કોરોના સંક્રમણને કારણે હ્રદય પર સોજો આવી શકે છે, આવી રીતે થઈ શકે છે નુકસાન


Updated: August 14, 2021, 6:48 PM IST
કોરોના સંક્રમણને કારણે હ્રદય પર સોજો આવી શકે છે, આવી રીતે થઈ શકે છે નુકસાન
પ્રતિકાત્મક તસવીર

સમગ્ર વિશ્વમાં કોરોના (Cororna) મહામારીને કારણે ગંભીર પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. આ વાયરસની શરીર પર કેવી રીતે અસર કરે છે, તે અંગે સંશોધનકર્તાઓ રિસર્ચ (Resarch) કરી રહ્યા છે. મહામારીની શરૂઆતમાં હ્રદય રોગ (heart attack), હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ (Diabetes) જેવી ગંભીર બિમારીઓ ધરાવતા લોકોને કોરોનાની ગંભીર અસર થવાનું કહેવામાં આવતું હતું.

  • Share this:
નવી દિલ્લી:  સમગ્ર વિશ્વમાં કોરોના (Cororna) મહામારીને કારણે ગંભીર પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. આ વાયરસની શરીર પર કેવી રીતે અસર કરે છે, તે અંગે સંશોધનકર્તાઓ રિસર્ચ (Resarch) કરી રહ્યા છે. મહામારીની શરૂઆતમાં હ્રદય રોગ (heart attack), હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ (Diabetes) જેવી ગંભીર બિમારીઓ ધરાવતા લોકોને કોરોનાની ગંભીર અસર થવાનું કહેવામાં આવતું હતું. આપણે ખૂબ જ સારી રીતે જાણીએ છીએ કે, કોરોના વાયરસ (Corona virus)ને કારણે સ્વાસ્થ્યને ખૂબ જ ગંભીર નુકસાન થઈ શકે છે. કોરોનાને કારણે હ્રદય પર અસર થઈ શકે છે અને હ્રદય સંબંધિત બીમારીઓ થવાનું જોખમ રહે છે. ફાઈજર અને મોડર્ના જેવી કોવિડ વિરોધી રસીઓના કારણે હ્રદય પર સોજો આવવાનું જોખમ રહેલું છે. જોકે, રસીના કારણે આ પ્રકારની સમસ્યા થતી હોવાનું ખૂબ જ ઓછું જોવા મળે છે. કોવિડની વેક્સીન કરતા કોરોના વાયરસને કારણે હ્રદય પર સોજો આવવાની અધિક આશંકા છે.

આ વાયરસને કારણે હ્રદયને કેવી રીતે નુકસાન થઈ શકે છે

સાર્સ-કોવ-2 વાયરસ ડાયરેક્ટ શરીર પર હુમલો કરે છે, જેના કારણે હ્રદય પર સોજો આવી શકે છે. વાયરસને કારણે હ્રદય પર અસર થઈ શકે છે, જેથી હ્રદયની માંસપેશીઓ અને બહારના લેયર પર સોજો આવે છે. જેને માયોકાર્ડિટિસ અને પેરિકાર્ડિટિસ કહેવામાં આવે છે. કોવિડના કારણે સોજો આવતા લોહીના ગઠ્ઠા થઈ શકે છે. આ લોહીના ગઠ્ઠાને કારણે મસ્તિષ્કની નસો પર અસર થઈ શકે છે અને હાર્ટ અટેક અથવા સ્ટ્રોક આવવાનું જોખમ રહે છે.

કોવિડના કારણે હ્રદયના ધબકારા પર અસર થાય છે, પગ અને ફેંફસામાં લોહીના ગઠ્ઠા થવા લાગે છે તથા હ્રદય પર સોજો આવવાનું જોખમ રહેલું છે. કોવિડના હ્રદય પર સોજો કેવી રીતે આવે છે, માંસપેશીઓને નુકસાન કેવી રીતે થાય છે, તે અંગે આપણે ધીમે ધીમે સમજ મેળવી રહ્યા છીએ. કોવિડ અંગેની અનેક બાબતોની સ્પષ્ટતા મેળવવાની બાકી છે.

કોવિડનો ભોગ બનતા લગભગ 10 થી 30 ટકા લોકોમાં ‘લોન્ગ કોવિડ’ના લક્ષણો જોવા મળ્યા છે. 3,700 દર્દીઓ પર અધ્યયન કરવામાં આવ્યું છે. તેમાંથી 90 ટકાથી વધુ લોકોએ જણાવ્યું કે, કોરોના સંક્રમણ થયા બાદ સંપૂર્ણ રીતે સાજા થવામાં 8 મહિનાથી અધિક સમય લાગ્યો હતો.

ઓક્ટોબર 2020માં સૌથી પહેલા ભારતમાં ડેલ્ટા વેરિએન્ટના કેસ સામે આવ્યા હતા, આ ડેલ્ટા વેરિએન્ટ ખૂબ જ સંક્રમક છે. કોવિડ-19 અંગેની અનેક નવી નવી જાણકારીઓ સામે આવી રહી છે. કહેવામાં આવે છે કે, ડેલ્ટા વેરિએન્ટના કારણે અનેક ગંભીર બિમારીઓ થઈ શકે છે. ડેલ્ટા વેરિએન્ટના કારણે હ્રદય સંબંધિત સમસ્યામાં વધારો થવાની આશંકા રહેલી છે.સ્કોટલેન્ડમાં એક સ્ટડી કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું છે કે, બ્રિટનમાં ઉત્પન્ન થયેલ અલ્ફા વેરિએન્ટની સરખામણીએ ડેલ્ટા વેરિએન્ટના સંક્રમણનો ભોગ બનતા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાનું બમણું જોખમ હતું. યુવાનોમાં ડેલ્ટા વેરિએન્ટનું સંક્રમણ ખૂબ જ જલ્દીથી ફેલાઈ રહ્યું હતું. આ પરિસ્થિતિમાં સારા સમાચાર એ છે કે, ફાઈઝર અને એસ્ટ્રાજેનેકા રસીના બે ડોઝ લીધા બાદ ડેલ્ટા વેરિએન્ટના કારણે ઉત્પન્ન થયેલ ગંભીર સમસ્યા થવાનું જોખમ ઓછું રહે છે.

વૈજ્ઞાનિકોએ ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા કોવિડ વેક્સીન અને લોહીના ગઠ્ઠા થવાની સમસ્યા વચ્ચેની એક કડીની શોધ કરી છે. કોવિડ વેક્સીન અને હ્રદય પર સોજો (માયોકાર્ડિટિસ અને પેરિકાર્ડિટિસ) આવવા વચ્ચે એક ગંભીર અસર જોડાયેલ છે. સામાન્ય રીતે આ પ્રકારની અસર 30 વર્ષથી ઓછી વય ધરાવતા પુરુષોમાં અને બીજો ડોઝ લીધેલ વ્યક્તિઓમાં જોવા મળે છે. આ પ્રકારના કેસ ખૂબ જ ઓછા જોવા મળે છે. ઓસ્ટ્રેલિયામાં 56 લાખ લોકોને ફાઈઝરની વેક્સીન આપવામાં આવી છે. 1 ઓગસ્ટ સુધી હ્રદય પર સોજો આવવાના 111 કેસ સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં આ વેક્સીનની ગંભીર અસરના કારણે મોત થયું હોવાના કોઈ સમાચાર સામે આવ્યા નથી.

આ પણ વાંચો: વધુ પડતી મગફળી ખાવાથી શરીરમાં વધે છે કેન્સર ફેલાવાનો ખતરો: બ્રિટિશ સંશોધકોનો દાવો

હ્રદય પર સોજો આવવાના કેસમાં ધીમા દરે વૃદ્ધિ જોવા મળી રહી છે. આ પ્રકારના નાના નાના જોખમોની સરખામણીએ કોવિડની રસી ખૂબ જ અસરકારક છે. જો કોરોનાની વેક્સીન લીધા બાદ છાતીમાં દુખાવો, ધબકારામાં અનિયમિતતા, બેભાન થવું અથવા શ્વાસ લેવામાં તકલીફ થવી જેવા લક્ષણો જોવા મળે તો તાત્કાલિક ડૉકટરનો સંપર્ક કરવો જોઈએ.
Published by: kuldipsinh barot
First published: August 14, 2021, 6:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading