ઋતુ બદલાતા ગળામાં ખીચખીચ થાય છે? આ રહ્યા રાહતના સરળ રસ્તા


Updated: July 8, 2021, 11:06 PM IST
ઋતુ બદલાતા ગળામાં ખીચખીચ થાય છે? આ રહ્યા રાહતના સરળ રસ્તા
Image Credit : Shutterstock

હાલ કોરોના મહામારીમાં થોડીક ઉધરસ પણ હોય તો ભયનો માહોલ સર્જાય જાય છે. આવી સ્થિતિમાં તમે સરળ અને અસરકારક ઘરેલું ઉપચારથી રાહત મેળવી શકો છો

  • Share this:
Home Remedies for Sore Throat or Cough: અત્યારે ઋતુ બદલવાની શરૂઆત થઇ ચૂકી છે. પરિણામે અનેક લોકોના ગળામાં દુઃખાવો થઈ રહ્યો છે. ગાળામાં હળવો સોજો પણ આવી જાય છે. હાલ કોરોના મહામારીમાં થોડીક ઉધરસ પણ હોય તો ભયનો માહોલ સર્જાય જાય છે. આવી સ્થિતિમાં તમે સરળ અને અસરકારક ઘરેલું ઉપચારથી રાહત મેળવી શકો છો.

મીઠા અને નવશેકા પાણીના કોગળા

ગળામાં દુ:ખાવો થતો હોય તો મીઠાવાળા હુંફાળા પાણીમાં કોગળા કરવાની ખૂબ જૂની પદ્ધતિ છે. મીઠામાં એન્ટી બેક્ટિરિયલ ગુણ હોય છે. જે ગળાની તકલીફને દૂર કરે છે. તે માટે તમારે એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી મીઠું ભેળવો અને દિવસમાં 3થી 4 વખત કોગળા કરો. રાહત થશે.

હળદરવાળું દૂધ

દૂધમાં હળદર મિક્સ કરી પીવાથી ગળાના દુ:ખાવામાં ખૂબ રાહત છે. તેનાથી આરામ મળે છે. હળદરનાં દૂધમાં કુદરતી એન્ટિબાયોટિક ગુણધર્મો હોય છે.

હર્બલ ચાએક ગ્લાસ દૂધમાં એક ટુકડો હળદર, તજ, લિકોરિસને 10 મિનિટ સુધી ઉકાળો અને પાણીને દિવસમાં 3થી 4 વખત પીવો. રાહત મળશે.

આ પણ વાંચો - વજન ઘટાડવું છે? તો રોજ પીઓ મગની દાળનું પાણી, ઘણી બીમારીઓથી રહેશો દૂર

મધનો ઉપયોગ

એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી હળદર અને લીંબુનો રસ ભેળવી દિવસમાં ત્રણ વખત પીવાથી સૂકી ઉધરસમાં રાહત મળે છે. સામાન્ય રીતે મધ હ્યુપેરટોનિક ઓસ્મોટિક હાઈપરોનિક ઓસમાટીક જેવું હોય છે. જે ગળાના સોજા અને દુઃખાવો દૂર કરે છે.

એપલ વિનેગર

ગળામાં ઉત્પન્ન થયેલા બેક્ટેરિયાનો ખાત્મો કરવા માટે એપલ વિનેગર પણ ફાયદાકારક નીવડી શકે છે. એક ચમચી વિનેગર અને હર્બલ ટીમાં ભેળવી પીવાથી અને એક ચમચી વિનેગરને પાણીમાં ભેળવી કોગળા કરવાથી ઉધરસની સમસ્યા દૂર થાય છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યૂઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધીત નિષ્ણાંતનો સંપર્ક કરો)
First published: July 8, 2021, 11:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading