#Sexual Tips: adults films દ્વારા શું સેક્સ વિશે માહિતી અને શિક્ષણ મેળવી શકાય?

News18 Gujarati
Updated: January 23, 2021, 12:45 PM IST
#Sexual Tips: adults films દ્વારા શું સેક્સ વિશે માહિતી અને શિક્ષણ મેળવી શકાય?
પ્રતિકાત્મક તસવીર

જે લોકો સેક્સની દ્રષ્ટિએ સક્રિય હોય છે, તેઓ આવી ફિલ્મો અથવા પોર્નથી પ્રભાવિત થાય છે, પરંતુ આ સેક્સ માટે શિક્ષણનો સ્રોત નથી

  • Share this:
સત્ય એ છે કે આપણા માતા-પિતા અને શિક્ષકો વધતી ઉંમર સાથેના સેક્સ વિશે આપણને વધુ પ્રમાણમાં શિક્ષિત (sex education) કરવામાં નિષ્ફળ રહ્યા છે, અને આપણામાંના મોટાભાગના લોકો તેના વિશે પોર્ન અથવા પુખ્ત વયના લોકો માટે બનાવેલી ફિલ્મો (adults films)થી જ જાણે છે.

જોકે, આ ફિલ્મો સચોટ અને વિશ્વસનીય માહિતીનો સ્રોત નથી. પુખ્ત વયના લોકો માટે બનાવેલી ફિલ્મો (adults films)સેક્સ વિશેના વાસ્તવિક તથ્યો જાહેર કરતી નથી, પરંતુ તેના બદલે કલ્પનાઓ અથવા રોમાંચકતા જ ફેલાવે છે કે સેક્સ કેવું હોવું જોઈએ.

આ પણ વાંચો - 'મને anal sex ગમે છે પરંતુ મારી પત્ની તે માટે તૈયાર નથી'

પુખ્ત વયના લોકો માટે બનેલી મૂવીઝ તમને સેક્સ વિશે (sex information) શું નથી કહેતી?

  • જાતીય સંપર્કથી થતા રોગ અને ચેપ અથવા ગર્ભાવસ્થાને ટાળવા માટે કોન્ડોમ અથવા અન્ય પગલાંનો ઉપયોગ કેવી રીતે કરવો
  • સ્ત્રીઓમાં સ્ખલન અથવા ઉગ્ર ઉત્તેજનાનો અતિરેક વિશે

  • સંભોગ દરમ્યાન અસ્વસ્થ સ્થિતિ અને તમારું શરીર ક્યાં અને કેવી સ્થિતીમાં હોવું જોઈએ

  • લીંગમાં ઉત્તેજનાને કારણે કઠોરતા/ યોનિમાર્ગમાં લૂબ્રિકેશનનું ના હોવુ

  • વિકલાંગતા


આ પણ વાંચો - હું વધારે વજન ધરાવું છુ, હું પાર્ટનરની સામે નગ્ન થઈ શકતો નથી, હું શું કરૂ? ખુબ સંકોચ થાય છે

તેમ છતાં, જે લોકો સેક્સની દ્રષ્ટિએ સક્રિય હોય છે, તેઓ આવી ફિલ્મો અથવા પોર્નથી પ્રભાવિત થાય છે, પરંતુ આ સેક્સ માટે શિક્ષણનો સ્રોત નથી. આ સ્ત્રોતમાંથી મળતી જાણકારીઓને કોઈ વિશ્વસનીય સ્રોત સાથે મિલાવી બે વાર તપાસો.
Published by: kiran mehta
First published: January 22, 2021, 11:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading