'મારી યૌન ઇચ્છાઓ મારા વશમાં નથી મને સેક્સ ચેટ કરી શકે તેવો પાર્ટનર જોઇએ છે'

News18 Gujarati
Updated: December 22, 2020, 5:00 PM IST
'મારી યૌન ઇચ્છાઓ મારા વશમાં નથી મને સેક્સ ચેટ કરી શકે તેવો પાર્ટનર જોઇએ છે'
પ્રતિકાત્મક તસવીર

પહેલાં તો સૌથી ટિકાઉ ઉપાય છે મેસ્ટર્બેશન, જે જાતે જ આનંદ આપનારી યૌન ગતિવિધિ છે. આપ એવાં વિચારોવાળા છો કે સેક્સ ત્યારે જ થાય છે જ્યારે તેમાં કોઇ બીજો પાર્ટનર શામેલ હોય. જે યોગ્ય નથી

  • Share this:
પ્રશ્ન: હું 22 વર્ષનો છુ અને તમિલનાડુનો રહેવાસી છુ મારી યૌન ઇચ્છાઓ મારા વશમાં નથી. હું તેનો આદી થઇ ગયો છું. તેને વશમાં કરવા માટે મને મદદની જરૂર છે. હું આ માટે આવતાં વિચારોથી તુરંત જ પીછો છોડાવવા ઇચ્છુ છું. આ માટે મને એક સેક્સ્ટિંગ પાર્ટનર જોઇએ છે જેની સાથે હું સેક્સ ચેટ કરી શકું જ્યારે આ પ્રકારનું ઝનૂન મારા પર હોય

જવાબ: 'સેક્સની લત' કે અતિ યૌન ઇચ્છાઓનું હોવું એક એવી ગડબડ છે જેનો ઇલાજ શક્ય છે. તે પાછળ ઘણાં કારણો જવાબદાર હોઇ શકે છે. તાણ, ડિપ્રેશન, ચિંતા કે સેક્સ અંગે શરમ અને આ તમામ વાતોનો ઇલાજ છે. કોઇ મનોચિકિત્સક સહેલાઇથી તેનો ઇલાજ કરી શકે છે. જ્યારે કોઇ વ્યક્તિ વારંવાર પોતાને યૌન ગતિવિધિઓમાં શામેલ કરતાં રોકી નથી શકતો. ભલે તેનું પરિણામ કંઇપણ કેમ ન હોય તો તે વ્યક્તિ માટે કહેવામાં આવે છે કે તેને સેક્સની લત છે. જો આપને લાગે છે કે આપની યૌન ઇચ્છાઓ પર આપનું નિયંત્રણ નથી અને આજ કારમે આપ ખતરનાક યૌન વ્યવહારમાં શામેલ થાઓ છો. જેને કારણે આપને કે પરિવારને નુક્સાન થઇ રહ્યું છે તો હું આપને સલાહ આપીશ કે આપ કોઇ ડોક્ટરની મદદ લો.

જોકે, આપે આપનાં અંગે જે પણ કહ્યું છે તેનાંથી મને લાગે છે કે, આપ તે વાતથી હતોત્સાહિત છો કે આપ આવી યૌન ગતિવિધિઓમાં શામેલ નથી થઇ શકતાં. જે આપને આનંદ આપી શકે. સેક્સની વધુ પડતી ચાહતને કારણે તે આપની સાથે નથી. આ વિચારોથી મુક્ત થવાનો ઉપાય છે.

પ્રતિકાત્મક તસવીર


પહેલાં તો સૌથી ટિકાઉ ઉપાય છે મેસ્ટર્બેશન, જે જાતે જ આનંદ આપનારી યૌન ગતિવિધિ છે. આપ એવાં વિચારોવાળા છો કે સેક્સ ત્યારે જ થાય છે જ્યારે તેમાં કોઇ બીજો પાર્ટનર શામેલ હોય. જે યોગ્ય નથી. પોતાને જ આનંદ આપવું પણ ઘણું સુખદ અહેસાસ છે. અને આ પોતામાં જ એક પૂર્ણ યૌન ગતિવિધિ છે. પછી માસ્ટર્બેશનને અપનાવવું એક પ્રકારે જ ખુદને સશક્ત કરવાનું છે. દરેક વ્યક્તિએ જીવનનાં ઘણાં તબક્કે પોતાની જાતને આ સુખદ અનુભવ કરાવવો જોઇએ.

જો આપ યૌન ગતિવિધિમાં શામેલ થવા માટે કોઇ પાર્ટનર શોધી રહ્યાં છો જેની સાથે આપ યૌન ગતિવિધિઓમાં શામેલ થવા ઇચ્છો છો, તો આપને ડેટિંગ એપનો પ્રયોગ કરવાની સલાહ આપીશ. કે પછી આપને કોઇની સાથે વિનમ્રતાપૂર્ણ રીતે મિત્રતા કરવાની સલાહ આપીશ જેને આપ આકર્ષક માનો છે. આપ ઇમાનદારીથી વર્તો અને પોતાની ઇચ્છાઓ અને જરુરીયાતો અંગે સ્પષ્ટ રહો. જો આ પ એવું કોઇ શોધી લો જે આ પ્રકારનાં સંબંધાં રસ લેતું હોય તો સારુ છે. પણ જો ત્યાંથી ઇન્કાર આવે છો તો 'ના' કહેવાનો તેને સંપૂર્ણ અધિકાર છે અને આપે તેનું સન્માન કરવું જોઇએ. અને તેનાં દ્વારા કરવામાં આવેલાં અસ્વીકારનો સ્વીકાર કરવો જોઇએજો આપ ફક્ત સેક્સ્ટિંગ જ કરવાં ઇચ્છો છો તો ડેટિંગ એપ અને કેટલીક વિશ્વસનીય ઓનલાઇન ચેટ સર્વિસ આપની મદદ કરી શે છે. Omegle જેવી સાઇટ્સ આપને આપની પસંદનો ઉલ્લેખ કરવા અને અજાણી વ્યક્તિઓ સાથે ચેટ કરવાની અનુમતિ આપે છે. જેમની ચાહત પર આપનાં જેવી હોય છે. આ સેવાઓની સુરક્ષિત, મર્યાદાપૂર્ણ અને ઉત્તરાયિત્વપૂર્ણ મદદ લો.
Published by: Margi Pandya
First published: December 22, 2020, 4:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading