કોરોનાના કપરા સમયમાં શરીરમાં ઑક્સીજન સ્તર વધારવા આ ખોરાકનું કરો સેવન


Updated: April 22, 2021, 11:51 AM IST
કોરોનાના કપરા સમયમાં શરીરમાં ઑક્સીજન સ્તર વધારવા આ ખોરાકનું કરો સેવન
પ્રતીકાત્મક તસવીર.

તમારા દૈનિક આહારમાં એવી વસ્તુઓ શામેલ કરો જેનાથી તમારી રોગ પ્રતિરોધક ક્ષમતામાં વધારો થાય. જેનાથી તમારા લોહીમાં ઑક્સીજનનું સ્તર (Oxygenlevel) પણ યોગ્ય માત્રામાં રહે છે.

  • Share this:
નવી દિલ્હી: કોરોનાનું સંક્રમણ (Coronavirus) દિવસેને દિવસે વધી રહ્યું છે. આ સમયમાં તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. તમારા દૈનિક આહારમાં એવી વસ્તુઓ શામેલ કરો જેનાથી તમારી રોગ પ્રતિરોધક ક્ષમતામાં વધારો થાય. જેનાથી તમારા લોહીમાં ઑક્સીજનનું સ્તર (Oxygenlevel) પણ યોગ્ય માત્રામાં રહે છે. તમારી આહાર પ્રણાલીમાં એવા ખોરાક (Food)ને સ્થાન આપો જે તામારા હિમોગ્લોબીનના સ્તરમાં વધારો કરે. હાર્વર્ડ હેલ્થ & અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન તરફથી જણાવવામાં આવ્યું છે કે શરીરમાં હિમોગ્લોબીનના યોગ્ય સ્તર માટે તમારા આહારમાં કોપર, આયર્ન, વિટામિનની સાથે સાથે ફોલિક એસિડ પણ શામેલ કરવા જરૂરી છે. આ તમામ જરૂરી પોષકતત્વો તમારા શરીરમાં ઓક્સીજનના સ્તરમાં વધારો કરે છે.

>> બટાકા, તલ, કાજૂ અને મશરૂમમાં ભરપૂર માત્રામાં કોપર ઉપલબ્ધ હોય છે.

>> આયર્ન માટે ચીકન, માંસની સાથે લીલા શાકભાજી અને દાળને તમારા આહારમાં શામેલ કરી શકો છો.

>> ઈંડામાં ભરપૂર માત્રામાં વિટામિન એ હોય છે. શક્કરિયા, ગાજર, દૂધી, કેરી અને પાલક વગેરેમાં પણ વિટામિન એ હોય છે.

>> ઓટ્સ, દહીં, ઈંડા, બદામ, પનીર, બ્રેડ અને દૂધ વગેરેને તમારી આહાર પ્રણાલીમાં ઉમેરી શકો છો, જેમાં પર્યાપ્ત માત્રામાં રાઈબોફ્લેવીન હોય છે.

આ પણ વાંચો: કોરોનાએ અઠવાડિયામાં આખો પરીવાર પીંખી નાખ્યો, પતિ, જેઠ સાસુનાં કોરોનાથી મોત બાદ પુત્રવધૂનો આપઘાત>> માંસાહારમાં ભરપૂર માત્રામાં વિટામીન B3 હોય છે. અનાજ, શેકેલા સૂરજમુખીના બીજ, દૂધી અને શેકેલી મગફળી પણ વિટામીન બી 3થી ભરપૂર હોય છે.

>> ચીકન, ટૂના માછલી, ઈંડા, મશરૂમ, મગફળી, એવાકાડો, બ્રોકલી અને બ્રાઉન રાઈસ વિટામીન બી 5થી ભરપૂર હોય છે.

આ પણ વાંચો: મુંબઈનો 'ઑક્સીજન મેન': કોવિડ દર્દીઓને ઑક્સીજન સિલિન્ડર આપવા માટે 22 લાખની કાર વેચી દીધી!

>> ચીકન, માછલી, કેળા, પાલક વગેરેનું સેવન કરવાથી વિટામીન બી6 અને બી9 પ્રાપ્ત થાય છે.

ઓક્સીજનનું સ્તર કેવી રીતે વધારવું

>> લીંબુ વિટામીન સીથી ભરપૂર હોય છે. લીંબુને તમારી આહાર પ્રણાલીમાં શામેલ કરવાથી અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાય છે. લીંબુનું સેવન કરવાથી ઓક્સીજનનું સ્તર પણ યોગ્ય રહે છે.

આ પણ વાંચો: રાજકોટમાં રેમડેસિવીર ઇન્જેક્શન માટે ફરીથી લાઈનો લાગી, ખાનગી હૉસ્પિટલોમાં ઑક્સીજનની પણ અછત

>> અંકુરિત અનાજનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યને અધિક લાભ થાય છે, તથા શરીરમાં ઓક્સીજનનું સ્તર પણ વધારે છે. જે માટે તમે અંકુરિત ચણા, દાળ અને મગ તમારી ડાયટમાં શામેલ કરી શકો છો.

(નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
First published: April 22, 2021, 11:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading