Sunlight Benefits: શિયાળામાં ખાસ લેવો જોઇએ સૂર્યપ્રકાશ, જાણો શા માટે છે જરૂરી
Updated: January 8, 2022, 8:35 AM IST
સુર્ય પ્રકાશ લેવાનાં ફાયદા
Health Tips: સૂર્યપ્રકાશ લેવાથી શરીરમાં મેલાટોનિન નામનો હોર્મોન બહાર આવે છે, જેનાથી સારી અને ગાઢ ઊંઘ આવે છે. જેના કારણે તમારું શરીર સક્રિય રહે છે અને માનસિક તણાવ પણ દૂર થાય છે.
શરીર માટે સૂર્યપ્રકાશ (Sunlight for Body) ખૂબ જ જરૂરી છે તે સૌ જાણે છે.
કારણ કે સૂર્યને વિટામીન ડી (Vitamin-D)નો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. તેથી લોકોને વહેલી સવારે સૂર્યપ્રકાશમાં બેસવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો આ સિવાય શિયાળામાં સૂર્યપ્રકાશ લેવો શા માટે જરૂરી છે?
જો નહીં તો આજે અમે તમને જણાવશું કે શિયાળાની ઋતુમાં સૂર્યપ્રકાશ લેવો શા માટે જરૂરી(Benefits of Sunlight) છે. સાથે જ તડકો લેવાની સાચી રીત શું છે.
શા માટે શિયાળામાં લેવો જોઇએ સૂર્યપ્રકાશ?
- શિયાળામાં સૂર્યપ્રકાશ લેવાથી મગજના કોષો સક્રિય રહે છે. આના કારણે મગજ સંતુલિત રીતે કામ કરે છે અને સાથે જ સ્વસ્થ અને ફ્રેશ રહે છે.
- સૂર્યપ્રકાશ લેવાથી શરીરમાં મેલાટોનિન નામનો હોર્મોન બહાર આવે છે, જેનાથી સારી અને ગાઢ ઊંઘ આવે છે. જેના કારણે તમારું શરીર સક્રિય રહે છે અને માનસિક તણાવ પણ દૂર થાય છે.- શિયાળામાં સૂર્યપ્રકાશ લેવાથી માત્ર બહારની ત્વચાને જ પોષણ મળતું નથી, પરંતુ તે ત્વચાના અંદરના ભાગો માટે પણ ફાયદાકારક છે.
- સૂર્યપ્રકાશ લેવાથી શરીરમાં ગરમી તો આવે જ છે સાથે જ ઠંડીનો અહેસાસ પણ ઓછો થાય છે.
- તડકો શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાનું પણ કામ કરે છે. કારણ કે તે વિટામિન ડીનો સારો સ્ત્રોત છે.
- સૂર્યપ્રકાશ રોગપ્રતિકારક શક્તિ અને મેટાબોલિઝમને સુધારવામાં પણ મદદ કરે છે.
- હાડકાંની મજબૂતાઈ વધારવા અને અનેક પ્રકારની બીમારીઓને દૂર કરવા માટે સૂર્યપ્રકાશ લેવો જોઇએ.
- સૂર્યપ્રકાશ લેવાથી બેક્ટેરિયલ ઇન્ફેક્શન, એક્ઝિમા, સોરાયસિસ, ફંગલ પ્રોબ્લેમ જેવી સમસ્યાઓમાં પણ રાહત મળે છે.
આ છે તડકો લેવાની સાચી રીત
સૂર્યપ્રકાશ આમ તો ગમે ત્યારે લઈ શકાય છે, પરંતુ સવારે સૂર્યપ્રકાશ લેવો સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. એટલું જ નહીં ઓછામાં ઓછી 30થી 50 મિનિટ તડકામાં વિતાવવી વધુ સારી માનવામાં આવે છે. જો તમે દરરોજ સૂર્યપ્રકાશ લઈ શકતા નથી તો શિયાળાના દિવસોમાં અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ-ચાર દિવસ સૂર્યપ્રકાશ લો. જો તમને સનબર્નની સમસ્યા થવાનો ડર લાગે છે, તો તડકામાં તમારી પીઠ રાખી બેસવું વધુ સારું રહેશે.
Published by:
Margi Pandya
First published:
January 8, 2022, 8:32 AM IST