Navratri 2022: આ જ્વેલરી છે ટ્રેન્ડમાં, ગરબા રમવા પહેરીને જશો તો લોકો જોતા રહી જશે
News18 Gujarati Updated: September 23, 2022, 11:46 AM IST
આ જ્વેલરી પહેરીને ગરબા રમશો તો વટ પડી જશે
Navratri 2022: આ વખતે નવરાત્રીની તૈયારીઓમાં ખેલૈયાઓ લાગી ગયા છે. માર્કેટમાં આ સમયે ખૂબ જ ભીડ જોવા મળી રહી છે. નવરાત્રીમાં અનેક લોકો ઉપવાસ પણ કરતા હોય છે. આમ, જો તમે નવરાત્રીમાં આ ટાઇપની જ્વેલરી પહેરીને જાવો છો તો તમારો વટ પડી જાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: નવરાત્રીને હવે થોડા જ દિવસો બાખી છે ત્યાં અનેક લોકો જાતજાતની તૈયારીઓ કરવામાં લાગી ગયા છે. આ નવરાત્રીમાં ટ્રેન્ડની વાત કરીએ તો આ વખતે લોકો સિમ્પલ લુકને વઘારે પસંદ કરી રહ્યા છે. જ્વેલરીમાં પણ લોકો સિમ્પલ લુકને વધારે પ્રમાણમાં પસંદ કરી રહ્યા છે. કોરોના બાદ બે વર્ષ પછી ખેલૈયાઓ અનેક પ્રકારની તૈયારીઓમાં લાગી ગયા છે. કોરોનાને કારણે બે વર્ષ નવરાત્રી ના થવાને કારણે અનેક લોકો નિરાશ થઇ ગયા હતા, પરંતુ આ વખતે ખેલૈયાઓ મન મુકીને નાચશે. નવરાત્રી એક એવો તહેવાર છે જેમાં આનંદ લેવાની મજા કંઇક અલગ જ આવે છે. નવરાત્રીમાં ફેશન જ્વેલરીની વાત કરીએ તો આ વખતે સિમ્પલ ઓક્સોડાઇઝનો ટ્રેન્ડ વધારે છે. સિમ્પલ અને સોબર લુક આપતી જ્વેલરી વિશે જાણો તમે પણ વધુમાં..
- નવરાત્રીમાં હંમેશા ઓક્સોડાઇઝ જ્વેલરી ટ્રેન્ડમાં રહે છે. પરંતુ આ વખતે ઓક્સોડાઇઝ જ્વેલરીમાં લાઇટનો ક્રેઝ વધારે છે. લાઇટ જ્વેલરી પહેરીને તમે ગરબા ગાવો છો તો તમે રિલેક્સ ફિલ કરો છો. લાઇટ જ્વેલરી તમારા લુકમાં પણ ચાર ચાંદ લગાવે છે.
- જો તમે આ નવરાત્રીમાં કંઇક અલગ રીતે દેખાવા ઇચ્છો છો તો તમે સેટ પર ભગવાનનો ફોટો હોય એ પણ લઇ શકો છો. હાલમાં આ જ્વેલરી પણ ટ્રેન્ડિંગમાં છે. હાલમાં અનેક સેટ એવા મળે છે જેમાં કૃષ્ણ ભગવાન, ગણપતિનો ફોટો હોય છે. આ સેટ તમે પહેરો છો તો બહુ મસ્ત લાગે છે અને બીજા કરતા તમે અલગ પણ દેખાવો છો.
- આ વખતે નવરાત્રીમાં લોન્ગ ઇયરરિંગ્સનો ક્રેઝ બહુ રહેશે. લોન્ગ ઇયરરિંગ્સ તમે ચણીયા ચોળી પર એકલી પણ પહેરી શકો છો. જો તમે લોન્ગ ઇયરરિંગ્સ પહેરો છો તો તમારે સેટ પહેરવાની પણ જરૂર રહેતી નથી. આ ઇયરરિંગ્સ દેખાવમાં બહુ જ મસ્ત લાગે છે.
- આ વખતે તમે કંઇક નવું ટ્રાય કરવા ઇચ્છો છો તો કલરફુલ સ્ટોનવાળી જ્વેલરી પણ તમે પહેરી શકો છો. કલરફુલ સ્ટોનની જ્વેલરી રાત્રે પહેર્યા પછી બહુ જ મસ્ત લાગે છે. આ જ્વેલરી તમને અલગ જ લુક આપે છે. નવરાત્રીમાં તમે વિવિધ પ્રકારની જ્વેલરી પહેરીને પણ તમારા લુકમાં ચાર ચાંદ લગાવી શકો છો.
Published by:
Niyati Modi
First published:
September 23, 2022, 10:37 AM IST