આ લોકોએ મગફળીનો એક દાણો મોંમા નાંખતા પહેલા સો વાર વિચારવું, જાણો આ નુકસાન વિશે

News18 Gujarati
Updated: September 27, 2022, 4:50 PM IST
આ લોકોએ મગફળીનો એક દાણો મોંમા નાંખતા પહેલા સો વાર વિચારવું, જાણો આ નુકસાન વિશે
આ લોકો ભૂલથી પણ ના ખાતા મગફળી

Peanut For Health: મગફળી ખાવાની મજા જ કંઇક અલગ આવે છે. મગફળી સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. પરંતુ તમને જણાવી દઇએ કે દરેક લોકો મગફળી ખાઇ શકતા નથી. આ બીમારીઓમાં મગફળી ખાવાથી એ સમસ્યા વધે છે.

  • Share this:
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: બજારમાં મગફળી આવતી થઇ ગઇ છે. આ મગફળી ઘણાં લોકો બાફીને ખાતા હોય છે તો ઘણાં લોકો શેકીને ખાતા હોય છે. આ મગફળી ખાવાની મજા પણ કંઇક અલગ જ આવે છે. આ મગફળી નાના છોકરાઓથી લઇને એમ મોટા દરેક લોકોને ભાવતી હોય છે. ઘણાં ઘરોમાં રાત્રે ભોજન કર્યા પછી લોકો ડિશમાં મગફળી લઇને બેસે છે અને મગફળી ખાતા હોય છે. પરંતુ આજે તમને જણાવી દઇએ કે મગફળી દરેક લોકોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોતી નથી. જો તમે આ બીમારીમાંથી પસાર થઇ રહ્યા છો તો મગફળી તમારે ખાવી જોઇએ.

થાઇરોઇડમાં નુકસાનકારક


તમને હાઇપોથાયરોઇડ છે તો તમારે મગફળી ખાવી જોઇએ નહીં. મગફળી ખાવાથી ટીએસએચનું લેવલ વધે છે જે હાઇપોથાઇરોઇડને વધારવાનું કામ કરે છે. વધારે મગફળી ખાવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થાય છે. પરંતુ તમે ટેસ્ટ પૂરતી ખાઓ છો તો કોઇ વાંધો આવતો નથી.

આ પણ વાંચો: ફિગર મસ્ત કરવા અને હોટ દેખાવા ફોલો કરો આ ડાયટ

લિવરની મુશ્કેલી વધારે


તમને લિવરને લગતી કોઇ સમસ્યા છે તો તમારે મગફળી ખાવી જોઇએ નહીં. મગફળીમાં રહેલા તત્વો લિવર માટે હાનિકારક સાબિત થાય છે. મગફળી ખાવાથી પાચન તંત્રને નુકસાન પહોંચે છે જેના કારણે અપચા જેવી સમસ્યાઓ થઇ શકે છે.આ પણ વાંચો: આ પેસ્ટ લગાવશો તો નહીં થાય એક પણ ખીલ

એલર્જી હોય તો દૂર રહો


ઘણાં લોકોને કેટલીક વિશેષ પ્રકારની એલર્જી હોય છે. તમને પણ કોઇ એલર્જી હોય તો તમારે મગફળી ખાવાથી બચવું જોઇએ. તમને જાણીને નવાઇ લાગશે કે મગફળી ખાવાથી એલર્જી થાય છે અને જે લોકોને એલર્જી થઇ છે એમને વધારે થવાના ચાન્સિસ વધી જાય છે. આ સાથે સ્કિનમાં ખંજવાળ જેવી અનેક સમસ્યાઓ થવા લાગે છે.

વજન વધારે


મગફળીમાં રહેલા પોષક તત્વો તમારું વજન વધારવાનું કામ કરે છે. મગફળીમાં રહેલું ફેટ તમારું વજન વધારે છે. તમે આ દિવસોમાં વજન ઘટાડી રહ્યા છો તો તમારે મગફળી ખાવી જોઇએ નહીં. આ માટે તમે સ્પ્રાઉટ્સની સાથે મિક્સ કરીને બહુ ઓછી માત્રામાં સેવન કરી શકો છો.


આમ, મગફળી ખાવાથી સ્વાસ્થ્યને ઘણાં બધા ફાયદા પણ થાય છે. તમે આ તકલીફોમાંથી પસાર થઇ રહ્યા છો અને તમારે મગફળી ખાવી છે તો તમે આ વિશે તમારા ડોક્ટર પાસેથી સલાહ લઇ શકો છો. આ સલાહ લઇને પછી તમે નક્કી કરો કે તમારે મગફળી ખાવી જોઇએ કે નહીં.
Published by: Niyati Modi
First published: September 27, 2022, 4:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading