આવો હેલ્ધી હોવો જોઈએ સવારનો નાસ્તો, આ ખાસ વસ્તુઓનું સેવન કરીને રહો તંદુરસ્ત


Updated: May 31, 2021, 10:17 PM IST
આવો હેલ્ધી હોવો જોઈએ સવારનો નાસ્તો, આ ખાસ વસ્તુઓનું સેવન કરીને રહો તંદુરસ્ત
Image-shutterstock.com

બ્રેકફાસ્ટમાં હેલ્ધી ફૂડનું સેવન કરવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થશે અને સાથે સાથે તમારા પાચનમાં પણ સુધારો કરશે

  • Share this:
Morning Healthy Breakfast: સ્વસ્થ રહેવા માટે બ્રેકફાસ્ટ હેલ્ધી હોવો ખૂબ જ જરૂરી છે. સવારે નાસ્તામાં શું ખાવું જોઈએ, તેની જાણકારી તમને જરૂર હોવી જોઈએ. બ્રેકફાસ્ટમાં હેલ્ધી ફૂડનું સેવન કરવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થશે અને સાથે સાથે તમારા પાચનમાં પણ સુધારો કરશે. સવારનો હેલ્ધી નાસ્તો તમને આખો દિવસ ઊર્જા પ્રદાન કરે છે અને અનેક પ્રકારની બીમારીઓથી દૂર રાખે છે. એક સારા દિવસની શરૂઆત કરવા માટે હેલ્ધી અને હેવી બ્રેકફાસ્ટ લેવો ખૂબ જ જરૂરી છે. સવારે ભૂખ્યા પેટે પાણી સાથે મધ પીને દિવસની શરૂઆત કરો. નાશ્તામાં વિટામિન, પ્રોટીન, ફાઈબર અને ઓમેગા 3 ફેટી એસિડ વાળા ફૂડનું સેવન કરો. સવારના નાસ્તામાં ફળોને સામેલ કરો. સવારનો પૌષ્ટીક નાસ્તો શરીરને ઊર્જા પ્રદાન કરે છે. અહીં સવારનો હેલ્ધી નાસ્તો કેવો હોવો જોઈએ તેની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે.

ઓટમીલ

સવારના હેલ્ધી નાસ્તા માટે ઓટમીલનું સેવન કરો. સાધારણ ઓટમીલને ફળો સાથે વધુ હેલ્ધી બનાવી શકો છો. સવારના નાશ્તામાં ઓટમીલનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને બીમારીઓ દૂર રહે છે. ઓટ્સમાં અધિક માત્રામાં ઓમેગા 3, ફેટી એસિડ, ફોલેટ અને પોટેશિયમ રહેલું છે. જે તમારા હ્રદયને સ્વસ્થ રાખે છે.

સવારના નાસ્તાને પૌષ્ટીક બનાવવા માટે કેળાનો ઉપયોગ કરો. કેળાનો ક્રશ કરીને દૂધ સાથે ખાઈ શકો છો અથવા બ્રેડ સાથે પણ ખાઈ શકો છો. કેળામાં અધિક માત્રામાં આયર્ન અને પોટેશિયમ રહેલા છે. હાઈપરટેન્શનના દર્દીઓ માટે કેળા ખૂબ જ લાભદાયી છે. કેળા ઈન્સ્ટન્ટ ઊર્જાની સાથે પેટની સમસ્યા પણ દૂર કરે છે.

બદામ

બદામ અનેક પોષકતત્વોથી ભરપૂર છે. સવારે ભૂખ્યા પેટે બદામ ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. બદામને પલાળીને ખાવી ખૂબ જ લાભદાયી છે. બદામમાં વિટામિન, મેંગેનીઝ, પ્રોટીન, ફાઈબર અને ઓમેગા 3 ફેટી એસિડ રહેલા છે. તમારા નિયમિત બ્રેકફાસ્ટમાં એક મુઠ્ઠી બદામને શામેલ કરો.આ પણ વાંચો - બચતના પૈસા પર જોખમ વગર મેળવો શાનદાર રિટર્ન, 10,000 જમા કરાવીને મેળવો 16 લાખ રૂપિયાનો ફાયદો

દહીં

નિયમિત બ્રેકફાસ્ટમાં એક વાટકી દહીંનું જરૂરથી સેવન કરો. આંતરડા માટે દહીં ખૂબ જ લાભદાયી છે. બ્રેકફાસ્ટમાં દહીં ખાવાથી શરીરને અનેક પ્રકારના લાભ થાય છે. દહીંમાં પ્રોબાયોટિક્સ રહેલા છે જે પેટને સાફ રાખે છે અને પાચનમાં સુધારો કરે છે.

સફરજન અને સંતરા

બ્રેકફાસ્ટમાં સફરજન અને સંતરા ખાવાની સલાહ આપવામાં આવે છે. સવારના નાસ્તામાં એક ફળને જરૂરથી સામેલ કરવું જોઈએ. બ્રેકફાસ્ટમાં સફરજન અને સંતરા ખાવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને ઊર્જા મળે છે. સફરજન અને સંતરા ખાવાથી પાચન તંત્ર યોગ્ય કામ કરે છે. શરીરનો મેટાબોલિક રેટ પણ યોગ્ય રહે છે.

ઈંડા

નિયમિત બ્રેકફાસ્ટમાં ઈંડાનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ઈંડામાં અધિક માત્રામાં પ્રોટીન અને પોષકતત્વો રહેલા છે. ઈંડામાં વિટામીન ડી રહેલું છે, જે તમારા હાડકા માટે લાભદાયી છે. રોજ ઈંડુ ખાવાથી વિટામીન ડી મેળવી શકાય છે.

ચિયા સીડ્સ

ચિયા સીડ્સમાં પર્યાપ્ત માત્રામાં પ્રોટીન રહેલા છે, જે તમારી માંસપેશીઓ માટે લાભદાયી છે. ચિયા સીડ્સને ભોજનામાં નાખતા પહેલા 5 થી 10 મિનિટ સુધી પાણીમાં પલાળીને રાખો. સીમિત માત્રામાં ચિયા સીડ્સનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે.

(નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
First published: May 31, 2021, 8:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading