શું તમારા વાળ સતત પાતળા થઈ રહ્યા છે? જરૂર અપનાવો આ ઉપાય

News18 Gujarati
Updated: March 30, 2021, 10:49 AM IST
શું તમારા વાળ સતત પાતળા થઈ રહ્યા છે? જરૂર અપનાવો આ ઉપાય
પ્રતીકાત્મક તસવીર: Shutterstock

આજકાલ લોકો વાળ ખરવાની (Hair Loss) સમસ્યાથી તો ત્રસ્ત છે જ, સાથે જ પાતળા થતા વાળથી (Thin Hair Problem) પણ પરેશાન છે. તેવામાં તમારા વાળને ઘણી વધારે કેર (Care)ની જરૂર પડે છે.

  • Share this:
નવી દિલ્હી: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના વાળ ભરાવદાર અને ચમકીલા હોય, પણ આજકાલ લોકો વાળને લગતી ઘણી સમસ્યાઓથી પરેશાન છે. વાળ ખરવાની (Hair Loss) સમસ્યાથી તો ત્રસ્ત છે જ, સાથે જ પાતળા થતા વાળથી (Thin Hair Problem) પણ પરેશાન છે. તેવામાં તમારા વાળને ઘણી વધારે કેર (Care)ની જરૂર પડે છે. વાળ પર આપણા ખાન-પાનની અસર પડે છે તો તેની બરાબર કેર ન થવાને કારણે પણ વાળ પાતળા થઈ રહ્યા છે. પાતળા વાળમાં કોઈ હેરસ્ટાઈલ સારી લાગતી નથી. જો તમે પણ વાળ પાતળા થવાની સમસ્યાથી પરેશાન છો તો કેટલાંક ઉપાય તમારી મદદ કરી શકે છે.

આંમળા અને લીંબુ કરશે કમાલ

આંમળાનો જ્યૂસ વાળને લાંબા અને ઘાટા બનાવે છે. જો તમે પણ તમારા વાળને જાડા અને કાળા બનાવવા ઈચ્છો છો રોજ સ્નાન કરતા પહેલા થોડીવાર વાળમાં આંમળા અને લીંબુનો રસ મિક્સ કરીને લગાવો.

ઓછું ચીકણું હોય તેવું તેલ વાપરો

જો તમારા વાળ પાતળા છે તો તમારે હળવા અને ઓછા ચીકણા હેર ઓઈલનો ઉપયોગ કરવો જોઈએ. તમે તમારા વાળમાં કોકોનટ ઓઈલ કે રોઝમેરી ઓઈલ લગાવી શકો છો. તેનાથી વાળ વધુ ચીકણાં નહી થાય અને વાળની મજબૂતી પણ વધશે.

આ પણ વાંચો: આ કારણે ફક્ત 30 વર્ષે જ યુવકોને પડવા લાગે છે ટાલ, આવી ભૂલો બિલકુલ ન કરોવાળને મજબૂત બનાવશે ડુંગળીનો રસ

ઘણીવાર વાળ પાતળા હોવાની સાથે રૂક્ષ પણ દેખાય છે. તેના માટે અઠવાડિયામાં બે-ત્રણ વાર વાળમાં ડુંગળીનો રસ લગાવો. તેનાથી વાળ ચમકીલા બનશે.

વાળને ખેંચીને ન બાંધો

જો તમે તમારા વાળને ખેંચીને બાંધવાની ટેવ ધરાવો છો તો આ ટેવ બદલી નાખો. ચોટલો કે પોની બનાવતી વખતે વાળને હલ્કા હાથે અને ખેંચ્યા વગર બાંધો. નહીં તો તમારા વાળ વધારે તૂટશે.

આ પણ વાંચો: લાલબત્તી સમાન કિસ્સો: વાંકડિયા વાળા સીધા કરવા બાળકે માથામાં કેરોસીન લગાવી દીવાસળી ચાંપી, મોત

યોગ્ય શેમ્પૂ પસંદ કરો

સૌથી પહેલા એ વાત પર ધ્યાન આપો કે તમારૂ શેમ્પૂ તમારા વાળ માટે સારૂ છે કે નહી. તમારા વાળ માટે એવું શેમ્પૂ પસંદ કરો જે વાળ માટે સારૂ હોય. તમે તમારા વાળ માટે કોઈ સારી બ્રાન્ડનું શેમ્પૂ ખરીદી શકો છો.

ભીના વાળ ન ઓળશો

મોટા દાંતાવાળા કાંસકાનો ઉપયોગ કરો. તેનાથી વાળ તૂટીને પાતળા નહી થાય. ભીના વાળમાં પણ કાંસકો ન ફેરવો. વાળને નેચરલી સૂકાવા દો. વારંવાર ડ્રાયરનો ઉપયોગ ન કરો.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચના સામાન્ય જાણકારી પર આધારિત છે. New18 Gujarati તેની પુષ્ટિ કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત જાણકારનો સંપર્ક કરો.)
Published by: Vinod Zankhaliya
First published: March 30, 2021, 10:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading