Mary Kom injured: બોક્સિંગ ચેમ્પિયન મેરી કોમને થઇ હતી ACL ઇજા, જાણો શું છે ACL વિશે?


Updated: June 17, 2022, 11:51 AM IST
Mary Kom injured: બોક્સિંગ ચેમ્પિયન મેરી કોમને થઇ હતી ACL ઇજા, જાણો શું છે ACL વિશે?
બોક્સિંગ ચેમ્પિયન મેરી કોમને થઇ હતી ACL ઇજા, જાણો શું છે ACL વિશે?

તાજેતરમાં જ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સના સિલેક્શન ટ્રાયલ્સમાંથી ખસી જવાની ફરજ (mary kom withdraw from the Birmingham Commonwealth Games selection) પડી હતી, કારણ કે તેને એન્ટિરીયર ક્રુસિએટ લિગામેન્ટ (ACL) ઈજા થઈ હતી. આઇકોનિક ભારતીય બોક્સર હરિયાણાની નીતુ સામેની 48 કિલોગ્રામ કેટેગરીમાં સેમી-ફાઇનલ મુકાબલો થોડી મિનિટોમાં જ હતો. જ્યારે અચાનક તેનો ડાબો ઘૂંટણ વળી ગયો હતો.

  • Share this:
છ વખત વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયન રહી ચૂકેલી એમસી મેરી કોમને (Six-time world boxing champion MC Mary Kom) તાજેતરમાં જ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સના સિલેક્શન ટ્રાયલ્સમાંથી ખસી જવાની ફરજ (mary kom withdraw from the Birmingham Commonwealth Games selection) પડી હતી, કારણ કે તેને એન્ટિરીયર ક્રુસિએટ લિગામેન્ટ (ACL) ઈજા થઈ હતી. આઇકોનિક ભારતીય બોક્સર હરિયાણાની નીતુ સામેની 48 કિલોગ્રામ કેટેગરીમાં સેમી-ફાઇનલ મુકાબલો થોડી મિનિટોમાં જ હતો. જ્યારે અચાનક તેનો ડાબો ઘૂંટણ વળી ગયો હતો. ડોકટરોએ મેરી કોમની ઈજાનું સ્કેનિંગ કરાવ્યું હતું અને કહ્યું હતું કે તેણીને એસીએલમાંથી (mary kom suffers acl tear) દૂર રહેવું પડશે, કારણ કે તેની ઇજા ગંભીર છે. ડોક્ટરે તેને રીકન્ટસ્ટ્રક્શન સર્જરીની સલાહ આપી હતી અને પેઇનકિલર સહિત અન્ય દવાઓ આપી હતી.

ACLની ઈજા શું છે? (What is an ACL tear?)


એસીએલ (ACL) અથવા એન્ટીરીયર ક્રુસિએટ લિગામેન્ટ એ ઘૂંટણના સાંધામાં રહેલા ચાર અસ્થિબંધન પૈકીનું એક છે, જે ફેમરને (જાંઘના હાડકાના તળિયે) ટિબિયા (શિનબોનની ટોચ) સાથે જોડે છે. લિગામેન્ટ એ પેશીઓના ફ્લેક્સિબલ અને સખત પટ્ટાઓ છે, જેનું મુખ્ય કામ કોમલાસ્થિ અને હાડકાને એક સાથે રાખવાનું છે. ACL ટીયર (ACL Tear) ઘૂંટણની સૌથી સામાન્ય ઇજાઓ પૈકીની એક છે જે મોટે ભાગે રમતવીરોને થાય છે. જે લોકો તેમના ACL તોડી નાખે છે, તેઓ સામાન્ય રીતે ઘૂંટણમાં દુખાવો અને ક્યારેક 'પોપ' અનુભવે છે. ઈજા પછી ઘૂંટણમાં સોજો આવે છે અને દર્દી ચાલવામાં સમસ્યા અનુભવી શકે છે.

આ પણ વાંચો: Kidney Stone Home Remedies: જાણો શા માટે થાય છે પથરીની સમસ્યા? અપનાવો આ ઘરેલુ નુસ્ખા

ક્યારે થાય છે આ સમસ્યા?


એસીએલ ટીયર મોટે ભાગે બાસ્કેટબોલ, ફૂટબોલ, સ્કીઇંગ, સોકર, બોક્સિંગ અને ટેનિસ જેવી રમતો સાથે જોડાયેલા લોકોને જોવા મળે છે. એવું પણ જોવા મળ્યું છે કે સ્ત્રીઓને તેમની વિવિધ સ્નાયુબદ્ધ શક્તિ, શારીરિક અનુકૂલન અને ન્યુરોમસ્ક્યુલર નિયંત્રણને કારણે પુરુષોની તુલનામાં એસીએલ (ACL) ફાટવાની શક્યતા વધુ હોય છે.

સારવાર


ઇજા બાદ ડોક્ટર સામાન્ય રીતે એક્સ-રે અથવા એમઆરઆઇ સ્કેન કરીને ઇજાની તપાસ કરે છે અને ફ્રેક્ચરને શોધે છે. જ્યારે એસીએલ ટીયરની સારવાર બિન-સર્જિકલ હોય છે જેમાં શારીરિક થેરાપી અને રીહેબિલિટેશનનો સમાવેશ થાય છે, મેરી કોમ જેવા કેટલાક દર્દીઓને રીકન્સ્ટ્રક્શન સર્જરીની સલાહ આપવામાં આવે છે.

આ પણ વાંચો: જાણો શું છે હ્રદયના ઝડપી ધબકારા? જેને લઈને દિપીકા પાદુકોણે લીધી હતી હાર્ટ હોસ્પિટલની મુલાકાત

રિકન્સ્ટ્રક્શન સર્જરીમાં ફાટેલા એસીએલ (ACL)ના રીકન્સ્ટ્રક્શન માટે ટિશ્યુ અથવા ગ્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ગ્રાફ્ટ એક ટેન્ડન હોઈ શકે છે અને તે દર્દીના પોતાના શરીર અથવા કોઈ બીજાના શરીરમાંથી લેવામાં આવે છે. એસીએલ સર્જરીમાંથી સાજા થવામાં 6થી 12 મહિનાનો સમય લાગી શકે છે અને દર્દીઓને સામાન્ય રીતે પછી ચાલવા માટે ક્રચ અને લેગ બ્રેસનો ઉપયોગ કરવો પડે છે.
Published by: Rahul Vegda
First published: June 17, 2022, 11:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading