'મને દરરોજ યૌન સંબંધની ઇચ્છા થાય છે પણ અમારા વચ્ચે મહિનાઓ સુધી આવું નથી થતું'

News18 Gujarati
Updated: December 31, 2020, 5:18 PM IST
'મને દરરોજ યૌન સંબંધની ઇચ્છા થાય છે પણ અમારા વચ્ચે મહિનાઓ સુધી આવું નથી થતું'
પ્રતિકાત્મક તસવીર

જો યૌન ઇચ્છાઓની કમીને કારણે તમારા બંને વચ્ચે આવું થાય છે તો તે જાણો કે તે કેમ સેક્સમાં કંઇ ખાસ રસ લેતા નથી. અલગ અલગ લોકોમાં યૌન ઇચ્છાઓ અલગ અલગ હોય છે.

  • Share this:
પ્રશ્ન: હેલો પલ્લવી, મને નથી ખબર કે, હું કેવી રીતે કહું પણ મારા મારી પત્નીની સાથે મહીનાઓ સુધી યૌન સંબંધ નથી હોતા પણ મને મોટાભાગે દરરોજ તેની જરૂર લાગે છે, હું શું કરું?

જવાબ: આ માટે બે કારણ હોઇ શકે છે, પહેલાં, તેમની સેક્સની ઇચ્છાઓ ઓછી છે અને બકીજુ કારણ હોઇ શકે છે તે સામાજિક અને સાંસ્કૃતિક વિચાર જે યૌન સંબંધને ગંદુ કે ફક્ત પ્રજનન માટે છે તેમ માને છએ. જો બીજુ કારણ છે તો તે આપ તેમની વિચારણાં બદલવા માટ અપર્ણા સેન, અલંકૃતા શ્રીવાસ્તવ અને લીના યાદવની ફિલ્મો પરમા, લિપસ્ટિક અંડર માય બુર્ખા, કે પારચ્ડ દેખાડો. જેમણે મધ્યમ વર્ગની મહિલાઓમાં દબાયેલી યૌન ઇચ્છાઓ પુનર્જીવિત કરવા માટે વિષય પર ખુબ સારુ કામ કર્યું છે. તેણે ફિલ્મોનાં આધારે સેક્સ અંગે તેમની સાથે એક સ્વસ્થ વાતચીતની શરૂઆત કરો અને એક સારો યૌન સંબંધ સારા આપસી સંબંધ અને સુખ માટે કેટલો જરૂરી છે તે અંગે તેમને જણાવો.

જો યૌન ઇચ્છાઓની કમીને કારણે તમારા બંને વચ્ચે આવું થાય છે તો તે જાણો કે તે કેમ સેક્સમાં કંઇ ખાસ રસ લેતા નથી. અલગ અલગ લોકોમાં યૌન ઇચ્છાઓ અલગ અલગ હોય છે. જોકે, આ અજીબ લાગશે પણ દરેક વ્યક્તિનાં શરીર અને મશ્તિષ્ક સેક્સ અંગે એક જ પ્રકારની પ્રતિક્રિયા નથી આપતું. સામાન્ય રીતે બે રીતે યૌન ઇચ્છાઓ હોય છે. સ્વત: અને પ્રત્યુત્તરમાં થનારી જવાબી યૌન ઇચ્છા. આ બંને એક બીજાથી તદ્દન વિપરીત છે. અને જ્યારે આપનાં પાર્ટનર અલગ પ્રકારનો છે તો તેને ખુબ વધુ ભ્રમની સ્થિતિ પેદા થઇ શકે છે. પુરુષોમાં યૌન ઇચ્છાઓ તત્કાળ પેદા થઇ જાય છે જ્યારે સ્ત્રીઓમાં યૌન ઇચ્છા જવાબી હોય છે.

જેમનાંમાં યૌન ઇચ્છા જાતે જ પૈદા થાય છે તે એવાં હોય છે જે તેમનાં સંબંધોમાં સેક્સની શરૂઆત કરે છે. એવાં લોકોમાં દિવસભર સેક્સની ઇચ્છાઓ થતી હોય છે અને તે પહેલાં જ્યારે તેમનું શરીર આ માટે તૈયાર નથી હોતું. (એટલે કે, તેમનાંમાં સંભોગની ઇચ્છા હોય છે પણ તેમનાં જનનાંગોમાં ઉચિત ઉત્તેજના નથી હોતી.) જેમાં સંભોગની જવાબી ઇચ્છા પૈદા થતી હોય છે. તે સંભોગ અંગે કદાચ જ વિચારે છે. અને ઘણી વખત તો સંભોગની વચ્ચે હોય તો પણ તેમને ખબર નથી હોતી કે તે સંભોગની ઇચ્છા રાખે છે કે નહીં. જેમને આ પ્રકારની યૌન ઇચ્છા હોય છે તેમને સંભોગ માટે ઉચિત સમ, જગ્યા અને 'પરિસ્થિતિ'ની જરૂર હોય છે. ત્યારે જઇને તે સંભોગની સ્થિતિ સુધી પહોંચી શકે છે.

આપણાં માટે ઘણાં લોકો સમજે છે કે, સેક્સની ઇચ્છા તત્કાળ જાગી જાય છે કારણ કે ટીવી અને ફિલ્મોમાં આપણે આવું જ જોઇએ છીએ. પણ આ સાચુ નથી. અલગ અલગ યૌન ઇચ્છાઓનું સ્તર હોય છે તેનો અર્થ એ નથી કે, લોકો એકબીજાને પાત્ર નથી હોતા. તેનો અર્થ એક જ છે કે, આપે આ માટે થોડા વધુ પ્રયાસ કરવાની જરૂર છે. એકબીજા વિશે વધુ સમજવાની જરૂર છે. અને તે માલૂમ કરવાની જરૂર છે કે તમારા પાર્ટનરની જરૂરીયાત શું છે. આપનાં પાર્ટનરની સાથે કેવાં પ્રકારનાં યૌન પ્રક્રિયા આપે અજમાવવાની છે જેથી આપનાં વચ્ચે સેક્સ નિયમિત દિનચર્યામાં શામલ થઇ જાય.

ઉત્તેજિત થવું તે બે પક્ષ છે. શારીરિક અને માનસિક. શારીરિક ઉત્તેજનામાં લિંગ ઉત્તેજિત હોય છે. અને રક્ત સંચાર વધી જાય છે જેને કારણે તેનો આકાર મોટો થઇ જાય છે. જ્યારે યોનિ ભીની થઇ જાય છે. હૃદયની ગતિ વધી જાય છે અને સ્તન કડક થઇ જાય છે. અને આજ રીતે બીજા પરિવર્તન આવે છે. માનસિક ઉત્તેજના ત્યારે થાય છે જ્યારે સંભોગની ઇચ્છા આપને સારી લાગે છે.જેમને ઉત્તેજના તત્કાળ થાય છે તેઓ મોટે ભાગે માનસિક રૂપથી ઉત્તેજિત થાય છે પણ શારીરિક રૂપે તેમને એટલી ઉત્તેજના થતી નથી. પણ જવાબી ઉત્તેજના જેમાં હોય છે તેમને શારીરિકા ઉત્તેજના પહેલાં માનસિક ઉત્તેજના નથી થતી. અને આજ કારણે તે અનિચ્છુક લાગે છે.

જો આપ આવાં વ્યક્તિ છો જેમને સ્વત: સ્ફૂર્ત યૌન ઇચ્છા થાય છે તો આપે આપનાં પાર્ટનરને ઉત્તેજત કરવામાં સમય લાગે છે. અને જો આપમાં જવાબી ઉત્તેજના હોય છે તો માનસિક રૂપથી સંભોગ માટે તૈયાર થતા પહેલાં આપ યૌન ગતિવિધિ શરૂ કરવાં ઇચ્છૂક હોવ છો. આપની પત્નીની જ્યાં સુધી વાત છે તો, હું આપને સલાહ આપીશ કે, આપ તેમની સાથે હળવાશથી વર્તન કરો. અને તેમ ન વિચારો કે મારે સીધો જ સંભોગ કરવો છે. આપ શારીરિક રૂપથી ઘણી રીતે તેમની સાથે અંતરંગ થવાનો પ્રયાસ કરો. તેમની પીઠ પર હાથ ફેરવો, તેમનો હાથ પકડો. તેમની આંગળીઓની સાથે રમત કરો. તેમનાં પગની માલીશ કરો. તેમની સાથે સેક્સ અંગે વાત કોર. તેમને પહેલાં શારીરિક રૂપે ઉત્તેજિત કરો. જે બાદ તેમનાંમા સંભોગની ઇચ્છાઓ જાગશે.
Published by: Margi Pandya
First published: December 31, 2020, 4:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading