શું ડાયાબિટીસ મહિલાઓ માટે વધારે જોખમી છે? જાણો કઈ રીતે બ્લડ શુગર લેવલને પ્રમાણમાં રાખશો

News18 Gujarati
Updated: December 2, 2021, 3:35 PM IST
શું ડાયાબિટીસ મહિલાઓ માટે વધારે જોખમી છે? જાણો કઈ રીતે બ્લડ શુગર લેવલને પ્રમાણમાં રાખશો
ડાયાબિટીઝ એક મેટાબોલિક ડિસઓર્ડર છે, જે હાઈ બ્લડ શુગર લેવલના કારણે થાય છે. (Image- Shutterstock)

Diabetes and women health: ડાયાબિટીસ એક મેટાબોલિક ડિસઓર્ડર છે, જે હાઈ બ્લડ શુગર લેવલ (High blood sugar level) ના કારણે થાય છે. ડાયાબિટીસ પુરુષોની સરખામણીમાં મહિલો માટે ઘાતક થઈ શકે છે કેમ કે આ રોગ તેમની ઓવરઓલ હેલ્થ ઉપર અસર કરે છે.

  • Share this:
Diabetes and women health: ડાયાબિટીસ (Diabetes) પુરુષોની સરખામણીમાં મહિલો માટે ઘાતક થઈ શકે છે કેમ કે આ રોગ તેમની ઓવરઓલ હેલ્થ ઉપર અસર કરે છે. આ તેમને હાર્ટ ડિસિઝ, કિડની ડિસીઝ, અંધાપો, ડિપ્રેશન, યૂટીઆઈ (Urinary tract infection) અને ઇંફર્ટિલિટીની સમસ્યાના હાઈ રિસ્કમાં નાખી શકે છે. ડાયાબિટીઝ એક મેટાબોલિક ડિસઓર્ડર છે, જે હાઈ બ્લડ શુગર લેવલના કારણે થાય છે. ડાયાબિટીસ પીડિત મહિલાઓમાં વેજાઇનલ ડિસ્ચાર્જ (vaginal discharge), યોનિમાર્ગમાં ખંજવાળ (vaginal itching), દર્દ, પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ (PCOS), સેક્સ ડ્રાઇવમાં કમી, સાથે જ વારંવાર પેશાબ આવવું, વગેરે લક્ષણો જોવા મળે છે. માટે તેમના માટે હેલ્ધી લાઇફ સ્ટાઇલને મેન્ટેન કરવા માટે અને પોતાના શુગર કન્ટ્રોલ લેવલને મોનીટર કરવું જરૂરી બની જાય છે.

ડાયાબિટીસ પીડિત મહિલાઓને હાર્ટ અટેકનું જોખમ વધારે રહે છે. હિન્દુસ્તાન ટાઇમ્સ છપાયેલા એક રિપોર્ટમાં પુણેની મદરહુડ હોસ્પિટલ, પ્રસૂતિ અને સ્ત્રી રોગ વિભાગમાં કન્સલટન્ટ ડો.. રાજેશ્વરી પવારે (Dr. Rajeshwari Pawar) કહ્યું, ડાયાબિટીસના કારણે એક મહિલાને હાર્ટ ડિસીઝનું જોખમ વધી જાય છે, જે તેની સૌથી કોમન કોમ્પ્લિકેશન છે અને જે હાર્ટ અટેકનું કારણ પણ બને છે.

તેમણે એ પણ જણાવ્યું કે ડાયાબિટીસ (Diabetes) મહિલાઓમાં અંધાપો, કિડનીની બિમારી, ડિપ્રેશન (Depression) જેવી ગંભીર બીમારીઓ પણ આપે છે. આ ઉપરાંત માસિક ધર્મમાં બદલાવ અને પીરિયડ્સ લાંબા અને હેવી થઈ શકે છે.

અન્ય મુશ્કેલીઓ પણ ખરી..

એટલું જ નહીં, ડાયાબિટીસથી મહિલાઓમાં સેક્સ ડ્રાઇવની કમી હોવાની શક્યતા હોય છે કેમ કે ડિપ્રેશન (depression), તણાવ (stress) અને ચિંતા (anxiety) વજાઇનલ લ્યૂબ્રિકેશન (vaginal lubrication)ને ઓછું કરી શકે છે, જેના કારણે ઇન્ટરકોર્સ દરમિયાન દુખાવો અને તકલીફનો અનુભવ થાય છે.

આ પણ વાંચો: Corona during Pregnancy: પ્રેગ્નન્સીમાં મા અને બાળક પર કોરોનાની જુદી-જુદી અસર થાય છે- સ્ટડીટાઇપ 1 અને ટાઇપ 2 ડાયાબિટીસ જ પીરિયડ્સની અનિયમિતતા અને ઓછા પ્રજનન દર માટે જવાબદાર છે. ડો. નિશા પાનસરે ફર્ટિલિટી કન્સલટન્ટ, નોવા આઈવીએફ ફર્ટિલિટી, પુણે અનુસાર, ડાયબિટિક મહિલાઓમાં સંક્રમણ અને ફેલોપિયન ટ્યુબ (fallopian tubes) જેવા પ્રજનન અંગોને નુક્શાન થવાનું જોખમ વધારે રહે છે.

બ્લડ શુગર લેવલને કન્ટ્રોલ કઈ રીતે કરવું

પ્રેગ્નન્સી દરમિયાન હાઈ બ્લડ શુગર લેવલ એટલે કે ગર્ભાવસ્થાજન્ય ડાયાબિટીસ (gestational diabetes)થી ગર્ભપાત અથવા તો જન્મજાત દોષ (congenital defects) થઈ શકે છે. તેના કારણે સમય પહેલા પ્રસવ, લાર્જ બેબી, મિસકેરેજ અને બાળકોમાં બર્થ ડિફેક્ટ (Birth defect) પણ પેદા કરી શકે છે. અમુક સરળ અને સાત્વિક આહારની આદતો (Dietary Habits) મહિલાઓને પોતાના બ્લડ શુગર લેવલને કન્ટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.

આ પણ વાંચો: આલિંગનનો સ્પર્શ મહિલાઓને તણાવથી રાખે છે દૂર, મનમાં ખુશી લાવે છે

-ફાઇબરવાળો આહાર ખાઓ. પોતાના આહારમાં તાજા ફળ, શાકભાજી, સમગ્ર અનાજ અને દાળનો સમાવેશ કરો.

-ઓયલી, પ્રોસેસ્ડ અને ડબ્બાવાળી ફૂડ આઈટમ્સથી બચો. પેક્ડ જ્યુસ, મિઠાઈ અને સોડાની બદલે ઘરે બનેલા તાજા જ્યુસ લેવા.

-મીઠાનો ઉપયોગ ઘટાડવો.

-બ્લડ શુગર લેવલને કન્ટ્રોલ કરવા અને વજન પ્રમાણમાં રાખવા એક્સરસાઇઝ અને યોગ જેવી ફિઝિકલ એક્ટિવિટીમાં સામેલ થાઓ.

-પોતાના બ્લડ શુગર લેવલની નિયમિત તપાસ કરાવતા રહો.
Published by: Nirali Dave
First published: December 2, 2021, 3:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading