અમારા લગ્નને 7 વર્ષ થયા હવે મારા અને પતિ વચ્ચે અંતરંગતા નથી રહી, હું શું કરું?

News18 Gujarati
Updated: December 18, 2020, 5:07 PM IST
અમારા લગ્નને 7 વર્ષ થયા હવે મારા અને પતિ વચ્ચે અંતરંગતા નથી રહી,  હું શું કરું?
પ્રતિકાત્મક તસવીર

જીવનમાં અનાવશ્યક વાતોને સમજીને સાઇડ પર કરો. જેમ આપ આપનાં ઘરમાંથી ભંગાર કાઢો છો. પહેલાં આપનાં જીવનનો આપની રૂટિન પ્રવૃતિઓનું વિષલેશ્ણ કરો અને જુઓ કે હાલમાં જીવનની પ્રાથમિકતા શું છે. શેની સૌથી વધુ જરૂર છે. એકસાથે વધુ સમય વિતાવો, વાત કરો, ફિલ્મો જુઓ અને મજા કરો. સંભોગ પહેલાં એકબીજાથી ભાવનાત્મક રીતે જોડાવો.

  • Share this:
પ્રશ્ન: અમારા લગ્નને સાત વર્ષ થઇ ગયા છે. અને અમે ગત 14 વર્ષથી સાથે છીએ. અમારા વચ્ચે વિભિન્ન પ્રકારની અંતરંગતા છે અને તેનું કારણ અમારી પ્રાથમિકતા છે. પણ હવે અમે એટલા આળસુ થઇ ગયા છીએ કે સંભોગ કરવાનું જ મન નથી થતું. મને નથી ખબર કે યૌન સંબંધનાં જુના જાદુને કેવી રીતે પાછો લાવી શકાય.. આ માટે અમારી સુસ્તી એટલી વધારે છે કે જ્યારે પણ અમે અંતરંગ થઇએ છીએ તો તે કામ ઘણું યાંત્રિક લાગે છે. અને ખુબજ ઝડપથી સમાપ્ત થઇ જાય છે. શું અમારી ઉંમર તે માટે જવાબદાર છે? મારો પતિ મારા કરતાં આઠ વર્ષ મોટો છે. કે એવું તો નથી કે, હવે હું પહેલાં જેવી નથી દેખાતી..

જવાબ: જુઓ, સંભોગ લગ્નમાં બધુ જ નથી હોતું. ફક્ત એટલાં માટે કે આપણાં જીવનમાં કંઇ મુશ્કેલીઓ આવી ગઇ છે. તેનો અર્થએ નથી કે આપનાં લગ્નમાં કંઇ સમસ્યા છે. અને તે સમાપ્ત થવાનાં કગાર પર આવી ગઇ છે. લગ્નનાં આટલાં વર્ષ બાદ, બેડરૂમમાં શિથિલતા અને બોરિયતનું હોવું સામાન્ય વાત છે. પણ આપને આ વાત અંગે સાવધાન રહેવાની જરૂર છે. કે આ સ્થિતિની અસર બેડરૂમની બહાર ન પડે. આપમાં ગુસ્સો કે અન્ય પ્રકારની વાતો ન આવી જાય. કારણ કે સ્થિતિ વાસ્તવમાં ખતરનાક છે. અને તમારા સંબંધોને મુશ્કેલીમાં મુકી શકે છે.

જોકે, આપનાં યૌન સંબંધનાં જુના જાદૂને પુનજીવિત કરવાની આપની ઇચ્છા સારી છે. વિફળ લગ્ન તે છે જ્યારે આપણે તેને પાટે ચઢાવવાનાં તમામ પ્રયાસ છોડી દેશે. લગ્નનાં શરૂઆતી દિવસોમાં ઉત્સાહ અને તેની નવીનતા ધીમે ધીમે ઓછી થતી જાય છે. અને તે સમાન્ય વાત છે. અને આપ પણ અન્ય દંપતિઓની જેમ જ આ પ્રાકરની સુસ્તી અનુભવો છો. તેનં મોટુ કારણ છે દિવસ દરમિયાનનાં કામકાજ જેનાંથી આપ બંને થાકી જાઓ છો. અને તેનાંથી યૌન સંબંધનો ઉત્સાહ અન આનંદ સમાપ્ત થઇ જાય છે. સામાન્ય ધારણાથી વિપરીત, સેક્સ રિલેક્સ કરવા માટે નથી હોતો. વિશેષકરીને સારા યૌન સંબંધ માટે પ્રયાસ અને ઉર્જાની જરૂર હોય છે.

આ પણ વાંચો: એક વ્યક્તિ એક જ સમયે બે અલગ અલગ લોકોને પ્રેમ કરી શકે- તે જ જોશ, ઉત્સાહ અને તીવ્રતા સાથે?

જીવનમાં અનાવશ્યક વાતોને સમજીને સાઇડ પર કરો. જેમ આપ આપનાં ઘરમાંથી ભંગાર કાઢો છો. પહેલાં આપનાં જીવનનો આપની રૂટિન પ્રવૃતિઓનું વિષલેશ્ણ કરો અને જુઓ કે હાલમાં જીવનની પ્રાથમિકતા શું છે. શેની સૌથી વધુ જરૂર છે. એકસાથે વધુ સમય વિતાવો, વાત કરો, ફિલ્મો જુઓ અને મજા કરો. સંભોગ પહેલાં એકબીજાથી ભાવનાત્મક રીતે જોડાવો.

પ્રતિકાત્મક તસવીર
પછી, યૌન સંબંધ અંગે તમારો મૂડ બનાવો. એક બીજાને લુભાવવાનો પ્રયાસ કરો. અને સહેલાઇથી સંભોગ તરફ ન વધો. એકબીજાને ચીડાવો, આખો દિવસ તેમાં વિતાવો.. ત્યાં સુધી એકબીજાને તડપાવો જ્યાં સુધી બેમાંથી એક વ્યક્તિ તે સ્ટેજ પર ન આવી જાય કે તેને સંભોગ સીવાય અન્ય કંઇન જોઇ. આ ફક્ત મારે લખવાનું નથી. આપને વાસ્તવિક જીવનમાં પણ તેને અજમાવવાનું છે. આપ તેને લોન્જરીવેરમાં પોતાની તસવીરો મોકલો. એવી વાતો તેમની સાથે કરો જે તમે અજમાવવાં ઇચ્છો છો. પોતાની સૌથી પસંદીદા યૌન ક્રીયાની યાદ તેમને અપાવો. તેમને તે જણાવો કે, ગત આવું ક્યારે થયુ હતું કે તમારા બંને વચ્ચે સંભોગ બહુ સારો થયો હોય. અને તેનું કારણ શું હતું.

આ પણ વાંચો- મને મારી પાર્ટનર સાથે પ્રેમ છે પણ મારે અન્ય કોઇ સાથે સંબંધ બાંધવા છે, શું કરું?

શરીર કેવાં પ્રકારનું છે તેનાંથી યૌન આકર્ષણ પર કંઇ અસર થતી નથી. વિશેષકરીને એવાં લગ્નમાં જ્યાં આપ એક બીજાની આત્મા અને વ્યક્તિત્વની સાથે પ્રેમ કરતાં હોવ. ઉંમર કોઇ વ્યક્તિમાં કદાચ જ તેની કામેચ્છાને ઓછી કરે છે. જો આપનાં પતિ યૌન સંબંધમાં રસ નથી ધાવતા તો હું આપને સલાહ આપીશ કે, આપ થોડા સમય માટે પોતાને રોકી લો અને આપનાં પતિ સાથે ઇમાનદારીથી વાત કરો.. તેમને પુછો તેમની ચિંતાઓ શું છે, શું કારણ છે શું થાક અને તાણનાં કારણે આમ બની રહ્યું છે. યૌન સંબંધમાં તે રસ નથી લઇ રહ્યાં. તેનાંથી આપની સ્થિતિને સમજવામાં મદદ મળશે.
Published by: Margi Pandya
First published: December 18, 2020, 4:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading