યંગ જીનિયસ શોનું Anthem song લોન્ચ, News 18 Network ઉપર 16 જાન્યુઆરીથી શરુ થશે શો

News18 Gujarati
Updated: January 12, 2021, 10:29 AM IST
યંગ જીનિયસ શોનું Anthem song લોન્ચ, News 18 Network ઉપર 16 જાન્યુઆરીથી શરુ થશે શો
એન્થમ પરથી તસવીર

News 18 Network અને BYJU'S તરફથી પ્રસારીત થનારા આ યંગ જીનિયસ શોમાં દેશભરના બાળકો ભાગ લેશે. એકેડમિક્સ, કલા, ટેક્નિક અને રમત સાથે જોડાયેલા બાળકો ભાગ લઈ શકે એવી આ યંગ જીનિયસ શોની થીમ રાખવામાં આવી છે.

  • Share this:
મુંબઈઃ ન્યૂઝ18 નેટવર્ક (News 18 Network) અને બાયજૂસ (BYJU'S) ટૂંક સમયમાં યંગ જીનિયસ શો શરૂ કરવા જઈ રહ્યા છે. આજે શોનું એન્થમ સોંગ લોન્ચ કરવામાં આવ્યું છે. આ સોંગમાં સલીમ સુલેમાને પોતાનો અવાજ આપ્યો છે. આ સોંગને શ્રદ્ધા પંડિતે લખ્યું છે. News 18 Network અને BYJU'S તરફથી પ્રસારીત થનારા આ યંગ જીનિયસ શોમાં દેશભરના બાળકો ભાગ લેશે. એકેડમિક્સ (academics), કલા, ટેક્નિક અને રમત સાથે જોડાયેલા બાળકો ભાગ લઈ શકે એવી આ યંગ જીનિયસ શોની થીમ રાખવામાં આવી છે. યંગ જીનિયસ શોના 11 એપિસોડ બનાવવામાં આવશે. જે 16 જાન્યુઆરીથી દરેક શનિવારે સાંજે News18 India, CNN News18, News18 Lokmat, News18 Bangla, News18 Tamil ચેનલો ઉપર દેખાડવામાં આવશે. આ સાથે જ શોનું રિપિટ ટેલિકાસ્ટ રવિવારે બપોરે કરવામાં આવશે.

યંગ જીનિયસની જૂરીમાં આ લોકો લેશે ભાગ
યંગ જીનિયસ શોની જૂરીમાં નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત, પદ્મભૂષણ ડો. મલ્લિકા સારાભાઈ, પૂર્વ ભારતીય હોકી ટીમના કેપ્ટન સરદાર સિંહ અને સીએનબીસી ટીવી 18ના Managing Editor શીરીન ભાનને રાખવામાં આવ્યા છે.

યંગ જીનિયસ શોમાં આ સેલિબ્રિટી બાળકોને કરાશે સ્પોર્ટ
News 18 Network અને BYJU'Sના યંગ જીનિયસ શોમાં દેશના અનેક સેલિબ્રિટી આવીને બાળકોનો ઉત્સાહ વધારશે. જેમાં ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ, એથલીટ દુતી ચંદ, સંગીતકાર શંકર મહાદેવન, અભિનેતા રાજકુમાર રાવ, ટેનિસ સ્ટાર પીવી સિંધુ, અભિનેતા સોનૂ સૂદ અને અભિનેત્રી સોહા અલી ખાન સહિત પૂર્વ ક્રિકેટર વીરેનદ્ર સહેવાગ પણ સામેલ થશે.

16 જાન્યુઆરીથી 27 માર્ચ સુધી પ્રસારિત થશે શોયંગ જીનિય શો વિશે જણાવતા ન્યૂઝ18 હિન્દીના સીઈઓ મયંક જૈને કહ્યું કે આ શો દેશના બાળકોની પ્રતિભાને આગળ લાવશે. સાથે જ અસાધારણ બાળકોની કહાનીઓથી અન્ય બાળકોને પ્રેરણા મળશે. તેમણે જણાવ્યું કે આ સોનું પ્રસારણ 16 જાન્યુઆરીથી શરૂ થશે જે 27 માર્ચ સુધી ચાલશે.

અહીં એન્થમ સાંભળોદરેક બાળક અનોખું હોય છે
BYJU'Sના વીપી માર્કેટિંગ અતીત મેહતા (Atit Mehta)એ એન્થમ સોંગ લોન્ચના અવરસ ઉપર જણાવ્યું હતું કે, દરેક બાળકને પોતાની પ્રતિભા દેખાડવાની રીત અલગ હોય છે. આવામાં યંગ જીનિયસ બાળકોને પોતાની પ્રતિભા દેખાડવાની પુરી તક આપશે. અભિયાન વિશે અપડેટ રહેવા માટે #BYJUSYoungGeniusનું ફોલો કરો અથવા https://www.news18.com/younggenius/ ઉપર લોગઓન કરો.
Published by: ankit patel
First published: January 11, 2021, 5:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading