આ 5 રીતે જાણો તમારો મિત્ર વિશ્વાસ મૂકવા લાયક છે કે નહીં?

News18 Gujarati
Updated: November 30, 2020, 5:41 PM IST
આ 5 રીતે જાણો તમારો મિત્ર વિશ્વાસ મૂકવા લાયક છે કે નહીં?
પ્રતિકાત્મક તસવીર

આવા મિત્રો આપણા હિતેચ્છુ બનીને આપણું નુકસાન કરે છે. ત્યારે આજે અમે તમને કેટલીટ ટિપ્સ આપીશું જે તમને તમારા ગ્રુપમાં આવા 'ખાલી નામના ફ્રેન્ડ'ને ઓળખવામાં મદદ કરશે.

  • Share this:
ધણીવાર તેવું બને છે કે આપણું ફ્રેન્ડ સર્કલ તો ખૂબ જ મોટું હોય પણ તેમાંથી ફક્ત થોડા મિત્રો એવા મિત્રો છે કે જેના પર આપણે વિશ્વાસ કરી શકાય છે. ઘણી વાર આપણા ફ્રેન્ડ સર્કલમાં કેટલાક લોકો હોય છે જે આપણું સારું કદી નથી ઇચ્છતા પણ આપણે આવા છુપા દુશ્મનોને શોધી નથી શકતા. આવા મિત્રો આપણું હિતેચ્છુ બનીને આપણું નુકસાન કરે છે. ત્યારે આજે અમે તમને કેટલીટ ટિપ્સ આપીશું જે તમને તમારા ગ્રુપમાં આવા ખાલી નામના ફ્રેન્ડને ઓળખવામાં મદદ કરશે. અને તમે આ ટિપ્સની મદદથી જાણી શકશો કે તમારા કયા મિત્રો વિશ્વાસપાત્ર નથી.

આક્ષેપો કરવામાં નિષ્ણાત
જો તમારા કેટલાક મિત્રો તમારી નાની વાતોને મોટા બનાવે છે, તો તે તમારા વિશ્વાસને પણ યોગ્ય નથી. આવા લોકો અન્ય પર આરોપ લગાવાની એક તક નથી છોડતા. તેમને કોઈની પર વિશ્વાસ ન કરવાની અને હંમેશાં અન્ય તરફ આંગળીઓ બતાવીની ટેવ હોય છે. જો આવા મિત્રો તમારા મિત્ર વર્તુળમાં છે, તો તે તમારા વિશ્વાસને પાત્ર નથી.

જો તમારો મિત્ર તમે કરેલી બધી બાબતોને નકારે છે, તો તમે સમજી શકો કે તે તમારો મિત્ર નથી. કારણ કે તમે કંઈક સારું કરવાનું વિચારશો, પરંતુ તે તમારી સાથે સંમત થશે નહીં. આ સાથે, તમારા મિત્રની વર્તણૂક પણ બદલાશે.

વિશ્વાસ તોડનારા મિત્રો દગાબાજ હોય છે
તમે તમારા ખાસ મિત્ર પર ખૂબ વિશ્વાસ કરો છો અને તેની સાથે બધું શેર કરો છો, પરંતુ જો તે મિત્ર ક્યારેય તમારો વિશ્વાસ તોડે છે, તો તમારે તેની સાથે મિત્રતા રાખવી જોઈએ નહીં. તમારો ખાસ મિત્ર એવું કંઈક કરી શકે છે, જો તે તમારી કોઇ વાત જાહેર કરે કે પછી કોઇ મામલે તમને દગો આપે તો તમારે આવા લોકોથી યોગ્ય અંતર રાખવું જોઈએ.વધુ વાંચો : આ કારણે 'ઇશ્ક' પછી કોઇ પણ ફિલ્મમાં આમિર-જૂહીની આ ક્યૂટ જોડી જોવા ન મળી

માફ કરશો નહીં
કેટલાક મિત્રો એવા પણ છે જે વારંવાર ભૂલો કરે છે અને તમને દુ:ખ પણ પહોંચાડે છે, આવા મિત્રો માફીને લાયક નથી હોતા. ઉપરાંત, તેઓ અન્યની સંવેદનશીલતાને સમજી નથી શકતા. આ લોકો ફક્ત તમને જ નુકસાન પહોંચાડે છે અને પોતાને તમારા શુભેચ્છકો કહે છે અને પણ માફી મેળવી તે તમને ખાલી બીજી વાર દગો જ આપે છે, આવા લોકો પણ વિશ્વાસ કરવા યોગ્ય નથી.

વાત શેયર કરે
જો તમારો મિત્ર તમારી કોઈપણ ગુપ્ત બાબતો કોઈની સાથે શેર કરે છે, તો તે મિત્ર પણ તમારા વિશ્વાસ માટે યોગ્ય નથી. આ લોકો ફક્ત કહે છે કે તેઓએ બીજાને નહીં કહે પણ તેમના બોલવા અને કરવામાં ફરક હોય છે.
Published by: Chaitali Shukla
First published: November 30, 2020, 5:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading