Holi 2021: ધુળેટીમાં આ 10 ટિપ્સથી રાખો બાળકોનું ખાસ ધ્યાન, શરીર પરથી રંગ કાઢવામાં નહીં પડે મુશ્કેલી

News18 Gujarati
Updated: March 22, 2021, 1:06 PM IST
Holi 2021: ધુળેટીમાં આ 10 ટિપ્સથી રાખો બાળકોનું ખાસ ધ્યાન, શરીર પરથી રંગ કાઢવામાં નહીં પડે મુશ્કેલી
પ્રતીકાત્મક તસવીર

Holi 2021: હોળીની મોજ મસ્તી જળવાઈ રહે તે માટે જરૂરી છે કે આપણે આપણા બાળકો(Kids)ને કોઈપણ પ્રકારની સમસ્યાઓથી બચાવીને રાખીએ.

  • Share this:
Holi 2021: હોળી (Holi )ના તહેવારમાં સૌથી વધારે ઉત્સાહિત બાળકો હોય છે. આખો દિવસ તેમની મોજ મસ્તી ચાલતી રહે છે. આ સમયે પેરેન્ટ્સે (parents) બાળકો પ્રત્યે વધુ સાવધ રહેવાની જરૂર હોય છે. હોળીની મોજ-મસ્તી બાળકો માટે કોઈ મુશ્કેલી ન બની જાય તે માટે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવુ જરૂરી છે. કારણ કે, રંગો સાથે બાળકો સુરક્ષિત નથી હોતા કે પછી તેમની સાથે કોઈપણ પ્રકારની દુર્ઘટના બની શકે છે, કે પછી તેઓ બીમાર પડી શકે છે અને બધી મજા ખરાબ થઈ શકે છે. માટે હોળીમાં બાળકોને બહાર મોકલતા પહેલા કેટલીક વાતો (tips) ધ્યાનમાં લેવી જરૂરી છે. આવો જાણીએ હોળીના દિવસે બાળકોનું ધ્યાન કેવીરીતે રાખવું.

1. ઓર્ગેનિક કલર્સનો ઉપયોગ કરો

કેમિકલવાળા રંગોની તુલનામાં ઓર્ગેનિક કલર થોડા ફીકા હોય છે પણ તે બાળકોની નાજુક સ્કીનને નુકસાન નથી કરતા. આ રંગ બાળકોની આંખો કે મોંમા જતા રહે તો પણ કેમિકલવાળા રંગોની તુલનામાં ઓછું નુકસાન કરે છે. માટે નેચરલ કલર્સનો પ્રયોગ કરો.

2. તેલ અથવા ક્રીમ લગાવો

હોળી રમતા પહેલા બાળકોને નારિયેળ કે સરસિયાનું તેલ લગાવવાનું ન ભૂલશો. ખાસ કરીને શરીરનો જે ભાગ ખુલ્લો હોય ત્યાં તેલ અથવા ક્રીમ લગાવીને તેમને બહાર મોકલો. આમ કરવાથી કેમિકલ યુક્ત રંગો તેમની સ્કીનને નુકસાન નહી કરે અને આસાનીથી દૂર થઈ જશે.

3. બાળકોને આખુ શરીર ઢંકાય તેવા કપડા પહેરાવોહોળી માટે જો તમારા બાળકો બહાર જાય છે તો એ વાતનું ધ્યાન રાખો કે તેમને ફૂલ સ્લીવના કપડા પહેરાવો. જો તેમના હાથ અને પગ ઢંકાયેલા રહેશે તો કેમિકલવાળા રંગોથી તેઓ બચી શકશે.

નવસારી: પતિએ છૂટાછેડા ન આપતા પત્નીએ પ્રેમી સાથે મળી કરી નાંખી હત્યા, ત્રણ બાળકો નોંધારા

4. વાળનું પણ રાખો ધ્યાન

બહાર જતા પહેલા બાળકોના વાળમાં તેલ લગાવીને તેમના વાળ બાંધી લો. તેનાથી વાળ પર રંગોનો પ્રભાવ ઓછો થશે. તેમના વાળ બાંધી દો જેથી હોળી રમતા તેમના વાળ તેમની આંખોમાં ન આવે અને ઓછા ખરાબ થાય.

5. તેમના નખ કાપો

હોળી પહેલા બાળકોના નખ જરૂર કાપી નાખો. તેમના નખ કાપેલા હશે તો ઓછા ગંદા થશે અને બીજાને પણ તેમના નખ વાગશે નહી.

World Water Day 2021: કેમ ઉજવવામાં આવે છે વિશ્વ જળ દિવસ, શું છે કારણ?

6. ફર્સ્ટએડ બોક્સ તૈયાર રાખો

સાવધાની રાખીને ફર્સ્ટએડ બોક્સ પહેલેથી તૈયાર રાખો. ઘણીવાર હોળી રમતા સમયે ભાગતા-દોડતા કોઈને ઈજા પણ થઈ શકે છે.

7. બાળકોને બરાબર ખવડાવી-પિવડાવીને મોકલો

હોળી રમતા સમયે બાળકો ખાવા-પીવાનું ભૂલી જતા હોય છે અને ડિહાઈડ્રેટ થઈ જતા હોય છે. તેવામાં ઘરેથી નીકળતા પહેલા તેમને કંઈક ખવડાવી-પીવડાવી દો.

8. ભીના થાય એટલે તરત કપડા બદલી નાખો

વધુ સમય સુધી ભીના કપડામાં રહેવાને કારણે બાળકો બિમાર પડી શકે છે. માટે તેમના એક્સ્ટ્રા કપડા કાઢીને રાખો અને બદલતા રહો. (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચના સામાન્ય જાણકારી પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતુ. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત જાણકારનો સંપર્ક કરો)
Published by: Kaushal Pancholi
First published: March 22, 2021, 1:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading