કઈ રીતે ઓછી ઊંઘથી વેક્સિન લીધા બાદ પણ નથી બનતા એન્ટીબોડી?


Updated: July 8, 2021, 2:14 PM IST
કઈ રીતે ઓછી ઊંઘથી વેક્સિન લીધા બાદ પણ નથી બનતા એન્ટીબોડી?
પ્રતીકાત્મક તસવીર

યૂકેમાં થયેલા અભ્યાસમાં જોવા મળ્યું કે 35થી 44ની ઉંમરના લગભગ 36 ટકા લોકોએ લોકડાઉન દરમિયાન ઊંઘ ન આવવાની સમસ્યા અંગે ફરીયાદ કરી હતી.

  • Share this:
નવી દિલ્હી: હાલ કોરોના મહામારીના (Corona pandemic) સમયગાળામાં સ્વસ્થ રહેવા અને સંક્રમણથી બચવા માટે લોકો પોતાની ઇમ્યૂનિટી વધારવા (Boost immunity) પર ખાસ ધ્યાન આપી રહ્યા છે. તે માટે લોકો વિવિધ નવા પ્રકારના ડાયટ અપનાવી રહ્યા છે, તો ઘણી દવાઓ પણ લઇ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે ઊંઘનો પણ ઇમ્યૂન સિસ્ટમ સાથે સીધો સંબંધ છે? જો શરીર પૂરતી ઊંઘ નહીં લે તો તેનાથી માત્ર રોગપ્રતિકારક શક્તિ પર જ નહીં પણ કોરોનાથી બચવા માટે તમે જે વેક્સિન (Corona vaccine) લગાવી છે તો પણ બેઅસર બને છે.

ગાઢ નીંદ્રા સાથે સ્વાસ્થ્યનો સંબંધ

ઊંઘને સામાન્ય રીતે મોટા ભાગના લોકો અવગણે છે, જ્યારે વૈજ્ઞાનિકોનું માનીએ તો તેનો સ્વાસ્થ્ય સાછે તેવો જ સંબંધ છે જેવો સારા આહારનો છે. બીબીસી સાયન્સ ફોકસ નામની મેગેઝિનમાં તેનો ઉલ્લેખ છે. તેમાં યૂનિવર્સિટી ઓફ કેલીફોર્નિયામાં ન્યૂરોસાયન્સના પ્રોફેસર ડો. મેથ્યૂ વોકર જણાવે છે કે આપણા શરીર ને મસ્તિષ્કનો એવો કોઇ ભાગ નથી જે ઊંઘ સાથે જોડાયેલ ન હોય. પૂરતી ઊંઘથી સંપૂર્ણ સ્વાસ્થ્ય જળવાઇ રહે છે, તો ઓછી ઊંઘની સીધી અસર આપણા વિચારવા અને સમજણ શક્તિની સાથે બાહ્ય સ્વાસ્થ્ય પર પણ પડે છે.

આ પણ વાંચો: જામનગર: હવસખોર યુવકે ઓફિસમાં કામ કરતી કિશોરીને ત્રણ મહિના સુધી હવસનો શિકાર બનાવી

મહામારીમાં ઘટી ઊંઘ

કોરોના મહામારી દરમિયાન સામે આવ્યું કે, લોકોની ઊંઘ પર તેની ખરાબ અસર થઇ રહી છે. બિગ થિંકમાં એક રિપોર્ટમાં તે અભ્યાસનો હવાલો અપાયો જે ઊંઘ અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલ હતી. યૂકેમાં થયેલા અભ્યાસમાં જોવા મળ્યું કે 35થી 44ની ઉંમરના લગભગ 36 ટકા લોકોએ લોકડાઉન દરમિયાન ઊંઘ ન આવવાની સમસ્યા અંગે ફરીયાદ કરી હતી.આ પણ વાંચો: અમદાવાદ: GRDના બોગસ આઈકાર્ડ સાથે કરતા હતા નોકરી, અનેક લોકોને ખંખેરી લીધાની આશંકા- આ રીતે ફૂટ્યો ભાંડો 

ઊંઘ ન લેવાથી શું થાય છે?

>> પૂરતી ઊંઘ ન લેવાથી શરીર અને સ્વાસ્થ્ય પર થતી અસરો અંગે લાંબુ લીસ્ટ છે, જે દર્શાવે છે કે જરૂરિયાત કરતા ઓછી ઊંઘ લેવાથી સ્વાસ્થ્ય ખરાબ થાય છે.

>>જેમ કે હ્યદય રોગનો હુમલાના 24 ટકા કેસોમાં જોવા મળ્યું કે આગલી રાત્રે દર્દીને પૂરતી ઊંઘ મળી શકી ન હતી.

>>માત્ર અમુક રાતોની ઊંઘ ખરાબ થવાથી પુરૂષોમાં નપુસંકતાના કેસ વધી જાય છે, આ કેસ એટલા તીવ્ર હોય છે જેટલી પુરૂષોની ઉંમર 10 વર્ષ વધી જવાથી હોય છે.

>>વેક્સિન લીધા બાદ જો તમે સરખી રીતે ઊંઘ નથી લેતા તો એન્ટિબોડી બનવાનું લગભગ 50 ટકા પ્રભાવિત થાય છે.

>>ઊંઘ ન લેવાથી વધતી ઉંમરમાં અલ્ઝાઇમર્સનો પણ ભય રહે છે. જણાવી દઇએ કે વિશ્વભરમાં 60 મિલિયનથી વધુ લોકો તેનાથી પીડિત છે અને અનુમાન છે કે વર્ષ 2050માં આ સંખ્યા વધીને 152 મિલિયન થઇ જશે.

અપૂરતી ઊંઘ ઇમ્યૂનિટિને બનાવે છે નબળી

કેરનેજી મેલોન યૂનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગમાં તેના પર અભ્યાસ કરાયો હતો. જેમાં જાણવા મળ્યું કે, જો તમે પૂરતી ઊંઘ નથી લેતા તો તમે સતત ઋતુગત શરદી-તાવની ઝપેટમાં આવશો. જે નબળી રોગ પ્રતિકારક શક્તિ તરફ ઇશારો કરે છે.

આ પણ વાંચો: મગજ ચકરાવે ચઢી જાય તેવો બનાવ: વરમાળાની વિધિ બાદ દુલ્હો લગ્ન મંડપમાંથી ફરાર, દુલ્હનની થનારી ભાભીને પરણી ગયો!

કઇ રીતે થયો અભ્યાસ?

આ અભ્યાસમાં 153 સ્વસ્થ લોકોને લેવામાં આવ્યા, જેમની ઉંમર 21થી 555 વર્ષની વચ્ચે હતી. તેમને ક્વોરન્ટીન કરી નાકમાં શરદીનો વાયરસ ઇન્જેક્ટ કરાયો. જેમાં જાણવા મળ્યું કે જે લોકો 7 કલાકથી ઓછી ઊંઘ લેતા હતા, તે વાયરસથી સંક્રમિત થયા, જ્યારે રોજ 8 કલાકની ઊંઘ લેતા લોકો પર તેની કોઇ અસર થઇ નહીં.

કઇ રીતે મેળવી સંપૂર્ણ જાણકારી

અહીં પૂરતી ઊંઘનો અર્થ એક રાતમાં લગભગ 8 કલાકની ઊંઘ છે. તે લગભગ તમામ વયસ્કોના જરૂરિયાત હોય છે. પરંતુ બિમાર અવસ્થામાં ઊંઘની જરૂરિયાત વધી જાય છે. રોજ 8 કલાકની ઊંઘ લેવાની ઘણી રીતો છે. જેમ કે રોજ એક સમય પર સૂવું, રાત્રિના ભોજન અને ઊંઘ વચ્ચે 3 કલાકનું અંતર, આ સિવાય વ્યાયામ પણ પૂરતી ઊંઘ લેવામાં મદદ કરે છે. ઘણા લોકો ઊંઘ માટે સંગીત પણ સાંભળે છે.
First published: July 8, 2021, 2:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading