વજન ઉતારવાનું સિક્રેટ જાણો ગુજરાતી અભિનેતા પ્રતિક ગાંધી પાસેથી, લોકડાઉનમાં ઉતાર્યું 10kg વજન


Updated: May 31, 2020, 9:42 PM IST
વજન ઉતારવાનું સિક્રેટ જાણો ગુજરાતી અભિનેતા પ્રતિક ગાંધી પાસેથી,  લોકડાઉનમાં ઉતાર્યું 10kg વજન
પ્રતિક ગાંધીના વીડિયો પરથી તસવીર

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નવા દોરમાં ગુજરાતી કલાકારો પણ પોતાના પાત્રને અનુરૂપ લુક માટે રેડી થઈ રહ્યા છે. ગુજરાતી અભિનેતા પ્રતિક ગાંધીએ એક પાત્ર માટે વજન વધાર્યું હતું.

  • Share this:
અમદાવાદઃ બોલીવૂડ સુપરસ્ટાર (Bollywood superstar) અને મિસ્ટર પર્ફેક્ટનિસ્ટથી જાણીતા આમિર ખાન વિશે તો સૌ કોઈ જાણે છે. આમિર ખાન (Amir khan) પોતાની ફિલ્મો માટે જેવું પાત્ર જોઈએ તેવું વજન ઉતારી પણ શકે છે અને વજન વધારી પણ શકે છે આ જ રીતે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના (Gujarati film industry) નવા દોરમાં ગુજરાતી કલાકારો પણ પોતાના પાત્રને અનુરૂપ લુક માટે રેડી થઈ રહ્યા છે. ગુજરાતી અભિનેતા પ્રતિક ગાંધીએ (Pratik Gandhi) એક પાત્ર માટે વજન વધાર્યું હતું.

જેને તેણે લોકડાઉન દરમિયાન ઘટાડી દીધું છે. પ્રતિક ગાંધીએ વેબ સિરિઝ સ્કેમમાં હર્ષદ મહેતાના રોલ માટે 10 કિલો વજન વધાર્યું હતું. જેમાં પ્રતિક રિયલ લાઈફનું પાત્ર ભજવે છે. આ વેબ સિરિઝના શૂટ બાદ પ્રતિક ગાંધી વજન ઓછું કરવાનું વિચારી રહ્યા હતા.

ફાઈલ તસવીર


ત્યાં લોકડાઉનનું (lockdown) અનાસમેન્ટ કરવામાં આવ્યું.. આવામાં લોકડાઉન શરુ થતાંની સાથે પ્રતિક ગાંધીએ હાઈ ઈનટેન્સ વર્ક આઉટ શરુ કરી દીધું.જેમાં દરરોજ દિવસમાં 2 વાર તેમણે 1-1 કલાક વર્કઆઉટનો પ્લાન કર્યો.

પ્રતિક ગાંધીની ફિટનેસ વર્કઆઉટ ટીપ્સ
પ્રતિક ગાંધીએ કેવી રીતે વજન ઘટાડ્યું તે અંગે તેણે એક વીડિયો બનાવ્યો છે. આ વીડિયો તેમણે સોશિયલ મીડિયા પર પણ મુક્યો છે. જેમાં પ્રતિક ગાંધી વજન ઘટાડવા અંગે ડાયટ પર પણ ભાર મુક્યો છે. ડાયટ અને વર્ક આઉટ બંને પફેક્ટ કરીને પ્રતિક ગાંધીએ 10 કિલો વજન ઘટાડ્યું છે.એટલું જ તેમણે બેલી ફેટ 38'' થી ઘટાડીને 33'' કર્યુ છે. આ સાથે તેમણે પત્ની અને પોતાની બાળકી સાથે પણ વર્કઆઉટ કરવો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.
Published by: ankit patel
First published: May 31, 2020, 9:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading