મોટો ખુલાસો, સ્ટ્રોંગ ઇમ્યુનીટી ઇચ્છતા હોય તો પેકેજ્ડ ફૂડથી રહો દૂર, જાણો કારણ

News18 Gujarati
Updated: March 5, 2021, 1:27 PM IST
મોટો ખુલાસો, સ્ટ્રોંગ ઇમ્યુનીટી ઇચ્છતા હોય તો પેકેજ્ડ ફૂડથી રહો દૂર, જાણો કારણ
પ્રતિકાત્મક તસવીર

શરીરમાં વધતા ફ્રુક્ટોઝ આપણી ઇમ્યુન સિસ્ટમ પર અસર કરે છે. જે વધુ મોલેક્યુલ્સ બનાવે છે, જેનાથી ચેપ લાગવાની સંભાવના વધારે છે.

  • Share this:
High fructose levels can damage immune system - ભોજનમાં વધુ ખાંડ ખાવી એ આરોગ્ય માટે સમસ્યાઓનું કારણ બની શકે છે. તે માત્ર તમારા હૃદયને જ નહીં, પરંતુ તમારા વજનમાં પણ વધારો કરે છે. એમ પણ મીઠી વસ્તુઓમાં પોષણના મૂલ્યો ઓછા છે, જેથી હવે ઘણા લોકો તેને ભોજનમાં લેવાનું ટાળે છે. ત્યારે હવે મીઠા ખાદ્યપદાર્થો પર કરાયેલા સંશોધનથી વધુ એક વાત સામે આવી છે કે હાઈફ્રૂકટોઝ લેવલવાળા ખોરાકથી આપણી રોગપ્રતિકારક શક્તિ પર ખરાબ અસર પડે છે.

ઉલ્લેખનીય છે કે, ફ્રુક્ટોઝ એ ફળોમાં જોવા મળતો મીઠો પદાર્થ છે, જે ફળોના રસ અને મધમાં જોવા મળે છે. તે સોડા, કેન્ડી અને પેકેજ્ડ ખોરાક બનાવવા વપરાતા હાઇ-ફર્ક્ટોઝ કોર્ન સીરપ (High-Fructose Corn Syrup)માં પણ હોય છે. News18.comના એક રિપોર્ટ મુજબ, યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટોલ, ફ્રાન્સિસ ક્લાર્ક ઇન્સ્ટિટ્યૂટ લંડન અને મેડિકલ સ્કૂલ ઓફ સ્વાન્સિયા વેલ્સના વૈજ્ઞાનિકોએ એક શોધ પર કામ કર્યું. જેને સાયન્સ જર્નલ નેચર કમ્યુનિકેશન્સ દ્વારા પ્રકાશિત કરાયું છે. આ સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે શરીરમાં વધતા ફ્રુક્ટોઝ આપણી ઇમ્યુન સિસ્ટમ પર અસર કરે છે. જે વધુ મોલેક્યુલ્સ બનાવે છે, જેનાથી ચેપ લાગવાની સંભાવના વધારે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે લોકોએ પ્રોસેસ્ડ ફૂડ એટલે કે જ્યુસ, કેન્ડી, સોડા વોટર, પેકેજ્ડ ફૂડ ખાવાનું ટાળવું જોઈએ. આ પ્રોડક્ટ્સ બનાવવાની પ્રક્રિયામાં હાઇ-ફ્રૂકટોઝ કોર્ન સીરપ વપરાય છે, જે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ પર ખરાબ અસર કરે છે.

ફ્રૂકટોઝથી રહો દૂર, વધારો રોગપ્રતિકારક શક્તિ

ન્યુટ્રિશનિસ્ટ સિડની ગ્રીનના હવાલે અહેવાલમાં જણાવાયું છે કે હાઈ ઇન્ફ્લેમેશન આપણી રોગપ્રતિકારક શક્તિ પર વધારાનું દબાણ લાવી શકે છે, જેથી આપણે બીમારીઓની ઝપેટમાં આવી શકીએ છે. જેથી ખોરાકમાંથી ફ્રુક્ટોઝ દૂર કરીને આપણે રોગપ્રતિકારક શક્તિને વધારી શકીએ છીએ.

આ પહેલીવાર નથી જ્યારે સંશોધન દ્વારા પુષ્ટિ થઇ છે કે મીઠી ચીજોનું વધુ સેવન આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. અગાઉ પણ કહેવામાં આવ્યું છે કે વધુ પડતી ખાંડ આપણા શરીરમાં ધમનીઓમાં બળતરા પેદા કરી શકે છે, જે તેની જડતામાં વધારો કરે છે. જેના કારણે હૃદય સાથે જોડાયેલી બીમારીઓ જેમ કે સ્ટ્રોક, હાર્ટ એટેક, હાર્ટ ફેલની સંભાવના છે વધી જાય છે.(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આની પુષ્ટિ કરતુ નથી. તેનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
Published by: Jay Mishra
First published: March 5, 2021, 1:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading