Holi 2021: જાણો હોળી પછી કેવી રીતે સાફ કરશો રંગોથી ભરેલા નખ, અપનાવો આ સરળ ટિપ્સ

News18 Gujarati
Updated: March 25, 2021, 12:10 PM IST
Holi 2021: જાણો હોળી પછી કેવી રીતે સાફ કરશો રંગોથી ભરેલા નખ, અપનાવો આ સરળ ટિપ્સ
ટ્રાન્સપરન્ટ નેઇલ પેઇન્ટની મદદથી કલર્સ સરળતાથી કાઢો

Holi 2021: તમે હોળીમાં શરીર અને વાળ(Hair)ની સાથે-સાથે તમારા નખ(Nails)ની પણ સુરક્ષા કરો અને જો તેમાં રંગ લાગી જાય તો તરત જ તેને સાફ કરો.

  • Share this:
Holi 2021: હોળી રમતા પહેલા લોકો સ્કીન અને વાળની સુરક્ષાને લઈને જરૂરી પગલા લેતા હોય છે. એટલુ જ નહી હોળીમાં રંગોથી રમ્યા બાદ સ્કીન(skin) અને વાળ(hair)માં લાગેલા રંગને સાફ કરવા માટે પણ લોકો એટલી જ મહેનત કરતા હોય છે જેથી રંગોનો હાનિકારક પ્રભાવ તેમના શરીર પર ન પડે. પણ લોકો એક વાત ભૂલી જાય છે અને તે છે તેમના નખ. ખાસ કરીને છોકરીઓને તેમના નખનું ખાસ ધ્યાન રાખવુ પડે છે કારણ કે છોકરીઓ તેમની સુંદરતા વધારવા મોટા નખ રાખતી હોય છે અને તેની ખુબજ કેર કરતી હોય છે. હોળીથી પહેલા શરીર પર ઓઈલ લગાવવાથી સ્કીનને રંગોથી પ્રોટેક્ટ કરી શકાય છે. પણ નખ તરફ કોઈનું ધ્યાન જતુ નથી. જેથી તેમા કલર્સ લાગેલો રહે છે.

નખ તમારી હેલ્થ સાથે પણ જોડાયેલા હોય છે. નખમાં જો રંગ રહી જાય તો લોકો માને છે કે આ રંગ ધીરે-ધીરે જાતે જ નીકળી જશે પણ આપણે હાથથી જમતા હોઈએ છીએ ત્યારે આ હાનીકારક રંગો આપણા શરીરમાં જાય છે. અને શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ પેદા થાય છે. માટે ખુબ જરૂરી છે કે શરીર સાથે નખની અંદર રહેલા રંગને પણ બરાબર સાફ કરવામાં આવે. તો આવો તમને જણાવીએ હોળી પર નખને કેવીરીતે સાચવી શકાય અને કલર્સને કેવીરીતે નીકાળી શકાય.


જોરથી સ્ક્રબ ન કરો
 - મોટાભાગે છોકરીઓ રંગ નીકાળવા માટે પોતાના નેલ્સને જોરથી સ્ક્રબ કરતી હોય છે. પણ આમ કરવાથી જેટલુ વધારે તમે ઘસો રંગ તેટલા જ વધારે ઘાટા થઈ શકે. માટે હાથ કે નખને ખૂબ જોરથી રગડશો નહી. થોડી ધીરજ રાખીને પહેલા શરીર પર લાગેલા રંગને સાફ કરી લો અને નખને છેલ્લે સાફ કરો.
ઠંડા પાણીમાં પલાળો- હોળીના રંગો તમારા નખને ઘણાં ડલ કરી નાખે છે. માટે નેલ્સના કલર્સ બને તેટલા જલ્દી કાઢી નાખો. કેટલીક મહિલાઓ આ માટે ગરમ પાણીનો ઉપયોગ કરે છે પણ તમે ઠંડા પાણીમાં નખ બોળીને રાખો આમ કરવાથી કલર જલ્દી ઉતરી જાય છે.
લીંબુનો ઉપયોગ કરો- હોળી બાદ નખ પીળા પડી જતા હોય છે. તેવામાં નખમાંથી રંગ કાઢવા અને તેને ફરી સફેદ તેમ જ ચમકદાર બનાવવા લીંબુની મદદ લઈ શકાય છે. આ માટે એક વાટકીમાં લીંબુનો રસ લો અને તમારા નખને 10 મિનિટ સુધી લીંબુના રસમાં બોળી રાખો. લીંબુનો રસ એક અસરકારક બ્લિચિંગ એજન્ટ છે. જે પીળા થયેલા નખનો ઈલાજ કરે છે અને તેને સાફ પણ કરે છે. એટલુ જ નહી તે તમારા નખને મજબૂત બનાવીને તેને તૂટતા પણ રોકે છે.ટ્રાન્સપેરેન્ટ નેલ પેઈન્ટનો ઉપયોગ કરો-ટ્રાન્સપરેન્ટ નેલ પેઈન્ટની મદદથી નેલ કલર્સ આસાનીથી નીકળી જાય છે. તમે તમારા નખ પર ટ્રાન્સપેરેન્ટ નેલ પેઈન્ટ લગાવો અને પછી નેલ્સને ગરમ પાણીમાં પલાળીને રાખો. પાણીમાં થોડા બદામના તેલના ટીપા પણ ઉમેરો. તેનાથી રંગ ઉતારવામાં મદદ મળશે.
પહેલાથી પ્રોટેક્ટ કરો જો તમે ચાહતા હોવ કે તમારા નખ પર ઓછામાં ઓછો રંગોનો પ્રભાવ પડે તો તેને પહેલેથી જ પ્રોટેક્ટ કરો. આ માટે તમે હોળીના થોડા દિવસ પહેલાથી સુતા પહેલા તમારા નખ પર બદામના તેલ કે ઘીથી મસાજ કરો. અને હોળી પહેલા કોઈ ડાર્ક શેડની નેલ પેઈન્ટ નખ પર લગાવી લો. જેથી હોળી રમ્યા બાદ નખમાંથી કલર્સ નીકાળવો આસાન રહેશે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચના સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત જાણકારનો સંપર્ક કરો)
Published by: Margi Pandya
First published: March 25, 2021, 12:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading