીની કમીને દૂર કરે છે તેથી તમારી આહારપ્રણાલીમાં બેલને જરૂરથી શામેલ કરવું જોઈએ.

ગર્ભવતી મહિલાઓ પણ હવે લગાવી શકશે કોરોના વેક્સીન, સ્વાસ્થ્ય મંત્રાલયની મંજૂરી

ઋતુગત ફળ

આ તમામ વસ્તુઓની સાથે તમારી ડાયટમાં ઋતુગત ફળને પણ શામેલ કરો. ગરમીમાં તરબુચ, કાકડી, ખીરા, દ્રાક્ષ વગેરે ફળનું અથવા તેમના રસનું જરૂરથી સેવન કરો.

કેરીની છાલ

ગરમીની ઋતુમાં તમે કેરીના પન્નાનું સેવન કરી શકો છો. કેરીનો પન્નો તમને લૂ સામે રક્ષણ આપે છે. તથા પાચન પ્રક્રિયા યોગ્ય રાખવાનું પણ કામ કરે છે.

(નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી જેના, પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્માંતનો સંપર્ક કરવો.)
First published: July 3, 2021, 7:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading