અમારૂ બાળક હજુ માતાનું દૂધ પીવે છે, સ્તન ઉત્તેજીત કરવાથી સ્તનપાન પર ખરાબ અસર પડે?

News18 Gujarati
Updated: December 17, 2020, 5:24 PM IST
અમારૂ બાળક હજુ માતાનું દૂધ પીવે છે, સ્તન ઉત્તેજીત કરવાથી સ્તનપાન પર ખરાબ અસર પડે?
પ્રતિકાત્મક તસવીર

જ્યારે માતાના સ્તનમાંથી દૂધ બહાર આવે છે, ત્યારે જાતીય ઉત્તેજના ઓછી હોય છે. સામાન્ય રીતે, આને કારણે યોનિમાર્ગ સુકાતા રહે છે.

  • Share this:
સૌ પ્રથમ, તમને બાળક માટે અભિનંદન! મને એ જાણીને આનંદ થાય છે કે તમે તમારા જાતીય સંબંધને ચાલુ રાખવા માટે ઉત્સુક છો

જો કે સ્તનપાન દરમિયાન સ્તનને ઉત્તેજીત કરવાથી કોઈ વાસ્તવિક નકારાત્મક પરિણામ નથી બનતું, પરંતુ એવું બની શકે છે કે એક અલગ પ્રકારની ઉત્તેજનાના ક્રમમાં તેમનું સ્તન કોઈ અલગ પ્રકારે પ્રક્રિયા કરે. આનું મોટું કારણ એ છે કે, જ્યારે દૂધ સ્તનમાંથી બહાર આવે છે, તે દરમિયાન તે ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તેથી તમારી પત્નીને કોઈપણ પ્રકારની ઉત્તેજનાથી વધારે તકલીફ થઈ શકે છે. જો આમ હોય તો, પત્ની સાથે વાત કરો અને ત્યાં સુધી સ્તનને ઉત્તેજીત કરવાનું બંધ કરો, જ્યારે દૂધ નીકળવાનું શરૂ થાય.

કેમ કે, જ્યારે માતાના સ્તનમાંથી દૂધ બહાર આવે છે, ત્યારે જાતીય ઉત્તેજના ઓછી હોય છે. સામાન્ય રીતે, આને કારણે યોનિમાર્ગ સુકાતા રહે છે. સ્તનપાન દરમ્યાન, શરીરમાં પ્રોલેક્ટીન નામના હોર્મોનનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે જે માતાના સ્તનમાંથી દૂધને મુક્ત કરવામાં મદદ કરે છે અને આ સમય દરમિયાન એસ્ટ્રોજન ઓછું થાય છે. આને કારણે, યોનિ શુષ્ક થઈ જાય છે અને જાતીય સંભોગ મુશ્કેલ બને છે. જ્યારે તમે તમારી પત્ની સાથે ફરીથી સેક્સની શરૂઆત કરવા માંગો છો, ત્યારે કૃપા કરીને આ બાબતોને ધ્યાનમાં રાખો. જો તમારી પત્નીને આ પ્રકારની સમસ્યાનો અનુભવ થાય છે તો તમે લ્યુબનો ઉપયોગ કરી શકો છો.

મારી ગર્લફ્રેન્ડનાં ભૂતકાળનાં સેક્સુઅલ સંબંધ અમારા રિલેશન પર અસર કરશે?

મારી ગર્લફ્રેન્ડનાં ભૂતકાળનાં સેક્સુઅલ સંબંધ અમારા રિલેશન પર અસર કરશે?

તે પછી, એ પણ યાદ રાખજો કે તમારી પત્નીના સ્તનનો મુખ્ય હેતુ આ સમય દરમિયાન તમારા બાળકને ખવડાવવું અને પોષણ આપવાનો છે અને તે શારીરિક સંબંધ બનાવવા માટે બંધ કરી શકાતું નથી. તેથી આની અપેક્ષા કરો અને એ સ્વીકાર પણ કરો કે જાતીય સંભોગ દરમ્યાન દૂધ બહાર આવી શકે છે, ખાસ કરીને ત્યારે જ્યારે તમે સ્તનને ઉત્તેજીત કરો છો અને તેને ચૂસવાનો પ્રયાસ કરો છો. પરંતુ તે સ્વીકારવા અને ચાલુ રાખ્યા સિવાય તમે કશું કરી શકતા નથી.હું મોટી ઉંમરની સુંદર મહિલાઓથી આકર્ષિત છુ, મારે શારીરિક સંબંધો પણ છે, શું આ સ્વાભાવિક છે?

હું મોટી ઉંમરની સુંદર મહિલાઓથી આકર્ષિત છુ, મારે શારીરિક સંબંધો પણ છે, શું આ સ્વાભાવિક છે?

યાદ રાખો કે ફક્ત સ્તનને ઉત્તેજીત કરવું અને તેને ચૂસવું એ યૌન વિકલ્પ નથી, તમે જીવનસાથીના શરીરના અન્ય ભાગોને તેના માટે તૈયાર કરી શકો છો. જેમ કે, કાનનો નીચેનો ભાગ, પેટ, તેની કમરના વળાંકનો ભાગ, અથવા તે સ્થળ જ્યાં બંને નિતંબ મળે છે, ગળાના પાછળના ભાગમાં અને અન્ય સ્થળો. યાદ રાખો! સારો જાતીય સંભોગ એ કલ્પના અને પ્રયોગ પણ છે અને હાલની પરિસ્થિતિને એક અવસર સમજી પોતાના પાર્ટનરના શરીરને ઉત્તેજીત કરવા શરીરના અન્ય ભાગની શોધ કરો.
Published by: kiran mehta
First published: December 17, 2020, 5:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading