હું વૈવાહિક અને યૌન જીવનથી સંતુષ્ટ છું પણ મને માસ્ટરબેટ કરવાની ટેવ છે, શું કરું?

News18 Gujarati
Updated: January 5, 2021, 5:37 PM IST
હું વૈવાહિક અને યૌન જીવનથી સંતુષ્ટ છું પણ મને માસ્ટરબેટ કરવાની ટેવ છે, શું કરું?
પ્રતિકાત્મક તસવીર

એવાં ઘણાં બધા લોકો છે જે આપની જેમ જ બીજા લોકો માટે ફેન્ટસી રાખે છે. (જેમ કોઇ પસંદીદા એક્ટર કે એક્ટ્રેસ માટે) જો આપ પોતાનાં વિશે એમ કહેવાનું શરૂ કરો છો કે, આપ એક ખરાબ વ્યક્તિ છો તો તેનાંથી વાત બગડી શકે છે. એવી કલ્પના કરો કે આપ ખરાબ વ્યક્તિ નથી.

  • Share this:
પ્રશ્ન: હું મારા વૈવાહિક અને યૌન જીવનથી સંતુષ્ટ છુ પણ હું પોતાને માસ્ટરબેટ કરતા રોકી શકતો નથી અને હું મારી મહિલા પાર્ટનરની માસ્ટરબેટ કરતાં કલ્પના કરુ છું. મને એમ વિચારીને સારુ નથી લાગતું. મારા પાર્ટનરની સાથે ભિન્ન ભિન્ન રીતે અલગ અલગ સ્થિતિઓમાં સેક્સ કરવાંની કલ્પના કરતાં હું માસ્ટરબેટ કરુ છું. શું આમ કરવું ખોટું છે.

જવાબ:  પહેલી વાત તો એ છે કે, લગ્ન થયા બાદ પણ માસ્ટરબેટ કરવું ખરાબ નથી. પોતાની સંપૂર્ણ યૌન સંતુષ્ટિનું ઉત્તરદાયિત્વ કોઇ એક વ્યક્તિ પર લાદવું ઉચિત નથઈ. એવાં સમય આવશે જ્યારે આપમાંથી કોઇ એકને સેક્સનો મૂડ ન હોય કે તે વ્યસ્ત હોય કે આપની કોઇ ફેન્ટસી હોય જે આપની પાર્ટનર આપને સંતુષ્ટ ન કરી શકતી હોય. તે સ્થિતિમાં માસ્ટરબેશન કોઇપણ રિલેશનશિપ માટે સૌથી લાભપ્રદ હોઇ શકે છે

આ રીતે, આપની એવી યૌન ઇચ્છાઓ હોઇ શકે છે જે વર્જિત માનવામાં આવે કે આપ આપનાં પાર્ટનરને કહેતાં ડરતાં હોવ. 'સેક્સ ક્યારેય માત્ર સેક્સ નથી હોતું' આ કહેવું બેલ્જિયમનાં મનોચિક્સિત્સક એસ્થર પેરેલનું છે. સેક્સ અને સેક્સની ઇચ્છાઓ જીવનની અન્ય વાતો ઉપરાંત જ પ્રત્યેક શરૂઆતી અનુભવ અને ગતિવિધિઓનું નિરંતર પરિણામ હોય છે. અને તે આ વ્યક્તિને તે બનાવે છે જે તે છે. સેક્સથી તેને જે આશા હતી તે આદ્યાત્મિક જોડાવ (Spiritual union)થી લઇ, ચાહતની ઇચ્છા, મુક્તિનો આનંદ અને અહીં સુધી કે તેની આક્રમકતા, હિંસા અને કોઇ વ્યક્તિને બનાવતી માનસિકતા સુધી કંઇપણ હોઇ શકે છે. આપની જ્યાં સુધી વાત છે. જે વર્જિત છે તે જ આપનાં યૌન આનંદનો સ્ત્રોત બની રહ્યો છે,

એવાં ઘણાં બધા લોકો છે જે આપની જેમ જ બીજા લોકો માટે ફેન્ટસી રાખે છે. (જેમ કોઇ પસંદીદા એક્ટર કે એક્ટ્રેસ માટે) જો આપ પોતાનાં વિશે એમ કહેવાનું શરૂ કરો છો કે, આપ એક ખરાબ વ્યક્તિ છો તો તેનાંથી વાત બગડી શકે છે. એવી કલ્પના કરો કે આપ ખરાબ વ્યક્તિ નથી. અને ન એક ખરાબ પાર્ટનર છો. માનવ મસ્તિષ્ક ખુબજ અજીબ છે.અને ફક્ત આ જ કારણ છે કે આપને આ પ્રકારનાં ખ્યાલ આવે છે. આનો અર્થ એમ નથી કે આપ એવું કરશો કે જો આપે એમ કર્યું તો આપને તેનાંથી આનંદ મળશે. તેની પણ કોઇ ગેરંટી નથી.

હું આપને સલાહ આપીશ કે, આપ પહેલાં આ સ્વીકારી લો કે, જે આપનાં મગજમાં છે તેનાંથી આપ ખરાબ વ્યક્તિ નથી બની જતા. બીજું, જો આ પ્રાકરનાં વિચાર આવે છે અને તે સમયે પણ વારંવાર આવે છે જ્યારે ન આવવાં જઇએ તો, સ્થિતિ બગડવા લાગે છે. અને એવી થઇ જાય છે કે આપ કોઇ અન્ય કલ્પનાથી માસ્ટરબેટ નથી કરી શકતા. કે પછી આપ આ કલ્પનાઓને આપની કોઇ મહિલા મિત્ર પર આજમાવવાં ઇચ્છે છે. જેથી આ કલ્પનાઓને સત્ય સાબિત કરી શકીએ તો તે સ્થિતિમાં આપને સલાહ આપીશ કે કોઇ થેરેપિસ્ટની મદદ લો જે આપનો ઉપચાર કરી શકે. અને મારા મજુબ આપનાં મનમાં જે કિંકી કલ્પનાઓ ઉદ્ભવે છે તેમાંથી બહાર આવવાં માટે આપને નિરંતર ઉપચારની જરૂર છે.
Published by: Margi Pandya
First published: January 5, 2021, 5:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading