Chocolate Day: દેશમાં ચોકલેટનું ચલણ ક્યારથી વધ્યું, દેશવાસીઓ વર્ષે કેટલા ટન ચોકલેટ આરોગી જાય છે?

News18 Gujarati
Updated: February 9, 2021, 10:58 AM IST
Chocolate Day: દેશમાં ચોકલેટનું ચલણ ક્યારથી વધ્યું, દેશવાસીઓ વર્ષે કેટલા ટન ચોકલેટ આરોગી જાય છે?
ચોકલેટ ડે 2021.

Chocolate Day: દેશમાં ચોકલેટનું સતત વધી રહેલું ચલણ, લોકો હવે ચોકલેટને મીઠાઈના વિકલ્પ તરીકે જોવા લાગ્યા છે.

  • Share this:
નવી દિલ્હી: હાલ વેલેન્ટાઇન ડે વીક (Valentine day week) ચાલી રહ્યું છે. જે અંતર્ગત આજે (9મી ફેબ્રુઆરી) ચોકલેટ ડે (Chocolate day) છે. ત્યારે ભારતમાં ચોકલેટનું ચલણ ક્યારથી વધારે પ્રચલિત થયું અને દેશમાં વર્ષે કેટલા ટન ચોકલેટ ખવાય છે તે વિશે જાણવું રસપ્રદ રહેશે. અહીં એક વાત એવી પણ થઈ રહી છે કે શું આગામી દિવસોમાં ચોકલેટ એ ભારતની મીઠાઈ (Sweets)નો વિકલ્પ બની જશે. આજકાલ તમે ટીવી માધ્યમમાં 'ચલો કુછ મીઠા હો જાયે' જાહેર ખબર તમે જોઈ જ હશે. પહેલા કદાચ ચોકલેટ રડતા બાળકોને ચૂપ કરાવવાની વસ્તુ હતી પરંતુ હવે એવું બિલકુલ નથી રહ્યું. નાનાથી લઈને મોટા તમામ લોકો ચોકલેટ આરોગી રહ્યા છે. ચોકલેટ ઉત્પાદકો પણ લોકોના દિમાગમાં ચોકલેટએ મીઠાઈનો વિકલ્પ છે એવું ઠસાવી રહ્યા છે.

ઉપર લખ્યું તે રીતે હવે ફક્ત બાળકો જ નહીં તમામ ઉંમરના લોકોને ચોકલેટ પસંદ પડી રહી છે. આ ઉપરાંત ચોકલેટની પણ અસંખ્ય વેરાઈટી બજારમાં ઉપલબ્ધ છે. હવે તો ચોકલેટ આઈસક્રિમ, ચોકલેટ કેક, ચોકલેટ પેસ્ટ્રી, ચોકલેટ બ્રાઉનીઝ, ચોકલેટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ ઉપલબ્ધ છે. આટલું જ નહીં, હવે તો કોકો ફેસ માસ્ક, ક્રિમ ક્લિનર અને બોડી લોશન પણ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: લાંબા ગાળા માટે સોના પાછળની દોડ કેટલી ફાયદાકારક? શું યોગ્ય વળતર મળશે?

બીજી તરફ ટોફી અને ચોકલેટ વચ્ચે એક ભેદ રહેલો છે તેને પણ સ્પષ્ટ કરવો પણ જરૂરી છે. ચોકલેટ કોકોમાંથી બનાવવામાં આવે છે. જે કોકોના છોડમાંથી મળતા બીનો પાઉડર બનાવીને બનાવવામાં આવે છે. જ્યારે ટોફીને ખાંડ કે બટરને ગરમ કરીને બનાવવામાં આવે છે. વેલેન્ટાઇન વીકના ત્રીજા દિવસને ચોકલેટ ડે તરીકે ઉજવવામાં આવે છે.

કોકો એક મધ્યમ કદનું વૃક્ષ છે જેની ઊંચાઈ 13થી લઈને 26 ફૂટ જેટલી હોય છે. જેના બીમાંથી ચોકલેટ બને છે. આ વૃક્ષ મૂળ ઉત્તર અમેરિકાનું છે. ભારતમાં આ વૃક્ષ વાયા ઇન્ડોનેશિયા થઈને પહોંચ્યું હતું. ભારતમાં આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તામિલનાડુ, કર્ણાટક અને કેરળમાં આશરે 78 હજાર હેક્ટર જમીન પર કોકો ઊગાડવામાં આવે છે. ભારતમાં કોકો (બી)નું ઉત્પાદન આશરે 16,050 મેટ્રિક ટન છે. જોકે, ભારતમાં ચોકલેટની માંગ ખૂબ વધારે હોવાથી દેશમાં મોટા પ્રમાણમાં કોકોની આયાત કરવામાં આવે છે.આ પણ વાંચો: સરકાર બહુ ઝડપથી અઠવાડિયામાં ફક્ત ચાર દિવસ કામ કરવાની છૂટ આપી શકે!

દેશમાં ચોકલેટનું ચલણ 1960ની આસપાસ વધવાની શરૂઆત થઈ હતી. આ વર્ષની આસપાસ કેડબરીએ ભારતના ખેડૂતોને કોકો ઊગાડવા માટે મદદ કરવાની શરૂઆત કરી હતી. એક અંદાજ પ્રમાણે 2018ના વર્ષમાં ભારતમાં 22,000 ટન ચોકલેટની ખપત થઈ હતી, જેમાં દર વર્ષે 10થી 12 ટકાનો વધારો નોંધાયા છે. એટલે કે ભારતીયો દર વર્ષે 22 હજાર ટનથી વધારે ચોકલેટ આરોગી જાય છે. કેડબરીએ ભારતમાં 1948માં પોતાનો પ્લાન્ટ નાખ્યો હતો. હાલ તેનો માર્કેટ શેર 70 ટકા છે. કેડબરી હાલ દેશમાં પાંચ ઉત્પાદન પ્લાન્ટ ધરાવે છે. નેસલે અને અમૂલ પણ ઇન્ડિયન ચોકલેટ માર્કેટમાં મોટા નામ છે.
Published by: Vinod Zankhaliya
First published: February 9, 2021, 10:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading