મેરી ક્રિસમસ 2020 : શું છે ક્રિસમસનો ઈતિહાસ? શું તમે ક્રિસમસના મહત્વ અને તેની ઉજવણી વિશે આ જાણો છો?

News18 Gujarati
Updated: December 24, 2020, 4:53 PM IST
મેરી ક્રિસમસ 2020 : શું છે ક્રિસમસનો ઈતિહાસ? શું તમે ક્રિસમસના મહત્વ અને તેની ઉજવણી વિશે આ જાણો છો?
પ્રતિકાત્મક તસવીર

ક્રિસમસમાં ઉજવણીની શરૂઆત 24મી ડિસેમ્બરની સાંજથી એટલે કે ક્રિસમસ ઈવથી થાય છે અને 26મી ડિસેમ્બર એટલે કે બોક્સિંગ ડે સુધી ઉજવણી ચાલે છે.

  • Share this:
લાઈફ સ્ટાઈલ ડેસ્ક : ખ્રિસ્તી લોકો માટે આ દિવસનું મહત્વ ખુબજ વિશેષ છે. એવું માનવામાં આવે છે ભગવાને પોતાના પુત્રને આ પૃથ્વી પર મોકલ્યા હતા પોતાનું બલિદાન આપીને માનવજાતનું કલ્યાણ કરવા માટે. સમગ્ર દુનિયામાં ક્રિસમસનો તહેવાર 25મી ડિસેમ્બરે યોજાય છે. ધાર્મિક દ્રષ્ટિએ આ દિવસે રજા રાખવામાં આવે છે તો વ્યવસાયિક દ્રષ્ટિએ પણ ઉત્સવ ઉજવાય છે. ચારેય બાજુ ઉત્સવનું વાતાવરણ હોય છે કારણ કે, આજે ભગવાન જિસસની જન્મજયંતિ છે, એવા આધ્યાત્મિક ગુરૂ જેમણે ખ્રિસ્તિ ધર્મની સ્થાપના કરી. સમગ્ર દુનિયામાં ખ્રિસ્તિ ધર્મના લોકો માટે આ વિશેષ દિવસ છે. પણ જે લોકો ખ્રિસ્તિ નથી તેઓ પણ આ ઉત્સવ ખૂબજ ઉત્સાહથી ઉજવે છે.

ઈતિહાસ

એવું કહેવાય છે કે ઈસુની સદીઓ પહેલા યુરોપિયન ડિસેમ્બરમાં પ્રકાશને ઝંખતા હતા. શિયાળાના દિવસોમાં તેઓ લાંબા દિવસો, સૂર્યપ્રકાશ અને ટૂંકી રાતોની રાહ જોતા હતા. એવુ માનવામાં આવે છે ક્રિશ્ચ્યાનિટીના પહેલાના વર્ષોમાં ક્રિસમસ નહી પરંતુ ઈસ્ટર મુખ્ય હોલીડે હતો, જીસસનો જન્મદિવસ ઉજવાતો નહોતો. પણ ચોથી સદીમાં ચર્ચે જીસસના જન્મના દિવસને રજા જાહેર કરી.

Health tips: તમારા રુટિન ડાયેટમાં ઉમેરો આ સુપરફૂડ, જે કરશે તમારી Acidityને ગાયબ

Health tips: તમારા રુટિન ડાયેટમાં ઉમેરો આ સુપરફૂડ, જે કરશે તમારી Acidityને ગાયબ

ઈસુના જીવનની વાત કરીએ તો બેથ્લેહામમાં મેરી અને જોસેફના ઘરે તેમનો જન્મ થયો હતો. જોકે, 25મી ડિસેમ્બરે જન્મ થયો તેવું ક્યાંય નોંધાયેલુ નથી કારણ કે તે સમયે આધુનિક જ્યોર્જિયન કેલેન્ડર બન્યું નહોતું. બાઈબલમાં પણ તેમના જન્મની કોઈ ચોક્કસ તારીખનો ઉલ્લેખ નથી. પહેલા ક્રિશ્ચન રોમન એમ્પેરર કોન્સ્ટેન્ટાઈને 25મી ડિસેમ્બરે ક્રિસમસની જાહેરાત કરી હતી. થોડા વર્ષો પછી, પોપ જુલિયલ પહેલાએ આ દિવસને ક્રિસ્ટના જન્મદિવસ તરીકે જાહેર કર્યો.ક્રિસમસમાં ઉજવણીની શરૂઆત 24મી ડિસેમ્બરની સાંજથી એટલે કે ક્રિસમસ ઈવથી થાય છે અને 26મી ડિસેમ્બર એટલે કે બોક્સિંગ ડે સુધી ઉજવણી ચાલે છે.

વાઇ થવાનું શું છે કારણ? વાઇની બીમારીને હરાવવા માટે તેના વિશેની મહત્વની સમજ

વાઇ થવાનું શું છે કારણ? વાઇની બીમારીને હરાવવા માટે તેના વિશેની મહત્વની સમજ

ક્રિશ્ચન ધર્મ માટે આજનો દિવસ ઘણો મહત્વનો છે. એવુ માનવામાં આવે છે માનવજાતના કલ્યાણ માટે ગોડે પોતાના સનને પૃથ્વી પર મોકલ્યા હતા. માટે જ જીસસનું ક્રુસિફિકેશન ત્યાગનું નિશાન માનવામાં આવે છે. આ દિવસે લોકોમાં ચર્ચમાં મિડનાઈટ માસમાં ભાગ લે છે ત્યારબાદ ક્રિસમસ ફિસ્ટ હોય છે અને કેરોલ્સ પણ ગાવામાં આવે છે.

આ વર્ષે પેન્ડામિકને કારણે ઘણી મર્યાદાઓ છે. દર વર્ષે તો આ દિવસે શહેરમાં અનેક જગ્યાએ શાન્ટાક્લોઝ જોવા મળે છે અને બાળકો તેમની સાથે રમવાનો આનંદ માણતા હોય છે.
Published by: kiran mehta
First published: December 24, 2020, 4:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading