Hug Day : પાર્ટનરને ગળે લગાવવાથી થાય છે અનેક ફાયદા.જાણો શું છે પ્રેમથી હગ કરવાના 'વૈજ્ઞાનિક લાભ'

News18 Gujarati
Updated: February 12, 2021, 1:15 PM IST
Hug Day : પાર્ટનરને ગળે લગાવવાથી થાય છે અનેક ફાયદા.જાણો શું છે પ્રેમથી હગ કરવાના 'વૈજ્ઞાનિક લાભ'
પ્રતિકાત્મક તસવીર

ગળે મળવાથી તમારો પ્રેમ સંબંધ વધુ મજબૂત થાય છે, જોરે, આ સિવાયની વૈજ્ઞાનિક લાભોની માહિતી જાણીને તમે આશ્ચર્ય પામશો

  • Share this:
આજે 12 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન વીકનો (Valentine Week) છઠ્ઠો દિવસ એટલે કે હગ ડે (Hug Day) છે. લવ બર્ડ્સ હગ ડેના દિવસે ગળે લગાવીને પોતાના મનની વાત કરે છે. ગળે લગાવવાથી આહલાદ્ક અનુભવ થાય છે માટે જ તેને જાદુની જપ્પી કહેવામાં આવે છે. હગ કરવાથી શરીરમાં રક્તનું પરિભ્રમણ ખૂબ જ તેજીથી થાય છે, મૂડ ફ્રેશ રહે છે અને તણાવ ઓછો થાય છે. ગળે મળવાથી તમારો પ્રેમ સંબંધ વધુ મજબૂત થાય છે, હગ ડે વેલેન્ટાઈન વીકનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે, જ્યારે ગળે મળીને એકબીજા પ્રતિ પોતાની સંવેદના તથા લાગણી વ્યક્ત કરે છે.

હગ કરવાથી તણાવનું સ્તર ઓછું થાય છે. ગળે મળવાથી ઈંફેક્શન થવાની સંભાવના ઓછી રહે છે. પ્રેમથી ગળે મળવાથી અધિક ખુશી મળે છે, જેનાથી શરીરમાં ઓક્સીટોસિન નામનું હોર્મોન ઉત્પન્ન થાય છે, જે તમને તણાવથી બચવામાં મદદ કરે છે. તણાવ ઓછો થવાથી જીવન હૂંફભર્યું રહે છે.

આ પણ વાંચો : 'મારા પતિ બેડ પર સ્વાર્થી જેવું વર્તન કરે છે, ત્રણ વર્ષમાં મને એકવાર જ ઓરલ સેક્સનું સુખ મળ્યું છે, હું શું કરું?'

હગ કરવાથી શરીરમાં લવ હોર્મોન એટલે કે ઓક્સીટોસિનનું સ્તર વધે છે, જેનાથી હ્રદય સ્વસ્થ રહે છે. જ્યારે તમે હગ કરો છો ત્યારે શરીરમાં રક્તનું પરિભ્રમણ તેજીથી થાય છે. અને શરીરમાં ઓક્સિજનના સ્તરમાં સુધારો કરે છે. હ્રદય સંબંધિત બીમારીઓ થવાની સંભાવના ઓછી રહે છે તથા બ્લડ પ્રેશર પણ નિયંત્રિત રહે છે.

હગ કરવાથી શરીરમાં બ્લડ ઓક્સીટોસિનનો સ્ત્રાવ થાય છે જેના કારણે બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે જેનાથી તણાવ તથા ગભરામણ જેવી મુશ્કેલીઓથી રાહત મળે છે. મસ્તિષ્કની નસો પણ મજબૂત થાય છે અને સ્મૃતિમાં વૃદ્ધિ પણ કરે છે.

(આ લેખમાં આપવામાં આવેલ જાણકારી અને સૂચનાઓ સામાન્ય માન્યતા ઉપર આધારિત છે. ગુજરાતી ન્યુઝ 18 તેની પુષ્ટિ કરતું નથી. જેથી અમલ કરતા પહેલા સંબંધિત વિશેષજ્ઞનો સંપર્ક કરવો.)
Published by: Jay Mishra
First published: February 12, 2021, 1:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading