કોરોના કાળમાં ઘરે જ બનાવો બજાર જેવી 'ચીઝી ફ્રેન્ચ ફ્રાઇઝ'

News18 Gujarati
Updated: July 18, 2020, 6:52 PM IST
કોરોના કાળમાં ઘરે જ બનાવો બજાર જેવી 'ચીઝી ફ્રેન્ચ ફ્રાઇઝ'
ફ્રેન્ચ ફ્રાઇઝ

ફ્રેન્ચ ફ્રાઈઝને આ રીતે બનાવો થોડી ચીઝી, બધા જ ચટાકા લઇને ખાશેઆ ફ્રેન્ચ ફ્રાઇઝમાં થોડું ટ્વિસ્ટ પણ છે.

  • Share this:
લાઈફસ્ટાઇલ ડેસ્ક : ફ્રેન્ચ ફ્રાઈઝનું નામ સાંભળીને કોઇને પણ ખાવાનું મન થઇ જાય. પરંતુ જ્યારે પરિવારને ખુશ કરવા માટે આ ભાવતી વાનગી ઘરે બનાવો છો ત્યારે બહાર જેવી ક્રિસ્પી અને ટેસ્ટી બનતી નથી. તો આજે આપણે બહાર જેવી જ ફ્રેન્ચ ફ્રાઇઝ બનાવતા શીખીએ. આ ફ્રેન્ચ ફ્રાઇઝમાં થોડું ટ્વિસ્ટ ઉમેરીને થોડી ચીઝી બનાવીએ.

સામગ્રી

3 બાફેલા બટેટા

1 લીલી ડુંગળી
1 ચમચી રોઝમેરી
1 ચમચી ચીઝ2 ચમચી મેયોનીઝ
1 ચમચી કોથમીર
તેલ તળવા માટે
જરૂરિયાત અનુસાર કાળા મરી
3 ડ્રોપ્સ ટ્રફલ ઓયલ
સ્વાદનુસાર મીઠું

બનાવવાની રીત
બટેટાની છાલ કાઢીને તેને ફિંગર ચિપ્સ શેપમાં કાપી લેવા.
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવું. ફિંગર ચિપ્સને 8થી 10 મિનિટ સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી તેલમાં તળવી.
ચિપ્સ થોડી બ્રાઉન થઈ જાય ત્યારબાદ તેલમાંથી કાઢીને એક પ્લેટમા મૂકવી.
હવે એક બાઉલમાં ફિંગર ચિપ્સ નાખીને તેના પર મરી પાવડર, સમારેલી રોઝમેરી, મરીના દાણા અને છીણેલું ચીઝ નાખવું.
બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેવી ત્યારબાદ થોડાક ટીપા ટ્રફલ ઓયલનાં નાખવા.
સારી રીતે મિક્સ કર્યા બાદ લીલી કોથમીર અને ડુંગળીને બાઉલમાં લઈને થોડી શેકી લેવી.
એક અલગ બાઉલમાં ક્રીમ, મેયોનીઝ અને ચીઝ મીક્સ કરવું. તો તૈયાર છે ફ્રાઈસ હવે તેને સોસની સાથે સર્વ કરો.
Published by: Margi Pandya
First published: July 18, 2020, 6:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading