Health Tips: કિશોરોની વધુ સારી ઊંઘ અને ઓછી ઊંઘ લેવાની પેટર્ન, જાણો શું કહે છે અભ્યાસ


Updated: September 20, 2021, 11:59 PM IST
Health Tips: કિશોરોની વધુ સારી ઊંઘ અને ઓછી ઊંઘ લેવાની પેટર્ન, જાણો શું કહે છે અભ્યાસ
તણાવ ઓછો કરવામાં અને રોગપ્રતિકારક શક્તિ તંદુરસ્ત રાખવામાં સારી ઊંઘ લેવાની આદતો જરૂરી છે (પ્રતિકાત્મક તસવીર)

Lifestyle news- કોરોના કાળ (Corona epidemic)જ્યારથી શરુ થયો છે ત્યારથી આપણા જીવનમાં ઘણા ફેરફાર થયા છે

  • Share this:
કોરોના કાળ (Corona epidemic)જ્યારે શરુ થયો છે ત્યારથી આપણા જીવનમાં ઘણા ફેરફાર થયા છે. બાળકોથી લઈને વૃદ્ધ દરેક વ્યક્તિએ પોતાની જીવન શૈલીમાં (Lifestyle)ફેરફાર કર્યા છે. કારણ કે જો રોગચાળાથી બચવું હોય તો આપણી રોગપ્રતિકારક શક્તિ (immunity)તંદુરસ્ત હોવી જરૂરી છે. રોગ પ્રતિકારક શક્તિને તંદુરસ્ત રાખવા માટે ડાયટ (Diet)અને શારીરિક પ્રવૃત્તિ સાથે સાથે પૂરતી ઊંઘ લેવી પણ ખુબ જરૂરી છે. આ કોરોનામાં કિશોરોનો તણાવ ઓછો કરવામાં અને રોગપ્રતિકારક શક્તિ તંદુરસ્ત રાખવામાં સારી ઊંઘ લેવાની આદતો કેટલી જરૂરી છે વિશે વાત કરીશુ.

એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે સવારના શાળાના (School)ટાઈમ ટેબલ પર પાછા ફરતા વિદ્યાર્થીઓની જીવનશૈલી અસર પડી શકે છે. સંશોધકોના જણાવ્યા મુજબ, સારી ઊંઘ લેવાની આદતોને પ્રોત્સાહન આપવાથી કિશોરોનો તણાવ ઓછો કરવામાં અને આ કોરોના કાળના સમયમાં સામનો કરવાની તેમની ક્ષમતામાં સુધારો કરવામાં મદદ મળી શકે છે. મેકગિલ યુનિવર્સિટી (McGill University) ના મુખ્ય લેખક ર્યુટ ગ્રુબરે (Reut Gruber) જણાવ્યું હતું કે આ કોરોના કાળમાં જોવા મળ્યું છે કે શાળા શરૂ થવાનો સમય મોડો કરવામાં આવે તો વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવામાં મદદ મળી શકે છે અને આવું કરવામાં રસ ધરાવતી શાળાઓએ તેનો અમલ કરવો જોઈએ.

બાળ અને કિશોર મનોચિકિત્સા અને માનસિક આરોગ્ય જર્નલમાં છપાયેલી સ્ટડી અનુસાર, ટીમે વિકાસશીલ કિશોરોના એક ગ્રૂપનો અભ્યાસ કર્યો જેમાં અભ્યાસ પહેલાનો સમય 1: જાન્યુઆરી 15 થી માર્ચ 13 - અને અભ્યાસ દરમિયાનનો બીજો સમય 2: 15 મેથી 30 જૂન સુધીનો સમાવેશ કર્યો હતો. ગયા વર્ષે કેનેડામાં COVID-19 દરમિયાન આ સ્ટડી કરવામાં આવી હતી.

આ પણ વાંચો - દરરોજ તમારે કેટલું પાણી પીવું જોઇએ? જાણો, ક્યાંથી આવી 8 ગ્લાસ પાણીની થીઅરી

સમય 1 પર, દરેક વ્યક્તિના ઊંઘની પેટર્નનું મૂલ્યાંકન તેમના ઘરના વાતાવરણમાં કરવામાં આવ્યું. જેમ 7 દિવસ સુધી તેમના એક્ટિગ્રાફી અને સ્લીપ લોગનો અભ્યાસ કરવામાં આવ્યો. આ દરમિયાન તેઓએ તેમના ઊંઘવાના સમય, અવધિ અને ગુણવત્તા તેમજ સૂવાના સમયે તેમની પ્રવૃત્તિઓ, તેમની દિવસની ઊંઘ અને તેમની સામાજિક/ભાવનાત્મક ફેરફાર વિશે જાણ કરી.

સમય 2 પર, દરેક લોકો જેમને આ અભ્યાસમાં ભાગ લીધો હતો તેમને તેમનો સ્લીપ લોગ પૂર્ણ કર્યો, ઊંઘ અને અનુભવી તણાવ સ્કેલ સંબંધિત તેમની પણ માહિતી લેવામાં આવી. સંશોધકોએ શોધી કાઢ્યું કે, આ કોરોના કાળ દરમિયાન, કિશોરોની જાગવાનો અને ઊંઘવાનો સમય લગભગ બે કલાક પછી બદલાઈ ગયો. ઘણા કિશોરો પણ લાંબા સમય સુધી ઊંઘતા હતા અને દિવસ દરમિયાન તેમને વધારે ઉજાગરા કરવાની જરૂર પડતી ના હતી.આ ફેરફારોનો અર્થ એ થયો કે કિશોરો પાસે તેમનું હોમવર્ક પૂરું કરવા માટે અઠવાડિયાના દિવસોમાં વધારે "ઉપયોગ કરી શકે તેવા કલાકો" હતા અને તેમને પોતાનું હોમવર્ક પૂરું કરવા માટે તેમની ઊંઘ બગાડવાની જરૂર નથી પડી રહી. કોરોના દરમિયાન દુનિયાભરના ઘણા દેશોમાં આવી રિસર્ચ આવી રહી છે. આ આખી સ્ટડીમાં જાણવા મળ્યું છે કે ઓછો સમય લીધેલી ઊંઘ તણાવ વધારે છે અને પૂરતો સમય લીધેલી ઊંઘ તણાવ ઘટાડે છે.
First published: September 20, 2021, 11:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading