પત્નીના વ્રત બાદ પણ અન્ય દેશોની તુલનામાં બહુ ઓછી છે 'ભારતીય પતિ'ની ઉંમર

News18 Gujarati
Updated: October 27, 2018, 6:27 PM IST
પત્નીના વ્રત બાદ પણ અન્ય દેશોની તુલનામાં બહુ ઓછી છે 'ભારતીય પતિ'ની ઉંમર
કરવાચોથની પૂજા કરતી મહિલાઓ

2011ની જનગણના અનુસાર ભારતમાં 58 કરોડ 64 લાખ મહિલાઓ છે. જેમાંથી અડધાથી વધારે પરણિત છે. એટલે ભારતમાં લગભગ 30 કરોડ મહિલાઓ પરણિત છે.

  • Share this:
આજે કરવાચૌથનો કહેવાર છે. આ તહેવારે પરણિત સ્ત્રીઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે વ્રત રાખે છે. 2011ની જનગણના અનુસાર ભારતમાં 58 કરોડ 64 લાખ મહિલાઓ છે. જેમાંથી અડધાથી વધારે પરણિત છે. એટલે ભારતમાં લગભગ 30 કરોડ મહિલાઓ પરણિત છે. જેથી કહી શકાય કે, કરોડો મહિલાઓએ આજે પોતાના પતિની લાંબી ઉંમર માટે વ્રત રાખ્યું હશે. કરવાચોથ જ નહી, પરંતુ ત્રીજ, વટ સાવિત્રી જેવા તહેવારે પણ પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. પરંતુ આ સદીઓ જુની પરંપરા બાદ પણ ભારતમાં પતિઓની ઉંમર દુનિયાભરના પતિઓના મુકાબલે લાંબી નથી થઈ શકી.

દુનિયામાં સૌથી વધારે લાંબુ જીવન જીવે છે જાપાની
2017માં જાપાનની કુલ જનસંખ્યા 12 કરોડ 68 લાખ છે. જેમાંથી કુલ 6 કરોડ 18 લાખ પુરૂષ છે. જાપાન ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર, 50 વર્ષની ઉંમર સુધીમાં દરેક 4માંથી 1ના લગ્ન નથી થઈ શકતા. એટલે કે જાપાનમાં કુલ પતિ 4 કરોડ 6 લાખ છે. અહીના તમામ લોકો લગભગ 83 વર્ષથી વધારે જીવે છે, પરંતુ પુરૂષોની એવરેજ ઉંમર લગભગ 81 વર્ષ છે. મહિલાઓની એવરેજ ઉંમર અહીં 86 વર્ષ છે.

સૌથી વધારે ઉંમરના પતિ સ્વિટ્ઝરલેન્ડમાં હોય છે
2017માં સ્વિટ્ઝરલેન્ડની કુલ જનસંખ્યા 84 લાખ 20 હજાર આસપાસ હતા. જેમાંથી 41 લાખ 73 હજાર પુરૂષ છે. જેમાંથી માત્ર 18 લાખ 13 હજાર પરણેલા હતા. દુનિયાભરમાં સૌથી વધારે લાંબુ જીવન લોકો સ્વિટ્ઝરલેન્ડમાં જીવે છે. અહીં પુરૂષોની એવરેજ ઉંમર 81 વર્ષથી વધારે હોય છે.

ભારતીય પતિઓનો નંબર ઘણો પાછળ છેજ્યારે ભારતમાં પુરૂષોની કુલ જનસંખ્યા 62 કરોડ 37 લાખ આસપાસ છે. જેમાંથી 33 કરોડ 36 વાખથી વધારે લોકો પરણેલા છે. એટલે પતિ બની ગયા છે. દુનિયાભરમાં સૌથી વધારે ઉંમર સુધી જીવતા પુરૂષોના મામલામાં ભારતીય પુરૂષનો નંબર 125મો છે. ભારતમાં પુરૂષની એવરેજ ઉંમર 67 વર્ષ છે, અને મહિલાની એવરેજ ઉંમર 70 વર્ષ છે.

લગ્ન વધારી દે છે લાઈફ, તેનું કારણ કરવાચોથ નહી
તમને જણાવી દઈએ કે અહીં અમે દરેક પુરૂષને પતિ નથી માની રહ્યા, પરંતુ પતિઓને જ પતિ માની રહ્યા છીએ, કારણ કે, દુનિયાભરમાં લગ્ન અને ઉંમરના સંબંધને લઈ કેટલાએ અભ્યાસ થઈ ચુક્યા છે, અને મોટાભાગના અભ્યાસમાં સામેે આવ્યું છે કે, પરણેલા પુરૂષ, ગેર પરણિત અને છૂટાછેડા લઈ લીધેલા પુરૂષ કરતા વધારે જીવે છે. એટલે કે અહીં જે એવરેજ ઉંમર આપી છે, તેના કરતા પતિઓની એવરેજ ઉંમર થોડી વધારે તો હશે જ.

જોકે, આની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ હોવાની જગ્યાએ માત્ર લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલા કારણ હોય છે. લગ્ન બાદ માણસને ઈમોર્શનલ સપોર્ટ મળે છે, અને સ્ટ્રેસ લેવલ ઓછુ થાય છે. સાથે મોટાભાગનું પારિવારિક કામ મહિલાઓના હાથમાં હોય છે. આ સિવાય પરણેલા પુરૂષને પોષણયુક્ત આહાર પણ અન્ય પૂરૂષો કરતા વધારે સારો મળી રહે છે. જેથી પરણેલા પૂરૂષ થોડુ વધારે જીવે તેમાં આશ્ચર્ય થવાની જરૂરત નથી.
Published by: kiran mehta
First published: October 27, 2018, 6:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading