How to Make Amla Murabba: શિયાળામાં ઇમ્યુનિટી બુસ્ટ કરવાનું કામ કરે છે આમળાનો મુરબ્બો, આ રીતે ઘરે બનાવો

News18 Gujarati
Updated: November 29, 2022, 4:56 PM IST
How to Make Amla Murabba: શિયાળામાં ઇમ્યુનિટી બુસ્ટ કરવાનું કામ કરે છે આમળાનો મુરબ્બો, આ રીતે ઘરે બનાવો
આમળાનો મુરબ્બો બનાવવાની રીત

Amla Murabba recipe: આમળા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. આમળાનો તમે અલગ-અલગ રીતે ઉપયોગ કરી શકો છો. આમળા તમારી આંખોની રોશની વધારવાનું કામ કરે છે. તો તમે પણ શિયાળામાં આમળા ખાવાનુું શરૂ કરી દો.

  • Share this:
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આમળા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. દરેક લોકોએ શિયાળામાં આમળાનું સેવન કરવુ જોઇએ. આમળામાંથી તમે અલગ-અલગ પ્રકારની અનેક રેસિપી બનાવી શકો છો. શિયાળામાં આમળા એકદમ ફ્રેશ આવે છે અને મીઠાશ પણ નેચરલી હોય છે. આમળા શિયાળામાં ખાવાથી આંખોની રોશની વધે છે અને સાથે સ્કિન પણ મસ્ત થાય છે. તો આજે અમે તમને આમળાનો મુરબ્બો બનાવતા શીખવાડજો. આમળાનો મુરબ્બો તમે આ રીતે ઘરે બનાવો છો તો બહુ જ મસ્ત બને છે અને એક વર્ષ સુધી બગડતો નથી. તો આ રીતે ઘરે બનાવો તમે પણ આમળાનો મુરબ્બો.

સામગ્રી


15 થી 20 આમળા

¼ ચમચી ઇલાયચી

સ્વાદાનુંસાર ખાંડ

આ પણ વાંચો: માવો નાંખીને આ રીતે ઘરે બનાવો 'ગાજરની બરફી'અડધી ચમચી કેસર

બનાવવાની રીત



  • આમળાનો મુરબ્બો બનાવવા માટે સૌ પ્રથમ આમળાને બે પાણીથી ધોઇને કોરા કરી લો.

  • હવે ચપ્પાની મદદથી આમળાની ચારેબાજુ કાપા પાડી લો.

  • આ આમળાને હવે અલગ પ્લેટમાં લઇ લો.


આ પણ વાંચો: વધેલા કાબુલી ચણામાંથી આ રીતે ઘરે બનાવો પુલાવ



    • એક કડાઇ લો અને એમાં 4 થી 5 કપ પાણી નાંખો અને એને મિડીયમ ગેસ પર ગરમ થવા દો.

    • પાણી ગરમ થઇ જાય એટલે એમાં આમળા નાંખો અને ઓછામાં ઓછી 10 મિનિટ સુધી ઉકાળો.

    • પછી ગેસ બંધ કરી દો આમળાને પાણીથી અલગ કરી દો.

    • એક બીજુ વાસણ લો અને એમાં ત્રણ કપ પાણી અને ખાંડ નાંખીને મિડીયમ ગેસ પર થવા દો.

    • જ્યારે પાણી અને ખાંડ સારી રીતે મિક્સ થઇ જાય અને ચાસણી બનીને તૈયાર થઇ જાય એટલે એમાં આમળા નાંખી દો.

    • આમળા નાખ્યા પછી ગેસની ફ્લેમ ધીમી કરી દો અને આમળાને ચાસણીમાં 30 થી 40 મિનિટ સુધી થવા દો.

    • ચાસણીમાં આમળા પુરી રીતે નરમ થઇ જાય ત્યાં સુધી રાખો અને પછી ગેસ પરથી ઉતારી લો.

    • હવે આ મિશ્રણને ઠંડુ થવા દો.

    • કાચના જારમાં આમળાની ચાસણી સહિત ભરી લો અને 48 કલાક માટે રહેવા દો.






  • આમ કરવાથી આમળાની ચાસણી સુકાઇ જશે.

  • હવે ચાસણીમાંથી આમળા નિકાળી દો અને ઇલાયચી પાવડર અને કેસર મિક્સ કરી દો.

  • તો તૈયાર છે આમળાનો મુરબ્બો.

Published by: Niyati Modi
First published: November 29, 2022, 3:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading