વિશ્વ દૂધ દિવસ: જાણો શરીરને સ્વસ્થ રાખવામાં સૌથી મહત્વપૂર્ણ દૂધના 8 પ્રકાર અને તેના ફાયદા


Updated: June 1, 2021, 7:33 PM IST
વિશ્વ દૂધ દિવસ: જાણો શરીરને સ્વસ્થ રાખવામાં સૌથી મહત્વપૂર્ણ દૂધના 8 પ્રકાર અને તેના ફાયદા

  • Share this:
નવી દિલ્લી:  ભારતીયોને દૂધ ખૂબ જ પસંદ છે, કોઈને સાદુ દૂધ પસંદ છે, કોઈને હળદરવાળુ તો કોઈને મિલ્કશેક પસંદ છે. અનેક લોકો બ્રેકફાસ્ટમાં દૂધનું સેવન કરે છે. સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન તરફથી દર વર્ષે 1 જૂનના રોજ વિશ્વ દૂધ દિવસ મનાવવામાં આવે છે. જેનો ઉદ્દેશ લોકોને દૂધનું મહત્વ અને તેના ફાયદાઓ અંગે જાગૃત કરવાનો છે.

મોટાભાગના લોકો દૂધથી હાડકા મજબૂત થતા હોવાનું માનતા હોવાથી દૂધનું સેવન કરે છે. દૂધમાં કેલ્શિયમની સાથે સાથે અનેક પોષકતત્વો રહેલા છે, જે શરીર માટે લાભદાયી છે. એક સ્ટડી અનુસાર દૂધ પીવા અંગે ગમે તેટલા વિવાદ થતા હોય, પરંતુ દૂધ શરીરને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. દૂધ પીવાથી હ્રદય રોગ, અનેક પ્રકારના કેન્સર, મેદસ્વીતા અને ડાયાબિટીઝ જેવી સમસ્યાથી બચાવવામાં મદદ કરે છે. બજારમાં અનેક પ્રકારના દૂધ ઉપલબ્ધ છે જેના અલગ અલગ ફાયદા છે. અહીંયા અનેક પ્રકારના દૂધની અને તેના ફાયદાઓ વિશે જાણકારી આપવામાં આવી છે.

ગાયનું દૂધ

આંતરડા દ્વારા લેક્ટોઝ એબ્ઝોર્બ ન કરવાને કારણે તથા અનેક પ્રકારની એલર્જીના કારણે ગાયનું દૂધ બાળકો માટે યોગ્ય ન હોવાનું માનવામાં આવે છે. સ્ટડી અનુસાર ગાયના દૂધમાં નોન-ડેરી મિલ્કની તુલનામાં અધિક માત્રામાં પ્રોટીન રહેલા છે. ગાયના દૂધમાં પ્રાકૃતિક રૂપે કેલ્શિયમ, વિટામીન ડી, વિટામીન ઈ, વિટામીન બી12 તથા અનેક પ્રકારના મિનરલ્સ અને પોષકતત્વો રહેલા છે. ગાયના દૂધમાં અનેક એન્ટી-ઓક્સીડેન્ટ્સ રહેલા છે, જે શરીર માટે ખૂબ જ લાભદાયી છે.

ભેંસનું દૂધ

દૂધના કુલ ઉત્પાદનમાં ભેંસના દૂધનો હિસ્સો 12 ટકા છે, જે ગાયના દૂધ કરતા પણ વધુ લાભદાયી છે. ભેંસના દૂધમાં કૉલ્સ્ટ્રોલની માત્રા ઓછી હોય છે. ભેંસના દૂધમાં ભરપૂર માત્રામાં અમિનો એસિડ, સિલેનિયમ, ઝિંક અને એન્ટી-ઓક્સીડેન્ટ્સ રહેલા છે.બકરીનું દૂધ

અનેક જગ્યાઓ પર બકરીના દૂધને ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ માનવામાં આવે છે. સ્ટડી અનુસાર નવજાત બાળકો બકરીના દૂધને સરળતાથી પચાવી શકે છે. બકરીના દૂધમાં અધિક માત્રામાં એલ્કલાઈન અને ફેટની માત્રા ખૂબ જ ઓછી હોય છે. મનુષ્યને પોષણ આપવાના હેતુથી બકરીના દૂધમાં ઔપચારિક ગુણો રહેલા છે.

ઊંટનું દૂધ

ઊંટનું દૂધ અન્ય પ્રકારના દૂધ કરતા અલગ છે, પરંતુ પોષણના હેતુથી ઊંટના દૂધને માતાના દૂધની સમકક્ષ ગણવામાં આવે છે. ઊંટના દૂધમાં ગ્લૂકોઝ અને કૉલસ્ટ્રોલ ઓછુ હોય છે તથા વિટામીન સી અને આયર્ન, પોટેશિયમ, કોપર, ઝિંક, મેગ્નીશિયમ જેવા મિનરલ્સની અધિક માત્રા રહેલી છે.

છેલ્લા કેટવાક વર્ષોમાં નોન ડેરી દૂધની વેરાયટીઝ વિશ્વભરમાં ખૂબ જ પ્રચલિત છે. આ દૂધ પ્લાન્ટ બેઝ્ડ હોવાથી તેમાં અનેક પોષણ સંબંધિત ફાયદાઓ રહેલા છે. ફેમસ નોન ડેરી દૂધના 4 પ્રકાર છે.

સોયા મિલ્ક

સોયાબીન અથવા સોયા પ્રોટીનથી તૈયાર થતા સોયા મિલ્કમાં અનેક પ્રકારના પોષકતત્વો રહેલા હોવાથી તેને ગાયના દૂધનો સૌથી સારો વિકલ્પ ગણવામાં આવે છે. આ દૂધમાં ગાયના દૂધ જેટલું જ પ્રોટીન, ફેટ અને કાર્બોહાઈડ્રેટ્સ રહેલા છે. સોયા મિલ્કમાં તમામ જરૂરી એમિનો એસિડના કારણે તેને કમ્પલીટ પ્રોટીન તરીકે પણ ગણવામાં આવે છે.

નારિયેલનું દૂધ

નારિયેલનું દૂધ નારિયેલ પાણી અને તેમાં રહેલ સફેદ મલાઈની મદદથી તૈયાર કરવામાં આવે છે. નોન ડેરી નારિયેલના દૂધમાં સૌથી ઓછુ પ્રોટીન હોય છે. ભારતીય મહાદ્વીપમાં આ દૂધનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. આ દૂધ બ્લડ કૉલસ્ટ્રોલના સ્તરને સંતુલિત કરે છે અને વજન ઓછુ કરવામાં સહાયક છે.

બદામનું દૂધ

જે લોકો સ્વાસ્થ્યને લઈને ખૂબ જ જાગૃત હોય છે તે બદામનું દૂધ પીવાનું વધુ પસંદ કરે છે. આ દૂધમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, વિટામીન, મિનરલ્સ અને એન્ટી-ઓક્સીડેન્ટ્સ રહેલા છે. આ દૂધમાં કેલોરીઝ ખૂબ જ ઓછી હોય છે.

ઓટ્સ મિલ્ક

ઓટ્સ મિલ્ક ઓટ્સ, પાણી અને અનેક પ્રકારની સામગ્રીઓ સાથે બનાવવામાં આવે છે. ગાયના દૂધની તુલનામાં આ દૂધમાં પ્રોટીન અને ફેટની માત્રા ખૂબ જ ઓછી હોય છે. ઓટ્સ મિલ્કને હેલ્ધી વિકલ્પ ગણાવામાં આવે છે. ઓટ્સ મિલ્ક કૉલસ્ટ્રોલ અને બ્લડ સુગર લેવલને સંતુલિત રાખવામાં સહાયક છે.

(નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
Published by: kuldipsinh barot
First published: June 1, 2021, 7:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading