શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ હોય તો ડાયટમાં સામેલ કરો આ પાંચ ડ્રાયફ્રૂટ્સ


Updated: July 7, 2021, 3:41 PM IST
શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ હોય તો ડાયટમાં સામેલ કરો આ પાંચ ડ્રાયફ્રૂટ્સ
પ્રતીકાત્મક તસવીર

અહીં તમને એવા 5 ડ્રાય ફ્રૂટ્સની જાણકારી આપવામાં આવી છે, જે શરીરમાં આયર્નની ઉણપને દૂર કરે છે અને શરીરમાં ઝડપથી હિમોગ્લોબીન વધારે છે.

  • Share this:
શરીરને તંદુરસ્ત રાખવા માટે આયરન મહત્વનું તત્વ છે. આયર્નની ઉણપને કારણે શરીર એનિમિયાનો શિકાર થઇ શકે છે. શરીરમાં હિમોગ્લોબીન બનાવવા માટે આયરન ખૂબ જરૂરી છે. લોહીની કોશિકાઓમાં રહેલા આયરન યુક્ત પ્રોટીન એટલે હિમોગ્લોબીન. જે શરીરના બધા જ અંગો સુધી ઓક્સિજન પહોંચાડે છે.

શરીરના અંગો સુધી ઓક્સિજન પહોંચવાની પ્રક્રિયામાં ખલેલ પડે તો અનેક ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જેથી ખોરાકમાં આયર્નથી ભરપુર પદાર્થો હોવા જરૂરી છે. હિમોગ્લોબીન વધારવા માટે નોનવેજ, સીફૂડ, લીલા પત્તાવાળા શાકભાજી, ડ્રાય ફૂડ ખાઈ શકાય. આવા પદાર્થોથી શરીરમાં આયર્નની ઊણપ દૂર થાય છે. આજે અહીં તમને એવા 5 ડ્રાય ફ્રૂટ્સની જાણકારી આપવામાં આવી છે, જે શરીરમાં આયર્નની ઉણપને દૂર કરે છે અને શરીરમાં ઝડપથી હિમોગ્લોબીન વધારે છે.

શું તમે માથાના દુખાવાથી પરેશાન છો? આ ઘરેલુ નુસ્ખા અપનાવીને મેળવી શકો છો થોડીવારમાં જ રાહત

આ છે આયર્નથી ભરપુર ડ્રાયફ્રૂટ્સ

કાજુનું સેવન

કાજૂમાં આયર્નનું પ્રમાણ ભરપૂર હોય છે. જો તમે દરરોજ એક મુઠ્ઠી કાજુનું સેવન કરો તો શરીરને લગભગ 1.89 મિ.ગ્રામ આયર્નની મળે છે. જેથી જ્યારે પણ તમને નાસ્તો કરવાનું મન થાય, ત્યારે એક મુઠ્ઠી કાજૂ ખાઈ લેવા જોઈએ.Inside Photos: સાયરાબાનુને સહારો આપતા દેખાયા શાહરૂખ ખાન અને CM ઉદ્ધવ ઠાકરે

બદામનું સેવન

જો તો સવારે પલાળેલી બદામનું સેવન કરવામાં આવે તો રક્તની ઉણપની સમસ્યાને દૂર કરી શકાય છે. એક મુઠ્ઠી બદામમાં લગભગ 1.05 ગ્રામ આયર્ન હોય છે. જે એક દિવસમાં શરીરની જરૂરત પૂર્ણ કરે છે. જેથી તમારી ડાયટમાં બદામને સામેલ કરવી જોઇએ.

અખરોટનું સેવન

સામાન્ય રીતે મગજને તેજ કરવા માટે અખરોટ ખાવાની સલાહ આપવામાં આવે છે. અલબત્ત, અખરોટના કારણે હિમોગ્લોબીનની ઉણપ પણ દૂર થાય છે. દરરોજ એક મુઠી અખરોટનું સેવન કરો તો શરીરને લગભગ 0.82 મિ.ગ્રામ આયર્ન મળે છે.

આવું અન્ય લાઇફસ્ટાઇલને લગતું વાંચવા અહીંયા ક્લિક કરો

પિસ્તાનું સેવન

મીઠાઈની સ્વાદ અને સુંદરતા વધારવા માટે પિસ્તાનો ઉપયોગ થતો આવ્યો છે. અલબત્ત, પિસ્તા આયર્નથી ભરપૂર હોય છે. જો શરીરમાં આયર્નની ઉણપ ઉભી થાય તો પિસ્તા ખાવાથી રાહત મળે છે. તમે રોજ એક મુઠ્ઠી પિસ્તા ખાવ તો શરીરને 1.11 મિલીગ્રામ આયર્ન મળે છે.

મગફળી

આમ તો મગફળી ડ્રાય ફુટની કેટેગરીમાં આવતી નથી, પરંતુ મગફળીમાં પણ આયર્નનું પ્રમાણ વધુ હોય છે. જે શરીરમાં આયર્નની ઉણપને દૂર કરી શકે છે. જેથી તેને પણ ખોરાકમાં સામેલ કરવી જોઈએ.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત તજજ્ઞનો સંપર્ક કરો.)
First published: July 7, 2021, 3:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading