શિયાળાના તમારી ત્વચાને Dry થતી બચાવો, ઘરે જ બનાવો આ લોશન

News18 Gujarati
Updated: November 30, 2020, 5:21 PM IST
શિયાળાના તમારી ત્વચાને Dry થતી બચાવો, ઘરે જ બનાવો આ લોશન
પ્રતિકાત્મક તસવીર

અમે તમને એક બોડી લોશન વિષે જણાવવા જઇ રહ્યા છે. જે તમે ઘરે જ બનાવી શકો છો. અને આ બોડી લોશન તમામ રીતે પ્રાકૃતિક વસ્તુઓથી બન્યું છે.

  • Share this:
શિયાળામાં ભલભલા લોકોને સ્કિન ડ્રાય થઇ જાય છે. અને સૂકી ત્વચા તમારા ચહેરા અને શરીરની નમી લઇ લે છે. ત્યારે અમે તમને એક બોડી લોશન વિષે જણાવવા જઇ રહ્યા છે. જે તમે ઘરે જ બનાવી શકો છો. અને આ બોડી લોશન તમામ રીતે પ્રાકૃતિક વસ્તુઓથી બન્યું છે. જે તમારા ચહેરા અને ત્વચાને નમી આપશે, નિખાર આપશે અને ડ્રાયનેશથી બચાવશે. વળી બજાર કેમિકલ કરતા આ સંપૂર્ણ રીતે પ્રાકૃતિક રીતે બન્યું છે. માટે તમે નેચરલી પોતાની સુંદરતા વધારી શકશો. અને શિયાળામાં પોતાના શરીરનું ધ્યાન રાખી શકશો.

આ માટે તમારે એક એલોવેરાનું પાઠું, એક ગુલાબ, ગ્લિસરીન, લીબુંની જરૂર પડશે. આ સામગ્રીથી તમે એક સપ્તાહ માટે લોશન બનાવી શકશો. જો તમારી પાસે ફ્રેશ એલોવેરાનું પાન ન હોય તો તમે બજારમાં મળતી એલોવેરા જેલ અને ગુલાબજળનો પણ ઉપયોગ કરી શકો છો. આ લોશનને બનાવવા માટે 2 ચમચી ગ્લિસરીન, 2 ચમચી લીંબુનો જ્યૂસ એક વાટકીમાં મિક્સ કરો. બીજી બાજુ એલોવેરાના પાનની છાલ નીકાળી એલોવેરાના ટુકડા કરી તેને પાણીમાં 2-3 વાર સાફ કરી લો.

પછી મિક્સીમાં એલોવેરાના 5 મોટો ટુકડા અને એક ગુલાબ ક્રશ કરી લો. અને તે પછી આ મિશ્રણને ગાળીને લીંબુ અને ગ્લીસરીનની સાથે મિક્સ કરો. જો તમે બજારમાં મળતી જેલ વાપરી રહ્યા છો તો આ મિશ્રણમાં 3 થી 4 ચમચી એલોવેરા જેલ અને 2-3 ચમચી ગુલાબજળ નાંખી બરાબર રીતે મિક્સ કરો. પછી આ મિશ્રણને એક કાચ કે પ્લાસ્ટિકની બોટલમાં ભરીને વાપરો.

વધુ વાંચો : આ કારણે 'ઇશ્ક' પછી કોઇ પણ ફિલ્મમાં આમિર-જૂહીની આ ક્યૂટ જોડી જોવા ન મળી

વાપરતા પહેલા હાથમાં એક પેચ ટેસ્ટ પણ લઇ લો. આ મિશ્રણને તમને સપ્તાહમાં એક વાર બનાવી રોજ વાપરી શકો છો. જો કે આ લોશનને જેટલું ફ્રેશ હશે તેનો ફાયદો વધુ રહેશે. ગ્લિસરીન તમારી સ્કીનની ડ્રાયનેશ ઓછી કરશે. ગુલાબ જળ અને લીબું તમારી ત્વચાનો રંગત સારી કરશે. અને એલોવેરા તમારી ત્વચાને નમી આપી સન ટેનને ઓછી કરવામાં મદદ કરશે.
Disclaimer : ઉપરોક્ત જાણકારી સર્વ સામાન્ય જાણકારી પર આધારિત છે. ન્યૂઝ 18 ગુજરાતી આ વાતની પુષ્ટી નથી કરતું. ઉપયોગમાં લેતા પહેલા ડોક્ટર કે જાણકારની સલાહ લેવી જરૂરી છે.
Published by: Chaitali Shukla
First published: November 30, 2020, 5:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading