National Nutrition Week: દેશમાં શા માટે મનાવાય છે રાષ્ટ્રીય પોષણ સપ્તાહ? જાણો મહત્ત્વ


Updated: September 8, 2021, 9:07 AM IST
National Nutrition Week: દેશમાં શા માટે મનાવાય છે રાષ્ટ્રીય પોષણ સપ્તાહ? જાણો મહત્ત્વ
રાષ્ટ્રીય પોષણ સપ્તાહ (ફાઇલ તસવીર)

National Nutrition Week 2021: આ અઠવાડિયા દરમિયાન કેન્દ્ર સરકાર પોષણ વિશે જાગૃતિ લાવવા માટે પહેલ કરે છે. દર વર્ષે નેશનલ ન્યુટ્રિશન વિકની ઉજવણી માટે થીમ નક્કી થાય છે.

  • Share this:
મુંબઈ: તંદુરસ્ત જીવનશૈલી જાળવવા આરોગ્યપ્રદ ખોરાક (Health food) ખાવાની ટેવ અને પોષણના મહત્ત્વ વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી નેશનલ ન્યુટ્રિશન વિક (National Nutrition Week)ની ઉજવણી થાય છે. એ જ રીતે આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી હતી. સામાન્ય રીતે નિરોગી જીવન માટે સંતુલિત આહાર અને સક્રિયતા જરૂરી છે. આ અઠવાડિયા દરમિયાન કેન્દ્ર સરકાર પોષણ વિશે જાગૃતિ લાવવા માટે પહેલ કરે છે. દર વર્ષે નેશનલ ન્યુટ્રિશન વિકની ઉજવણી માટે થીમ નક્કી થાય છે. અનેક લોકો આ સપ્તાહના ઇતિહાસ, મહત્ત્વ અંગે જાણતા નથી. જેથી અહીં તે અંગે જાણકારી આપવામાં આવી છે.

નેશનલ ન્યુટ્રિશન વીકનો ઈતિહાસ  (National Nutrition Week) History)

પોષણની જરૂરિયાત વિશે જનજાગૃતિ લાવવા તેમજ ડાયટ એક્સપર્ટના વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે ADA (American Dietetic Association)ના સભ્યો દ્વારા માર્ચ 1975માં પ્રથમ વખત રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ઉજવવામાં આવ્યું હતું. આ માટે લોકોનો પ્રતિસાદ એટલો હકારાત્મક હતો કે, એક અઠવાડિયા સુધી ચાલતા તહેવારને 1980માં એક મહિના સુધી લંબાવવામાં આવ્યો હતો.

ભારતમાં સૌપ્રથમ 1982માં રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ઉજવવામાં આવ્યું હતું. તે સમયે કેન્દ્ર સરકારે લોકોને શિક્ષિત અને તંદુરસ્ત જીવનશૈલી માટે પ્રોત્સાહિત કરવા માટે અભિયાન શરૂ કર્યું હતું.

નેશનલ ન્યુટ્રિશન વીકનું મહત્ત્વ (National Nutrition Week Importance)

આરોગ્યપ્રદ શરીર તંદુરસ્ત માઈન્ડમાં ફેરવાઈ જાય છે. પોષણ આપણા દૈનિક જીવનના કેન્દ્રમાં છે અને આ ચક્રને નિયંત્રણમાં રખવા માટે સંતુલિત અને પૌષ્ટિક આહારની જરૂર છે. આ સપ્તાહ દરમિયાન સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના ખાદ્ય અને પોષણ બોર્ડ દ્વારા લોકોને પોષણના મહત્ત્વ અને તંદુરસ્ત આહાર વિશે જાગૃત કરવા માટે કાર્યક્રમોનું આયોજન થાય છે.નેશનલ ન્યુટ્રિશન વીકની થીમ (National Nutrition Week Theme)

2021ના નેશનલ ન્યુટ્રિશન વીક 2021ની થીમ પ્રારંભથી જ સ્માર્ટ ફન્ડિંગ છે. સરકાર દ્વારા સેમિનાર અને શિબિરના માધ્યમથી યોગ્ય જાણકારી આપવા અને જાગૃતિ વધારવા કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ વર્ષની થીમ લોકોને બાળકમાં જન્મથી જ ન્યુટ્રીશન ડાયટની મહત્ત્વતા સમજાવવા પર પણ આધારિત છે.

આ પણ વાંચો: અડધી રાત્રે ઉઠીને આ 5 વસ્તુ ખાવાથી થઈ આટલી આડઅસર

ઘણા લોકોને અડધી રાત્રે ઉઠીને કંઇકને કંઇક ખાવા (midnight eat)ની આદત હોય છે અને વિચાર્યા વગર આપણે કંઈપણ ખાઇ લેતા હોઇ છીએ. પરંતુ આપણે તે જાણવાની ખાસ જરૂર છે કે, આ આદત આપણા સ્વાસ્થ (health) માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. કારણ કે ઘણી ફૂડ આટમ્સ હોય છે, જે આપણી ઊંઘને અસર કરે છે અને સારી ઊંઘના અભાવે તેની અસર આપણા માનસિક અને શારિરીક (Mental and physical) સ્વાસ્થ્ય (Health) પર નકારાત્મક અસર પણ પડે છે. અહીં અમે તમને અમુક વસ્તુઓ વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જેનું સેવન રાત્રે ટાળવું જોઇએ. (વાંચો સમગ્ર અહેવાલ...)
Published by: Vinod Zankhaliya
First published: September 8, 2021, 9:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading