મહિલાઓમાં ફળદ્રુપતા ઘટવા પાછળ જવાબદાર છે ઔદ્યોગિક કેમિકલ


Updated: June 4, 2021, 1:38 PM IST
મહિલાઓમાં ફળદ્રુપતા ઘટવા પાછળ જવાબદાર છે ઔદ્યોગિક કેમિકલ
પ્રતિકાત્મક તસવીર

પુરૂષ અને સ્ત્રીની ફળદ્રુપતામાં એક સાથે ઘટાડો થવાથી ગર્ભધારણ કરવું વધુ મુશ્કેલ થઈ શકે છે. ભવિષ્યમાં સંશોધનકારોએ તપાસ કરવી જોઈએ કે શું બધી સ્ત્રીઓની ફળદ્રુપતામાં આ રસાયણોથી સમાન રીતે અસર કરે છે?

  • Share this:
કેમિકલના કારણે પર્યાવરણને નુકસાન થાય છે. હવે કેમિકલ માણસના જન્મદરને પણ અસર કરવા લાગ્યો છે. વિશ્વ ભરમાં જન્મદર ઘટી રહ્યો હોવાનું કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ, પાઉલિના ડામ્ડીમોપોલોઉ, કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ અને રિચેલ ડ્યુક બીજેવાંગ, કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ સોલનાવેગન (સ્વીડન) કન્વર્સેશન થકી જાણવા મળ્યું છે.

યુરોપમાં સ્થિતિ વધુ ખરાબ છે. યુરોપિયન દેશોમાં જન્મ દર પોપ્યુલેશન રિપ્લેસમેન્ટ લેવલ કરતા પણ નીચે છે. વસ્તીને સ્થિર રાખવા માટે સ્ત્રી દીઠ જેટલા બાળકો હોવા જોઈએ તેટલા નથી. આ ઘટાડા પાછળ ઘણા કારણો જવાબદાર છે. ઘણા પુખ્ત વયના લોકો તેમના પ્રથમ બાળક બાદ બીજા બાળકને જન્મ આપવાનું ઇચ્છતા નથી. અલબત્ત અભ્યાસની વધતી સંખ્યા પરથી ખબર પડે કે તે ઘટતા જન્મદર અંગે સંપૂર્ણરીતે સ્પષ્ટતા આપતા નથી. કેટલાક સંશોધન એ પણ સૂચવે છે કે, ફળદ્રુપતામાં ઘટાડો વસ્તીદરના ઘટાડામાં ફાળો આપનાર પરિબળ છે. ફળદ્રુપતામાં ઘટાડા સાથે પર્યાવરણમાં જોવા મળતા ઔદ્યોગિક રસાયણોની હાજરી પણ સંબંધિત પરિબળ છે. આ રસાયણો પુરૂષોની ફળદ્રુપતા પર અસર મામલે ઘણું જાણીતું છે, પરંતુ સંશોધન દ્વારા તે મહિલાઓને કેવી અસર કરે છે તે અંગે પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. તાજેતરમાં આ અંગે અધ્યયન કરાયું હતું.

અભ્યાસમાં જાણવા મળ્યું કે, રાસાયણિક અશુદ્ધિઓના સંપર્કમાં આવતા મહિલાઓના અંડાશયમાં એગ કાઉન્ટ ઓછા થઈ જાય છે. આવા રસાયણોનો પ્રતિબંધિત છે. અલબત્ત એક સમયે ફ્લેમ રિટાડેન્ટ્સ અને મોસ્કિટો સ્પ્રે સહિતના ઘરેલું ઉત્પાદનોમાં તેનો ઉપયોગમાં થયો હતો અને તે હજી પણ પર્યાવરણમાં હાજર છે.

અમે 60 મહિલાઓના રક્તમાં એચસીબી અને ડીડીટી જેવા 31 સામાન્ય ઔદ્યોગિક રસાયણોને માપવાનો પ્રયાસ કર્યો હતો. તેમની ફળદ્રુપતાને માપવા માટે અમે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીને અંડાશયમાં અપરિપક્વ ઇંડાની સંખ્યા ગણી હતી. અંડાશય શરીરની અંદર હોવાથી ત્યાં સીધી પહોંચવા માટે સર્જરીની જરૂર પડે, જેથી અમે એવી ગર્ભવતી મહિલાઓને પસંદ કરી જેનું સિઝેરિયન થયું હતું. પરિણામે વધુ સર્જરી વગર નમૂના સુધી પહોંચી શકાયું.

આ અભ્યાસમાં અમે નોંધ્યું કે, જે સ્ત્રીઓના લોહીના નમૂનામાં રસાયણોનું સ્તર વધુ હતું, તે સ્ત્રીઓના અંડાશયમાં ઓછા અપરિપક્વ ઇંડા બાકી છે. એગ કાઉન્ટમાં ઘટાડા અને પીસીબી, ડીડીઇ (ડીડીટીનું બાય-પ્રોડક્ટ) અને પીબીડીઇ (ફ્લેમ રિટાડેન્ટ) સહિતના કેટલાક રસાયણો વચ્ચે સંબંધ મળી આવ્યો હતો.

મહિલાની પ્રજનન ક્ષમતા ઉંમર પર આધારિત હોવાથી અમે ગણતરી મહિલાની ઉંમરને ધ્યાનમાં રાખીને કરી હતી. જેમાં અમને ખ્યાલ આવ્યો કે, રસાયણોના સંપર્કમાં આવવાથી તમામ વયની મહિલાઓમાં એગ્સ ઓછા થઈ રહ્યા છે. જે મહિલાના રક્તમાં રાસાયણિક સ્તર વધુ હોય છે, તેઓને ગર્ભધારણ કરવા વધુ સમય સુધી પ્રયાસ કરવો પડે છે. જેમાં એક વર્ષ જેટલો પણ સમય લાગ્યો હોવાનું સામે આવ્યું હતું.મહિલાઓ પોતાના અંડાશયમાં અપરિપક્વ એગના નિશ્ચિત સેટ સાથે જન્મે છે. જન્મ બાદ તેમાં વધારો થતો નથી. સ્ત્રીનું રિઝર્વ માસિક ઓવ્યુલેશન દ્વારા, તેમજ સામાન્ય ફોલિકલ મૃત્યુ દ્વારા કુદરતી રીતે ઓછું થાય છે. જ્યારે તે નિશ્ચિત નીચે જાય છે, ત્યારે કુદરતી પ્રજનન સમાપ્ત થાય છે અને મેનોપોઝ શરૂ થાય છે.

અમારા તારણો જણાવે છે કે, ઝેરી રસાયણો અંડાશયના ફોલિકલ્સનો ઝડપી ઘટાડો શકે છે, જે ફળદ્રુપતા ઘટાડે છે અને મેનોપોઝ વહેલું લાવે છે.

આપણે ખોરાક દ્વારા સ્કિનના સંપર્કમાં આવતી વસ્તુઓ દ્વારા કેમિકલના સંપર્કમાં આવીએ છીએ. 1940ના દાયકાથી પર્યાવરણ, વન્યપ્રાણી અને માનવ ફળદ્રુપતા પર ઔદ્યોગિક કેમિકલની વિનાશક અસરો જોવા મળે છે. સુરક્ષા મુદ્દે પૂરતા પરીક્ષણો વગર જ ઘણા રસાયણો બજારમાં મુકાયા હતા. આથી મનુષ્ય અને પર્યાવરણ ઔદ્યોગિક રસાયણોના વિસ્તૃત સંપર્કમાં આવી ગયા છે. હવે ઉપયોગના ઘણા દસકા બાદ ખરાબ અસરની ખબર પડી છે. હાનિકારક કેમિકલોમાં પીએફએએસ (ટેફલોન, સ્કોચ ગાર્ડ, અને ફાયરફાઇટિંગ ફોમમાં વપરાતા રસાયણ), ફ્થલાટ્સ (પ્લાસ્ટિક પેકેજિંગ, તબીબી સાધનો અને સાબુ અને શેમ્પૂમાં વપરાય છે) તેમજ જંતુનાશકો અને પીસીબી જેવા અન્ય ઔદ્યોગિક રસાયણો શામેલ છે. જેનાથી પુરુષોના સ્પર્મ કાઉન્ટ ઘટવાથી લઈ મહિલાઓના ગર્ભવતી બનાવના પ્રમાણ પર અસર થાય છે.

આ પ્રથમ અધ્યયન છે, જેમાં રાસાયણિક સંપર્ક અને સ્ત્રીની ઇંડાઓની સંખ્યા વચ્ચેની કડીની તપાસ થઈ હોય. અમે જે રસાયણોનું અધ્યયન કર્યું, તે તમામ સમય સાથે શરીરમાં બની રહ્યા હતા. આશ્ચર્યજનક વાત એ છે કે, જે રસાયણોનો સંબંધ એગની ઓછી સંખ્યા સાથે છે તેને દાયકાઓ પહેલા જ આંતરાષ્ટ્રીય સંધી દ્વારા પ્રતિબંધિત કરાયા હતા. છતાં તે આજે પણ આપણા ભોજનમાં જોવા મળે છે. પીસીબી નામનું રસાયણ પુરુષોના શુક્રાણુના ઘટાડા પાછળ પણ જવાબદાર છે.

પુરૂષ અને સ્ત્રીની ફળદ્રુપતામાં એક સાથે ઘટાડો થવાથી ગર્ભધારણ કરવું વધુ મુશ્કેલ થઈ શકે છે. ભવિષ્યમાં સંશોધનકારોએ તપાસ કરવી જોઈએ કે શું બધી સ્ત્રીઓની ફળદ્રુપતામાં આ રસાયણોથી સમાન રીતે અસર કરે છે? પરંતુ આ તારણો સલામતી આકારણી દરમિયાન પ્રજનનક્ષમતાને ધ્યાનમાં લેવા માટે રાસાયણિક સલામતી પર પુનર્વિચાર કરવા અમને પ્રોત્સાહિત કરી શકે છે. આ નિષ્કર્ષ સુરક્ષા આંકલન વખતે વિવિધ પાસાઓ પર ધ્યાન આપવાનું સૂચવે છે. સિફૂડ જેવા કેટલાક ખોરાક અને ત્વચા તથા વાળ પર લગાવવાના કેટલાક ઉત્પાદનોને ટાળવા જોઈએ. જેનાથી બાફળદ્રુપતા મામલે રસાયણોના નકારાત્મક પ્રભાવોને ઓછા કરવામાં મદદ મળે છે.
First published: June 4, 2021, 1:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading