Dyspraxia: જાણો ખતરનાક બિમારી ડિસ્પ્રેક્સિયા એટલે શું? કેવા હોય છે લક્ષણો, સારવાર માટે શું કરવું?


Updated: September 10, 2021, 7:27 PM IST
Dyspraxia: જાણો ખતરનાક બિમારી ડિસ્પ્રેક્સિયા એટલે શું? કેવા હોય છે લક્ષણો, સારવાર માટે શું કરવું?
ડિસ્પ્રેક્સિયામાં કોર્ડિનેશ અને બેલેન્સ મુવમેન્ટની તકલીફ જોવા મળે છે. તસવીર- Shutterstock

ડિસ્પ્રેક્સિયા (Dyspraxia) વિકાસલક્ષી સંકલનના અભાવ સાથે સંકળાયેલી સમસ્યા અથવા વિકાર છે. જે મગજના સંદેશાઓનું સંકલન (Coordination) મુશ્કેલ બનાવે છે.

  • Share this:
Signs of Dyspraxia: ડિસ્પ્રેક્સિયા (Dyspraxia) વિકાસલક્ષી સંકલનના અભાવ સાથે સંકળાયેલી સમસ્યા અથવા વિકાર છે. જે મગજના સંદેશાઓનું સંકલન (Coordination) મુશ્કેલ બનાવે છે. ડિસ્પ્રેક્સિયાના અસરગ્રસ્ત બાળકોને દાંત સાફ કરવા, જૂતાની લેસ બાંધવી, વસ્તુઓને આસપાસ રાખવી, નર્વસ થવું અથવા બેસવા કે યોગ્ય રીતે ચાલવા જેવી માઇક્રોમોટર પ્રવૃત્તિઓનું સંચાલન કરવામાં મુશ્કેલીનો અનુભવ થાય છે. આ ઇન્ટેલિજન્સને અસર કરતું નથી પરંતુ તેમની ફાઇન મોટર સ્કીલ (Fine Motor Skill)ને અસર કરી શકે છે.

ધ મિરરના અહેવાલ મુજબ લોકોને ડિસ્પ્રેક્સિયા થવાનું કોઈ નક્કર કારણ નથી. પરંતુ મગજમાંથી શરીરમાં સંદેશાઓ ફેલાવવાની રીતમાં અવરોધને કારણે આ સ્થિતિ ઉભી થતી હોવાનું માનવામાં આવે છે. ડિપ્રેક્સિયા ફાઉન્ડેશન વેબસાઇટ પર અહેવાલ મુજબ તે વ્યક્તિની સ્વયંભૂ, સંકલિત રીતે આગળ વધવાની ક્ષમતાને અસર કરે છે.

કોને ખતરો વધુ હોય છે?

કેટલાક કિસ્સામાં સમય કરતાં વહેલા જન્મેલા બાળકમાં ડિપ્રેક્સિયાની તકલીફનું જોખમ વધુ હોય શકે છે. મહિલા કરતા પુરુષોમાં ડિપ્રેક્સિયા વધુ કોમન હોવાનું પણ અભ્યાસ પરથી જાણવા મળ્યું છે.

ડિપ્રેક્સિયાના લક્ષણો

યુકેની નેશનલ હેલ્થ સર્વિસ (NHS)ની વેબસાઈટમાં ડિપ્રેક્સિયાના લક્ષણો અંગે જાણકારી આપવામાં આવી છે. લોકો પર ડિપ્રેક્સિયાની અસર અલગ અલગ હોય શકે છે અને સમય સાથે બદલાય પણ છે. ડિપ્રેક્સિયાથી પીડાતા લોકોને ઘણી તકલીફનો સામનો કરવો પડે છે.- સંકલન, સંતુલન અને મુવમેન્ટમાં તકલીફ
- યાદ રાખવા કે નવી વસ્તુ શીખવામાં તકલીફ
- કપડાં પહેવા કે ખાવાનું ખાવા જેવી રોજિંદી ક્રિયાઓમાં તકલીફ
- લખવા કે કીબોર્ડના ઉપયોગ તેમજ નાની વસ્તુઓ પકડવામાં મુશ્કેલી
- આત્મવિશ્વાસનો અભાવ
- લાગણીઓ પર કાબુ ન રહે
- મેમરી, ધારણા અને પ્રોસેસિંગ સિચ્યુરેશનની મુશ્કેલી

સારવાર કઈ રીતે થાય છે?

ડિપ્રેક્સિયાની કોઈ સારવાર નથી. પરંતુ થેરાપીની મદદથી રોજિંદી સમસ્યાઓમાં રાહત થઈ શકે છે. વ્યક્તિ સ્વતંત્ર રહી શકે અને રસોઈ બનાવવા જેવા રોજિંદા કામ કરી શકે તે માટે ઓક્યુપેશનલ થેરાપીની મદદ લેવાય છે.

લોકોની વિચારસરણી અને વર્તનમાં ફેરફાર કરીને મુશ્કેલીઓનો ઉકેલ લાવવા માટે કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી (CBT) નામની ટોકિંગ થેરાપીનો ઉપયોગ થાય છે.

આ નિયમોનું પાલન થાય તો થેરપી અસર કરી શકે

- તંદુરસ્ત રહેવું. કસરત નિયમિત કરવાથી સંકલનમાં મદદ મળી શકે છે.

- લખવામાં તકલીફ પડતી હોય તો કોમ્પ્યુટર કે લેપટોપનો ઉપયોગ કરવો

- વસ્તુઓને વ્યવસ્થિત રાખવા કેલેન્ડર, ડાયરી અથવા એપ્લિકેશનનો ઉપયોગ કરવો

આ પણ વાંચો: હવે હોટલમાં તમારી સાથે સાથે પાલતુ જાનવરોનું પણ બુકિંગ થઈ શકશે!

ઘણા લોકો ડિપ્રેક્સિયાની સાથે ADH, ઓટીઝમ, સ્પેક્ટ્રમ ડિસઓર્ડર, ચાઈલ્ડહુડ એપ્રેક્સીયા ઓફ સ્પીચ, ડીસ્કેલકુલીયા અને ડીસ્કેક્સીયા જેવી તકલીફો જોવા મળી શકે છે. આ તકલીફોના નિદાન માટે સક્ષમ હોય તેવા તજજ્ઞની મદદ ડિપ્રેક્સિયામાં લઇ શકાય છે.
Published by: kuldipsinh barot
First published: September 10, 2021, 7:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading