એન્ટિબાયોટિકનો વધુ પડતો ઉપયોગ ટાળજો: કેન્સર અને હાર્ટએટેકથી પણ ખતરનાક ગણાતા આ રોગનો છે ખતરો


Updated: September 16, 2021, 10:49 PM IST
એન્ટિબાયોટિકનો વધુ પડતો ઉપયોગ ટાળજો: કેન્સર અને હાર્ટએટેકથી પણ ખતરનાક ગણાતા આ રોગનો છે ખતરો
વધારે પડતી એન્ટીબાયોટીક દવાઓના ઉપયોગથી તકલીફ થઈ શકે છે. તસવીર-Image:shutterstock.com

050 સુધીમાં સેપ્સિસનો મૃત્યુઆંક કેન્સર અને હાર્ટ એટેકથી મૃત્યુ પામેલા લોકોની તુલનામાં ઘણો વધારે હશે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના જણાવ્યા અનુસાર, સેપ્સિસ એ ચેપને કારણે થતું સિન્ડ્રોમ છે.

  • Share this:
Sepsis is more killer than cancer: સેપ્સિસ સંક્રમણના કારણે થતી બીમારી છે. છેલ્લા ઘણા સમયથી એન્ટિબાયોટિક દવાઓનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. તે જોતા જીવલેણ અને વ્યાપક રોગ ગણાતા કેન્સર (Cancer) અને હાર્ટ એટેક (Heart attack)કરતા પણ સેપ્સિસ (Sepsis) વધુ ખતરનાક નીવડી શકે તેવી દહેશત નિષ્ણાંતોએ વ્યક્ત કરી છે.

TOIના અહેવાલ મુજબ નિષ્ણાંતોનું કહેવું છે કે, 2050 સુધીમાં સેપ્સિસનો મૃત્યુઆંક કેન્સર અને હાર્ટ એટેકથી મૃત્યુ પામેલા લોકોની તુલનામાં ઘણો વધારે હશે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના જણાવ્યા અનુસાર, સેપ્સિસ એ ચેપને કારણે થતું સિન્ડ્રોમ છે. જે સંક્રમિત રોગો મારફતે લોકોને મોતના મુખમાં ધકેલી દે છે. લેન્સેટ જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, 2017માં વિશ્વભરમાં સંક્રમણથી થયેલા કુલ 4.89 કરોડ મોતમાં 20 ટકા એટલે કે 1.1 મિલિયન મોત એકલા સેપ્સિસને કારણે થયા હતા.

2050 સુધીમાં સેપ્સિસ અજગરી ભરડો લેશે

સેપ્સિસના કારણે દક્ષિણ એશિયામાં અફઘાનિસ્તાનને બાદ કરતાં સૌથી વધુ મોત ભારતમાં થયા છે. મેદાંતામાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિટિકલ કેર એન્ડ એનેસ્થેસિયોલોજીના ચેરમેન યાતિન મહેતાએ જણાવ્યું હતું કે, 2050 સુધીમાં કેન્સર અથવા હાર્ટ એટેકની સરખામણીએ સેપ્સિસથી સૌથી વધુ મૃત્યુ થશે. તે સૌથી મોટો કિલર સાબિત થશે.

ભારત પર ખતરો વધુ

ડેન્ગ્યુ, મેલેરિયા અથવા ઝાડા જેવા ઘણા સામાન્ય રોગોને કારણે સેપ્સિસ થઈ શકે છે. જેથી ભારત જેવા વિકાસશીલ દેશોમાં એન્ટિબાયોટિક્સના વધુ પડતા ઉપયોગથી મૃત્યુદર વધી રહ્યો છે. યાતિન મહેતાએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, એન્ટિબાયોટિક્સના ઉપયોગ ઉપરાંત નિષ્ણાંતોમાં જાગૃતિનો અભાવ પણ સેપ્સિસનું કારણ બને છે. તેમણે પાયાના સ્તરે સેપ્સિસ વિશે જાગૃતિ લાવવાની હાકલ કરી હતી.નવજાત બાળકો અને ગર્ભવતી મહિલાઓ સૌથી મોટા શિકાર

નવજાત બાળકો અને ગર્ભવતી મહિલાઓને સેપ્સિસ વધુ થાય છે. આ બાબતે મહેતાએ જણાવ્યું હતું કે, સારવારમાં પ્રગતિ થઈ હોવા છતાં પ્રાથમિક સ્તરની હોસ્પિટલોમાં 50-60 ટકા દર્દીઓ સેપ્સિસ અથવા સેપ્સિસ શોકથી પીડાય છે. જેથી જાગૃતિ અને ઝડપી નિદાનની જરૂરિયાત છે. આ ઉપરાંત ઇન્ટિબાયોટિક દવાના વધુ પડતા ઉપયોગથી પણ બચવું જોઈએ. ભારત સરકારના ભૂતપૂર્વ કેન્દ્રીય આરોગ્ય સચિવ લવ વર્માએ જણાવ્યું હતું કે, હાલમાં સેપ્સિસ જીવલેણ હોવા અંગે લોકોને ખ્યાલ નથી. આપણે આ બાબતે ખૂબ જ પાછળ છીએ. જેથી આપણે પ્રમાણભૂત સંચાલન પ્રક્રિયાઓ (Standard Operating Procedures)ની જરૂરિયાત છે.

આ પણ વાંચો: Kitchen tips: તમારા ખાદ્ય તેલમાં ઝેરી ભેળસેળ હોય શકે, આ સરળ Trickથી ઘર બેઠા ચકાસો ગુણવત્તા

તેમણે વધુમાં કહ્યું કે, સેપ્સિસ એ નવજાત શિશુઓ અને ગર્ભવતી મહિલાઓમાં મૃત્યુનું મુખ્ય કારણ છે. સેપ્સિસ વૃદ્ધોને અસર કરે છે. ICUમાં દાખલ દર્દીઓ, HIV, લિવર સિરોસિસ, કેન્સર, કિડની અને ઓટોઇમ્યુન રોગોથી પીડાતા લોકો તેનો સૌથી વધુ શિકાર બને છે.
Published by: kuldipsinh barot
First published: September 16, 2021, 10:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading